Govinda Wife Sunita Withdraws Divorce Case; Claims Actor Planned Second Marriage Komal AUDIO
28 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગોવિંદા સાથેના ઝઘડા વચ્ચે પત્ની સુનીતાએ 19 ઓગસ્ટ 2026ના રોજ બાંદ્રા ફેમિલી કોર્ટ પહોંચીને છૂટાછેડાનો કેસ પાછો ખેંચી લીધો છે. હવે સુનીતાના કહેવા મુજબ, ગોવિંદા ગર્લફ્રેન્ડ કોમલ સાથે બીજા લગ્ન કરવાનું પ્લાન કરી રહ્યો હતો, આ જ કારણ છે કે સુનીતાએ વિરોધ કરતા છૂટાછેડાનો કેસ પાછો ખેંચી લીધો છે.
‘ગોવિંદા અને કોમલ લગ્ન કરવાના હતા’
ખરેખરમાં, તાજેતરમાં રાખી સાવંતને મુંબઈમાં સ્પોટ કરવામાં આવી હતી. ફોટોગ્રાફર્સ સાથે વાતચીત દરમિયાન રાખી સાવંતે ગોવિંદાની પત્નીને ફોન કર્યો અને સ્પીકર ઓન કરીને વાત કરી. આ દરમિયાન સુનીતાને એમ કહેતા સાંભળવામાં આવી, “ગોવિંદા અને કોમલ લગ્ન કરવાના હતા.”

‘બહારના ચિકન ટિક્કા ખાવાનો કોઈ ફાયદો નથી’
રાખીએ કોલ પર કહ્યું- ‘તમે જે પણ કર્યું તે સારું કર્યું.’
જવાબમાં સુનીતા બોલી- ‘મારા સપોર્ટમાં તમારે લોકોને બોલવું જોઈએ. તમને લોકોને બધી વાર્તા ખબર છે.
રાખીએ કહ્યું- ‘સુનીતાજી, મેં હંમેશા કહ્યું છે કે ઘરના દાળ-ભાત ઘરના હોય છે. બહારનું ચિકન ટિક્કા ખાવાથી કોઈ ફાયદો નથી.’
‘તમે 200 કરોડ પર ધ્યાન આપો’
આના પર સુનીતાએ કહ્યું- ‘તે (ગોવિંદા) તેને એરપોર્ટ લઈ ગયો છે. તેને મારી જગ્યા આપી રહ્યો છે. લોકોના મને કોલ આવી રહ્યા છે. કહો, પત્ની હોવા છતાં મને કેવું લાગશે.’
આ સાંભળીને રાખી બોલી- ‘તમે આ બધું છોડો, 200 કરોડ પર ધ્યાન આપો. બીજી, ત્રીજી કોઈ આવી જશે, તો આ 200 કરોડ લઈ જશે. પહેલા તમારા નામે કરી લો બધું, પછી આ બધું કરજો.’
આગળ સુનીતાએ કહ્યું- ‘મેં ગઈકાલે આ કેસ પાછો ખેંચી લીધો, કારણ કે આ બંને લગ્ન કરવાના પ્લાનમાં હતા.’
19 ઓગસ્ટે છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો
સુનીતા આહુજા 19 ઓગસ્ટે મુંબઈના બાંદ્રા ફેમિલી કોર્ટ પહોંચી. દીકરો યશવર્ધન પણ તેની સાથે હતો. કોર્ટ પહોંચતા જ છૂટાછેડાની અટકળો તેજ બની ગઈ હતી. જોકે, બાદમાં ગોવિંદાના મેનેજર શશિ રંજને દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં પુષ્ટિ કરી કે સુનીતાએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચી લીધો છે, જે તેણે ડિસેમ્બર 2024માં દાખલ કર્યો હતો.

બાંદ્રા ફેમિલી કોર્ટમાંથી બહાર નીકળતી સુનીતા.
ગોવિંદાનો મેનેજર ભડક્યો
બીજી તરફ ગોવિંદાના મેનેજરે સુનીતાના આ વલણ પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, તે પરિવારનો તમાશો બનાવી રહી છે. એનડીટીવીને આપેલા ઇન્ટરવ્યુમાં મેનેજર શશિ સિંહાએ કહ્યું, ‘અદાલત જવાની કોઈ જરૂર નહોતી. ઘરની વાતો ઘરમાં રહીને, બેસીને, વાત કરીને ઉકેલી શકાય છે. જ્યારે આજે અરજી પાછી જ ખેંચવાની હતી, તો પછી કેસ કર્યો જ શા માટે હતો? મને આ વાતનું ખૂબ દુઃખ છે કે વગર કારણે આપણે બધા તમાશો બની ગયા.’

ગોવિંદાનો મેનેજર શશિ સિંહા.
‘બે વર્ષથી મીડિયામાં છબી ખરાબ થઈ’ મેનેજરે કહ્યું કે, ‘બંને વચ્ચેનો વિવાદ છેલ્લા લગભગ દોઢ-બે વર્ષથી મીડિયામાં ચાલી રહ્યો હતો. આનાથી ગોવિંદા અને તેમના પરિવારની શાખને ઘણું નુકસાન થયું છે.’
તેણે કહ્યું કે, ‘દરેક પરિણીત જીવનમાં પતિ-પત્ની વચ્ચે મતભેદ હોય છે, આ સામાન્ય બાબત છે. પરંતુ જ્યારે મામલો કોર્ટ અને મીડિયા સુધી પહોંચી જાય છે, ત્યારે વાત સાર્વજનિક થઈ જાય છે. આ સમગ્ર મામલામાં તમાશો બનવાથી સરળતાથી બચી શકાયું હોત.’
ડિસેમ્બર 2024માં છૂટાછેડાનો કેસ કર્યો હતો
નોંધનીય છે કે, સુનીતા આહુજાએ ડિસેમ્બર 2024માં ગોવિંદા વિરુદ્ધ બાંદ્રા ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી દાખલ કરી હતી. જ્યારે, આ સમાચાર ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં સામે આવ્યા હતા, જ્યારે હોટરફ્લાઈએ તેના રિપોર્ટમાં કહ્યું હતું કે, સુનીતાએ હિંદુ મેરેજ એક્ટ 1955ની કલમ 13 (1) (i), (ia), (ib) હેઠળ છૂટાછેડા માટે અરજી કરી છે. અરજીમાં તેણે ગોવિંદા પર ક્રૂરતા, બેવફાઈ અને ત્યાગ જેવા ગંભીર આરોપો લગાવ્યા હતા.

ગોવિંદાએ પત્ની સુનીતાને ચેતવણ આપી હતી
છેલ્લા કેટલાક સમયથી સુનીતા પતિ પર બેવફાઈ અને લગ્નેત્તર સંબંધના આરોપ લગાવી રહી હતી. સુનીતાએ ગોવિંદાને ‘શુગર ડેડી’ કહેતા ગોવિંદા ભડકી ગયો હતો. આ નિવેદનો પર ગોવિંદાએ ચેતવણી આપીને કહ્યું હતું કે, તેને હદમાં રહેવું જોઈએ. આ સાથે એક્ટરે કો-સ્ટારનો બચાવ પણ કર્યો અને કહ્યું કે, ‘સુનીતા તેને બદનામ કરવામાં કોઈ કસર છોડી રહી નથી.’ સંપૂર્ણ સમાચાર વાંચો…
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


