Gujarat News : સુરત જિલ્લા ભાજપમાં ગત ટર્મના તમામ મહામંત્રી કપાયા, સી.આર.પાટીલની નજીક ગણાતા નેતાની પણ બાદબાકી
ગુજરાત ભાજપે વધુ ત્રણ જિલ્લા સંગઠનમાં હોદ્દેદારોના નામ જાહેર કર્યા છે. જેમા સુરત, ડાંગ અને વલસાડમાં હોદ્દેદારોની નિમણૂક કરાઈ છે. આ સંગઠનમાં કૂલ 21 સભ્યોની મુખ્ય બોડી જાહેર કરાઈ છે. જેમાં આઠ ઉપાધ્યક્ષ અને આઠ મંત્રી સહિત ત્રણ મહામંત્રીની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના અન્ય જિલ્લા અને શહેરમાં ટૂંક સમયમાં હોદ્દેદારોની નિમણૂંક થાય તેવી શક્યતાઓ છે. ભાજપે સુરત જિલ્લાના સંગઠનમાં હોદ્દેદારોની નિમણૂક કરતા મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે.
ગત ટર્મના તમામ મહામંત્રીની બાદબાકી
સુરત જિલ્લા ભાજપ સંગઠનમાં મહામંત્રી માટે ગત ટર્મના તમામ મહામંત્રીની બાદબાકી કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલની નજીકના ગણાતા જીગર નાયકનું પત્તુ કપાયું છે. જ્યારે જિલ્લા સંગઠનના મહામંત્રી પદે જગદીશ પારેખની વરણી કરાઈ છે. આ ઉપરાંત જિલ્લા પંચાયતના સભ્ય રોહિત પટેલ અને અંકુર દેસાઈની પણ વરણી કરવામાં આવી છે. ઉપ પ્રમુખ પદે ભાવેશ પટેલ સહિત આઠ સભ્યોની વરણી કરવામાં આવી છે. જિલ્લા ભાજપ સંગઠનમાં આઠ ઉપપ્રમુખ, ત્રણ મહામંત્રી અને આઠ મંત્રીઓની નિમણૂક કરવામાં આવતા રાજકીય ચર્ચાઓ તેજ બની છે.
ત્રણ જિલ્લા સંગઠનમાં હોદ્દેદારોના નામ જાહેર
ગુજરાત ભાજપે વધુ ત્રણ જિલ્લા સંગઠનમાં હોદ્દેદારોના નામ જાહેર કર્યા છે. જેમા સુરત, ડાંગ અને વલસાડમાં હોદ્દેદારોની નિમણૂક કરાઈ છે. આ સંગઠનમાં કૂલ 21 સભ્યોની મુખ્ય બોડી જાહેર કરાઈ છે. જેમાં આઠ ઉપાધ્યક્ષ અને આઠ મંત્રી સહિત ત્રણ મહામંત્રીની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના અન્ય જિલ્લા અને શહેરમાં ટૂંક સમયમાં હોદ્દેદારોની નિમણૂંક થાય તેવી શક્યતાઓ છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

