Hardik Pandya Unfollows MI Players? IPL 2026 Controversy

Last Updated: May 11, 2026By

14 કલાક પેહલા

  • કૉપી લિંક

IPL 2026માં મુંબઈ ઇન્ડિયન્સ (MI)ના શરમજનક પ્રદર્શન બાદ હવે મેદાનની બહાર પણ વિવાદ શરૂ થયો છે. રવિવારે (10 મે) રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામેની હાર સાથે જ પાંચ વખતની ચેમ્પિયન ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી. આ હારના ગણતરીના કલાકોમાં જ કેપ્ટન હાર્દિક પંડ્યાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર થયેલી હિલચાલથી ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે.

રોહિત, સૂર્યા અને તિલકને કર્યા અનફોલો?

સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા સ્ક્રીનશોટ અને અહેવાલો મુજબ, હાર્દિક પંડ્યાએ પૂર્વ કેપ્ટન રોહિત શર્મા, સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ અને યુવા ખેલાડી તિલક વર્માને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા હોવાની વાતો વહેતી થઈ છે. એટલું જ નહીં, હાર્દિકે મુંબઈ ઇન્ડિયન્સના સત્તાવાર પેજને પણ થોડા સમય માટે અનફોલો કર્યું હતું અને ફ્રેન્ચાઈઝીને લગતી કેટલીક જૂની પોસ્ટ્સ પણ ડિલીટ કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે, થોડા સમયમાં જ હાર્દિકે MI ના પેજને ફરી ફોલો કરી લીધું છે, પરંતુ તેના ફોલોઇંગ લિસ્ટમાં હજુ પણ રોહિત શર્માનું નામ ગાયબ છે. હાલમાં હાર્દિક 151 લોકોને ફોલો કરે છે, જેમાં વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહ સામેલ છે, પણ રોહિત નથી.

મુંબઈ ઇન્ડિયન્સના પેજને અનફોલો કર્યાનો દાવો

મુંબઈ ઇન્ડિયન્સના પેજને અનફોલો કર્યાનો દાવો

ગાયબ થયાના થોડા સમયમાં પાછું પેજને ફોલો કરવામાં આવ્યું હોવાની વાત

ગાયબ થયાના થોડા સમયમાં પાછું પેજને ફોલો કરવામાં આવ્યું હોવાની વાત

રોહિત, સૂર્યા અને તિલકને અનફોલો કર્યાનો દાવો

રોહિત, સૂર્યા અને તિલકને અનફોલો કર્યાનો દાવો

વાયરલ પોસ્ટ્સ મુજબ, રાતે 11:20 વાગ્યે હાર્દિકે સૂર્યકુમાર યાદવને અને ત્યારબાદ 11:25 વાગ્યે તિલક વર્માને અનફોલો કર્યા હતા. એટલું જ નહીં, રાતે 11:30 વાગ્યે તેણે મુંબઈ ઇન્ડિયન્સના સત્તાવાર એકાઉન્ટને પણ અનફોલો કરી દીધું હતું, જોકે મોડી રાતે 12:29 વાગ્યે તેણે ફરીથી ફ્રેન્ચાઈઝીને ફોલો કરી લીધું હોવાનું કહેવાય છે. મિનિટોના અંતરે થયેલી આ કથિત ગતિવિધિઓના સ્ક્રીનશોટ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચાહકોમાં એવી ચર્ચા જાગી છે કે શું આ કોઈ ટેકનિકલ ખામી હતી કે પછી હાર બાદ ટીમમાં સર્જાયેલા કોઈ મોટા વિખવાદનો સંકેત? જોકે, આ દાવાઓની સત્યતા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી.

ફેક ચેક: હકીકત શું છે?

સોશિયલ મીડિયાના ડેટા તપાસતા નીચે મુજબની બાબતો સામે આવી છે:

  • મુંબઈ ઇન્ડિયન્સનું પેજ: હાર્દિક પંડ્યા હાલમાં મુંબઈ ઇન્ડિયન્સના સત્તાવાર પેજને ફોલો કરી રહ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે કદાચ ટેકનિકલ ગ્લિચ છે અથવા ક્રિકેટરથી ભૂલમાં અનફોલો થઈ ગયું હશે. સત્તાવાર રીતે આ બાબત પર કોઈના નિવેદન સામે આવ્યા નથી.
  • રોહિત શર્માને ફોલો કરવાનો પ્રશ્ન: હકીકત એ છે કે હાર્દિક પંડ્યા અને રોહિત શર્મા લાંબા સમયથી એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરતા નથી. 2024માં જ્યારે કેપ્ટન્સીમાં ફેરફાર થયો હતો, ત્યારથી જ આ વિવાદ ચર્ચામાં હતો. તેથી, અત્યારે “અનફોલો કર્યા” હોવાનો દાવો પાયાવિહોણો છે, કારણ કે તે પહેલાથી જ એકબીજાના ફોલોઇંગ લિસ્ટમાં નહોતા.
  • પોસ્ટ્સ ડિલીટ કરવાનો મુદ્દો: હાર્દિકના પ્રોફાઇલ પર હજુ પણ મુંબઈ ઇન્ડિયન્સના જર્સીવાળા અને પ્રેક્ટિસ સેશનના ઘણા ફોટા જોવા મળી રહ્યા છે. કોઈ પણ મોટી સંખ્યામાં પોસ્ટ ડિલીટ થયાના પુરાવા મળ્યા નથી.

IPL 2026: મુંબઈ ઇન્ડિયન્સનું કંગાળ પ્રદર્શન

મુંબઈ ઇન્ડિયન્સ માટે આ સીઝન કોઈ દુઃસ્વપ્નથી ઓછી નથી રહી. હજુ ટીમના ત્રણ મેચ બાકી છે પરંતુ તે પહેલા જ તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. છેલ્લી ઓવરમાં RCB સામે મળેલી હાર બાદ ટીમનું ગણિત સાવ બગડી ગયું હતું.

  • કુલ મેચ: 11
  • જીત: 03
  • હાર: 08
  • પોઈન્ટ્સ: 06

ટીમમાં આંતરિક વિખવાદના સંકેત?

2024માં જ્યારે રોહિત શર્માને હટાવીને હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં આવ્યો ત્યારથી જ ચાહકોમાં નારાજગી હતી. હવે 2026 માં ટીમની કારમી હાર બાદ હાર્દિકનું આ પગલું સૂચવે છે કે ડ્રેસિંગ રૂમમાં બધું બરાબર નથી. સોશિયલ મીડિયા પર ચાહકો બે ભાગમાં વહેંચાઈ ગયા છે. રોહિતના સમર્થકો હાર્દિકને ટ્રોલ કરી રહ્યા છે, જ્યારે કેટલાક તેને ટેકનિકલ ગ્લિચ માની રહ્યા છે. જોકે, હજુ સુધી ફ્રેન્ચાઈઝી કે કોઈ ખેલાડીએ આ બાબતે સત્તાવાર સ્પષ્ટતા કરી નથી.

Leave A Comment