Gujarat News : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ 50 ટકા નવા ચહેરાને પ્રાધાન્ય આપશે, રિપીટ થિયરીનો પણ અમલ થશે

Last Updated: April 6, 2026By

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. ચૂંટણીમાં મુરતિયાઓની પસંદગી માટે રાજકીય પક્ષો દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ કરાઈ છે. ત્યારે ભાજપ દ્વારા પણ રાજ્યમાં ઉમેદવારો પસંદ કરવા માટે નિરીક્ષકોની નિમણૂક કરાઈ હતી. આ નિરીક્ષકો દ્વારા ઉમેદવારોની સેન્સ લેવામાં આવી હતી. હવે સેન્સ પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ ગઈ છે. જેથી કોઈપણ સમયે ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેરાત થઈ શકે છે. ભાજપ દ્વારા 50 ટકાથી વધુ નવા ચહેરાને પ્રાધાન્ય અપાશે. 30 ટકા રિપીટ થિયરીનો અમલ થશે

ચૂંટણી સમિતિ અંતિમ નામ પર મહોર મારશે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં છે. ગમે ત્યારે ભાજપના ઉમેદવારોની જાહેરાત થઈ શકે છે. ટિકિટના દાવેદારો માટે ઝોન વાઈઝ મંથન શરૂ થયું છે. વોર્ડ વાઈઝ સંભવિત ઉમેદવારોના નામની ચર્ચા થઈ રહી છે. આ ઉપરાંત ઝોન વાઈઝ ઉમેદવારોની ચર્ચાઓ પણ કરવામાં આવી છે. નક્કી થયેલા નામ પ્રદેશ ચૂંટણી સમિતિને મોકલવામાં આવશે. ચૂંટણી સમિતિ અંતિમ નામ પર મહોર મારશે.

50 ટકાથી વધુ નવા ચહેરાને સ્થાન

ભાજપ દ્વારા 50 ટકાથી વધુ નવા ચહેરાને પ્રાધાન્ય અપાશે. 30 ટકા રિપીટ થિયરીનો અમલ થશે. 20 ટકા સંપૂર્ણ નવા ચહેરાને સ્થાન મળશે. આવતી કાલથી ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે. સતત ત્રણ દિવસ સુધી આ બેઠક ચાલશે. મુખ્યમંત્રીના નિવાસ સ્થાને આ બેઠક યોજાશે. આ બેઠકમાં ઉમેદવારોના નામ અંગે પણ ચર્ચાઓ થશે. ત્યાર બાદ ઉમેદવારોના નામ નક્કી થશે અને તબક્કાવાર નામોની જાહેરાત કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Ahmedabad News: ભાજપમાં બેઠક દીઠ 20 અને કોંગ્રેસમાં 6 દાવેદારો, આમ આદમી પાર્ટીને ઉમેદવારોના ફાંફા