Gujarati Film Damaru Title Track Released
1 કલાક પેહલા
- કૉપી લિંક
હાલમાં ભોળાનાથનો પ્રિય મહિનો એટલે કે શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ચારે તરફ હર હર મહાદેવના નાદ ગૂંજી રહ્યા છે, તેવામાં ગુજોત્સવ પ્રોડક્શન અને વ્રજ ફિલ્મ્સ તેમની આગામી ગુજરાતી ફિલ્મ ‘ડમરુ’નું ટાઇટલ ટ્રેક ‘ડમરુ’ લઈને આવ્યા છે.
ભૂમિ ત્રિવેદી અને જયસિંગ ગઢવીના અવાજમાં ‘ડમરુ’ ગૂંજ્યું
ભૂમિ ત્રિવેદી અને જયસિંહ ગઢવીએ ગાયેલા ‘ડમરુ’ ગીતમાં શ્રદ્ધા ડાંગરનો ખાસ અપિઅરન્સ છે. ગીતમાં શ્રદ્ધા ઉપરાંત સંજય ગોરડિયા, નક્ષરાજ, નિરાલી ઓઝા, મૌલિક ચૌહાણ, હેમાંગ દવે, સંજય ગલસર, ભાર્ગવ પરમાર સહિતના સ્ટારકાસ્ટનો એનર્જેટિક ડાન્સ જોવા મળ્યો છે.

સ્ટારકાસ્ટનો હાઈ-એનર્જી ડાન્સ
‘ડમરુ’ ગીતને મ્યુઝિક ડિરેક્ટર પાર્થ ઠક્કરે કમ્પોઝ કર્યું છે. પ્રિન્સ ગુપ્તાએ કોરિયોગ્રાફ કરેલા ગીતની સિનેમેટોગ્રાફીની કમાન સૂરજ કુરાડેએ સંભાળી છે. ગીતમાં હાઈ-એનર્જી ડાન્સ, ભક્તિથી ભરેલા લિરિક્સ, લયબદ્ધ અવાજ અને સુંદર સિનેમેટોગ્રાફી અનોખો અનુભવ કરાવે છે. ફિલ્મના થિયેટ્રિકલ પ્રીમિયર પહેલાં મેકર્સે અમદાવાદમાં એક ખાસ સોન્ગ લોન્ચ ઇવેન્ટનું આયોજન કર્યું હતું.
23 ઓક્ટોબરે રિલીઝ થશે ફિલ્મ
નોંધનીય છે કે, કોમેડી, સસ્પેન્સ, ભાવનાત્મક ઊંડાણ અને અર્થપૂર્ણ સમાજિક સંદેશ ધરાવતી પારિવારિક મનોરંજક ફિલ્મ ‘ડમરુ’ 23 ઓક્ટોબર 2026ના રોજ રિલીઝ થશે. ફિલ્મનું ડિરેક્શન હાર્દિક પરીખે કર્યું છે, જ્યારે રમેશ પ્રજાપતિ, કૃપા સોની અને સંજય સોની ફિલ્મના પ્રોડ્યુસર છે.

સોન્ગના લોન્ચ ઇવેન્ટમાં મેકર્સ અને સ્ટારકાસ્ટ ઉપસ્થિત રહી.
ફિલ્મમાં સંજય, નક્ષરાજ, નીરવ મુકેશ વૈદ્ય, સૌરભ રાજ્યગુરુ, મૌલિક, હેમાંગ, સંજય, ભાર્ગવ, મકરંદ શુક્લા, વિશાલ વૈશ્ય, નિશ્ચય રાણા, નિતિશકુમાર બ્રહ્મભટ્ટ, અન્નપૂર્ણા શુક્લા, આરતી સોની અને સતીશ ભટ્ટ જેવી મોટી સ્ટારકાસ્ટ છે.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


