GT IPL 2026 Tickets Launch: Prices ₹1000-₹25000
21 કલાક પેહલા
- કૉપી લિંક
ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન શુભમન ગિલ.
IPL 2026ની તૈયારીઓ દરેક ટીમે શરૂ કરી દીધી છે. જેના ભાગરુપે ગુજરાત ટાઇટન્સ (GT)ની ટીમે સોમવારે આગામી સીઝન માટેની ટિકિટોના ડિજિટલ વેચાણના પ્રારંભની જાહેરાત કરી હતી. ગુજરાત ટાઇટન્સે હોમ મેચો માટે ટિકિટોની કિંમત 1000 થી 25 હજાર સુધીની રાખવાની જાહેરાત કરી છે.
આ સાથે ગુજરાત ટાઇટન્સે ફેન્સને ફરજીયાત ફિઝિકલ ટિકિટ રાખવાની ઝંઝટમાંથી મુક્તિ આપવા એમ-ટિકિટની પહેલ શરૂ કરી છે. જેથી દર્શકોને મોબાઈલ પર ક્યુઆર કોડવાળી ટિકિટ ફોન પર મળશે અને પછી તેમણે ફિઝિકલ ટિકિટ રાખવાની જરૂર નહીં પડે. સામાન્ય સ્ટેન્ડ્સ માટે કિંમત 1 થી 3 હજારની (1000,1500,1800,3000) રહેશે. જ્યારે મેચ-ડે પર પ્રિમિયમ અનુભવ માટે પ્રેસિડન્ટ ગેલેરીની ટિકિટ 10 અને 12 હજારમાં મળશે. જ્યારે પ્રિમિયમ સુઈટ્સ અને પ્રેસિડેન્શિયલ સુઈટ્સની ટિકિટો અનુક્રમે 18,000 અને 25 હજારમાં મળશે.
GT પોતાની પહેલી પંજાબ સામે રમશે
ગુજરાતની ટીમ પોતાની પ્રથમ હોમ મેચ 4 એપ્રિલના રોજ રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ ખાતે રમશે. પ્રથમ તબક્કાના મુકાબલામાં ગુજરાતની ટીમ ઘરની બહાર 3 મેચ રમશે. જેમાં પંજાબ સામે (31 માર્ચ), દિલ્હી સામે (8 એપ્રિલ) અને લખનઉ સામે (12 એપ્રિલ)ની મેચ સામેલ છે. ટીમના COO કર્નલ અરવિન્દર સિંહે કહ્યું કે,’અમે સતત ફેન-ફ્રેન્ડલી અનુભવ પર કામ કરી રહ્યા છીએ, જેથી એમ-ટિકિટને લોન્ચ કરવામાં આવી છે. જેથી દર્શકોનું ધ્યાન રમતને માણવા પર વધુ રહે.’
કેપ્ટન ગિલ ટીમ સાથે જોડાયો

IPL માટે GT કેપ્ટન શુભમન ગિલ પણ ટીમ સાથે જોડાયો.
સીઝન પ્રારંભ અગાઉ ટીમના ખેલાડીઓ કેમ્પમાં જોડાવવા લાગ્યા છે. સાઈ કિશોર અને સાઈ સુદર્શન સહિતના ઘણાં ખેલાડીઓ ઉપરાંત કોચિંગ સ્ટાફે કેમ્પમાં સિઝનની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો કેપ્ટન શુભમન ગિલ આજે ટીમમાં જોડાયો છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


