Gujarat News: ભાજપ ચૂંટણી સમિતિની બેઠક લંબાઈ, આવતીકાલે ઉમેદવારોના નામ જાહેર થવાની સંભાવના
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થયા બાદ રાજકીય પક્ષો દ્વારા મુરતીયાઓની પસંદગી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરાઈ છે. ત્યારે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને ચૂંટણી સમિતિની બેઠકો યોજાઈ રહી છે. આ બેઠક 10 તારીખ સુધી ચાલશે. આવતીકાલે ઉમેદવારોના નામ જાહેર થશે.
ભાજપની બેઠક આવતીકાલ સુધી લંબાવાઈ
ભાજપની ચૂંટણી સમિતિની બેઠક લંબાવાઈ છે. આ બેઠક આવતીકાલ 10 એપ્રિલ સુધી ચાલશે. ઉમેદવારોની પસંદગી અંગે અંતિમ મથામણ કરવામાં આવી રહી છે. અનેક બેઠકો પર ચર્ચાઓ બાકી હોવાથી બેઠક લંબાવાનો નિર્ણય લેવાયો છે. જેથી આ બેઠકમાં ચર્ચાઓ થયા બાદ આવતીકાલે એક સાથે તમામ બેઠકો પર ઉમેદવારોની યાદી જાહેર કરાશે.
દાવેદારોમાં ઉત્સાહ અને ઉત્તેજના
બીજી તરફ સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ફોર્મ ભરવાના બે દિવસ જ બાકી હોવા છતાં ભાજપ દ્વારા હજુ સુધી નામોની યાદી જાહેર કરાઈ નથી. ભાજપની યાદી ક્યારે આવશે તેને લઈને ઉમેદવારો અને દાવેદારોમાં ઉત્સાહ અને ઉત્તેજના જોવા મળી રહી છે. ભાજપમાં 120 માંથી 45 જેટલા સંભવિત ઉમેદવારોને ફોન પર ટિકિટ કન્ફોર્મ થઈ ગયાની માહિતી આપવામાં આવી હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપની ગત વખતના 93 કોર્પોરેટર માંથી 20થી 30 ટકા ઉમેદારોને રિપિટ કરશે.
આ પણ વાંચોઃ Ahmedabad News: બે બાળકીઓના માતા પિતાના બ્લડ સેમ્પલમાંથી ઊંઘની દવાના અવશેષો મળ્યા
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

