GT vs KKR IPL 2026 Top Moments
સ્પોર્ટ્સ ડેસ્ક1 કલાક પેહલા
- કૉપી લિંક
IPLની 25મી મેચમાં ગુજરાત ટાઇટન્સે કોલકાતા નાઇટ રાઇડર્સને હરાવ્યા. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કેમરન ગ્રીનના છગ્ગા પર બોલ કાર સાથે અથડાયો. વોશિંગ્ટન સુંદરે સરળ કેચ છોડ્યો, જ્યારે જોસ બટલરે સ્ટમ્પિંગની તક ગુમાવી દીધી. વરુણ ચક્રવર્તીએ 19મી સિઝનમાં પોતાની પ્રથમ વિકેટ લીધી.
GT vs KKR ટોપ મોમેન્ટ્સ…
DRSમાં બચ્યા કેમરન ગ્રીન પાંચમી ઓવરમાં કેમરન ગ્રીન DRS લેવાને કારણે આઉટ થવાથી બચી ગયા. ઓવરના ચોથા બોલ પર મોહમ્મદ સિરાજે બાઉન્સર ફેંક્યો. બોલ વિકેટકીપર પાસે ગયો, ગુજરાતે કોટ બિહાઇન્ડની અપીલ કરી અને અમ્પાયરે આઉટ આપ્યો. ગ્રીને રિવ્યુ લીધો, રિપ્લેમાં જોવા મળ્યું કે બોલ બેટને લાગ્યો ન હતો. ગ્રીન નોટઆઉટ રહ્યા અને DRSમાં બચી ગયા.

જોસ બટલર કેમરન ગ્રીન વિરુદ્ધ કોટ બિહાઈન્ડની અપીલ કરતા.
ગ્રીનની સિક્સ કાર પર લાગી 13મી ઓવરમાં કેમરન ગ્રીને સિક્સર ફટકારી, જેના પર બોલ સ્ટેડિયમમાં ઉભેલી કાર પર લાગ્યો. ઓવરનો ત્રીજો બોલ અશોક શર્માએ ધીમો ફેંક્યો. ગ્રીન આગળ નીકળીને મિડ-વિકેટ તરફ સિક્સર ફટકારી. બોલ ‘ટાટા સિયેરા’ કાર પર લાગ્યો, જેનાથી ગાડી પર નિશાન પડી ગયું.
‘ટાટા’ IPLની ટાઈટલ સ્પોન્સર કંપની છે. કાર પર બોલ લાગ્યા પછી કંપની દ્વારા ચેરિટી માટે 5 લાખ રૂપિયાનું ડોનેશન આપવામાં આવે છે. ટુર્નામેન્ટમાં સૌથી વધુ સ્ટ્રાઈક રેટ ધરાવતા પ્લેયરને ફાઇનલ પછી એવોર્ડ તરીકે કાર પણ આપવામાં આવે છે.
સુંદરે કેચ છોડ્યો 14મી ઓવરમાં વોશિંગ્ટન સુંદરે સરળ કેચ છોડી દીધો. ઓવરના ત્રીજા બોલ પર રાશિદ ખાને ગુડ લેન્થ પર બોલ ફેંક્યો. કેમરન ગ્રીને સ્વીપ શોટ રમ્યો, પરંતુ બોલ સ્ક્વેર લેગ તરફ હવામાં ઉછળી ગયો. સુંદર દોડતા બોલ પાસે પહોંચ્યો, પરંતુ કેચ પકડી શક્યો નહીં. જીવનદાન મળ્યું ત્યારે ગ્રીન 62 રનના સ્કોર પર હતો. આનાથી અગાઉના બોલ પર વિકેટકીપર જોસ બટલરથી પણ મુશ્કેલ કેચ છૂટી ગયો હતો.

જીવનદાન મળ્યા બાદ કેમરન ગ્રીને 79 રન બનાવ્યા.
બટલરે સ્ટમ્પિંગ ચૂકી 20મી ઓવરમાં જોસ બટલરે સ્ટમ્પિંગની તક પણ ગુમાવી દીધી. ઓવરના પાંચમા બોલે રાશિદ ખાને ફુલર લેન્થ ફ્લિપર ફેંક્યો. કેમરન ગ્રીન આગળ નીકળીને મોટો શોટ રમવા ગયો, પરંતુ ચૂકી ગયો. બોલ વિકેટકીપર બટલર તરફ ગયો, પરંતુ તે બોલ પકડી શક્યો નહીં. બોલ બાઉન્ડ્રીની પાર જતો રહ્યો. 3 જીવનદાન બાદ ગ્રીન 79 રન બનાવીને આઉટ થયો.

રાશિદની ઓવરમાં જોસ બટલરે સ્ટમ્પિંગની તક ગુમાવી દીધી.
અનુકૂલ રોયની ઓવરમાં 3 છગ્ગા લાગ્યા ગુજરાતની બેટિંગમાં કોલકાતાના અનુકૂલ રોયે પાવરપ્લેની એક ઓવરમાં 20 રન ખર્ચ કર્યા. લેફ્ટ આર્મ સ્પિનર ત્રીજી ઓવરમાં બોલિંગ કરવા આવ્યા. બીજા બોલ પર શુભમન ગિલે ઇનસાઇડ આઉટ શોટ રમ્યો અને કવર્સની દિશામાં છગ્ગો ફટકાર્યો. સાઈ સુદર્શને પછી ચોથા અને છઠ્ઠા બોલ પર લેગ સાઇડની દિશામાં વધુ 2 સિક્સર ફટકારી. ઓવરમાં 3 છગ્ગાની મદદથી 20 રન બન્યા.

શુભમન ગિલે સાઈ સુદર્શન સાથે મળીને અનુકૂલ રોયની ઓવરમાં 20 રન બનાવ્યા.
ચક્રવર્તીએ સિઝનની પ્રથમ વિકેટ લીધી 10મી ઓવરમાં કોલકાતાના વરુણ ચક્રવર્તીએ જોસ બટલરને કેચ આઉટ કરાવ્યો. તેણે ઓવરનો પહેલો બોલ ફુલર લેન્થ ફેંક્યો, બટલર સિક્સર મારવા ગયો, પરંતુ લોંગ ઓન પર કેમરન ગ્રીનના હાથે કેચ આઉટ થઈ ગયો. આ ચક્રવર્તીની સિઝનની પ્રથમ વિકેટ હતી. આ પહેલા ચેન્નઈ, હૈદરાબાદ અને મુંબઈ સામે તેને વિકેટ મળી ન હતી. તે IPL પહેલા જ ટી-20 વર્લ્ડ કપમાં ટોપ વિકેટ ટેકર રહ્યો હતો.
વરુણે ગુજરાત સામે IPLમાં પહેલીવાર કોઈ વિકેટ લીધી. આ પહેલા 4 ઇનિંગ્સની 13 ઓવરમાં 128 રન આપ્યા પછી પણ તેને કોઈ વિકેટ મળી ન હતી. જોકે, વરુણે બટલરને ચોક્કસપણે 7મી વખત પેવેલિયન ભેગો કર્યો.

વરુણ ચક્રવર્તીને 19મી IPL સિઝનમાં પહેલી જ વિકેટ મળી.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


