HDFC Bank Tops Gains; Sensex Surges 4,230 Points

Last Updated: April 12, 2026By

5 કલાક પેહલા

  • કૉપી લિંક

ગયા અઠવાડિયે શેરબજારમાં જોવા મળેલી તેજીને કારણે દેશની ટોપ-10 સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી 8ના માર્કેટ કેપિટલાઇઝેશન (માર્કેટ કેપ)માં કુલ 4,13,003.23 કરોડ રૂપિયાનો વધારો થયો છે. આ વધારામાં બેન્કિંગ સેક્ટરની કંપનીઓ HDFC બેન્ક અને ICICI બેન્ક સૌથી આગળ રહી.

બજારમાં આ ઉછાળો ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો અને વૈશ્વિક સંકેતોને કારણે જોવા મળ્યો છે. ગયા કારોબારી સપ્તાહમાં BSE સેન્સેક્સ 4,230.7 પોઈન્ટ એટલે કે 5.77%ના વધારા સાથે બંધ થયો, જ્યારે નિફ્ટીમાં પણ 1,337.5 પોઈન્ટ (5.88%)નો ઉછાળો જોવા મળ્યો.

HDFC બેન્કની વેલ્યુ ₹91,282 કરોડ વધી

  • નફો કમાતી કંપનીઓમાં HDFC બેંક ટોપ પર રહી. બેંકની માર્કેટ વેલ્યુ 91,282.67 કરોડ રૂપિયા વધીને હવે 12,47,478.57 કરોડ રૂપિયા થઈ ગઈ છે.
  • ત્યારબાદ ICICI બેંકનો નંબર આવે છે, જેની વેલ્યુમાં 76,036.36 કરોડ રૂપિયાનો વધારો થયો અને તે 9,46,741.85 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.
  • બજાજ ફાઇનાન્સે પણ રોકાણકારોને ખુશ કર્યા અને તેની વેલ્યુ 60,980.35 કરોડ રૂપિયા વધીને 5,75,206.47 કરોડ રૂપિયા થઈ ગઈ.

દેશની ટોપ-10 કંપનીઓમાંથી 8ની વેલ્યુ ₹4.13 લાખ કરોડ વધી

કંપની અઠવાડિયામાં ફેરફાર (₹ કરોડમાં) વર્તમાન માર્કેટ કેપ (₹ લાખ કરોડમાં)
HDFC બેંક +91,282 12.47
ICICI બેંક +76,036 9.46
બજાજ ફાઇનાન્સ +60,980 5.75
L&T +47,624 5.45
એરટેલ +45,873 11.39
SBI +43,614 9.84
TCS +26,303 9.13
હિન્દુસ્તાન યુનિલિવર +21,287 5.06
ઇન્ફોસિસ -3,285 5.24
રિલાયન્સ -947 18.27

સ્રોત: BSE (6 એપ્રિલ – 10 એપ્રિલ, 2026)

ભારતી એરટેલ અને SBIના રોકાણકારોને પણ ફાયદો

ઇન્ફ્રાસ્ટ્રક્ચર જાયન્ટ લાર્સન એન્ડ ટુબ્રો (L&T)ની માર્કેટ વેલ્યુમાં 47,624.97 કરોડ રૂપિયાનો વધારો થયો. જ્યારે ટેલિકોમ સેક્ટરની અગ્રણી કંપની ભારતી એરટેલની વેલ્યુ 45,873.43 કરોડ રૂપિયા વધી.

દેશની સૌથી મોટી સરકારી બેંક SBIનું માર્કેટ કેપ પણ 43,614.67 કરોડ રૂપિયા વધીને 9.84 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયું છે. આઇટી સેક્ટરની મોટી કંપની TCSની વેલ્યુમાં 26,303.49 કરોડ રૂપિયા અને હિન્દુસ્તાન યુનિલિવર (HUL)ની વેલ્યુમાં 21,287.29 કરોડ રૂપિયાનો વધારો નોંધાયો.

રિલાયન્સ અને ઇન્ફોસિસને નજીવું નુકસાન થયું

એક તરફ જ્યાં 8 કંપનીઓએ મોટો નફો કમાવ્યો, ત્યાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ઇન્ફોસિસની વેલ્યુમાં ઘટાડો થયો છે. ઇન્ફોસિસનું માર્કેટ કેપ 3,285.03 કરોડ રૂપિયા ઘટીને 5.24 લાખ કરોડ રૂપિયા રહ્યું. જ્યારે, દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વેલ્યુ પણ 947.28 કરોડ રૂપિયા ઓછી થઈ છે. જોકે, ઘટાડા છતાં રિલાયન્સ 18.27 લાખ કરોડ રૂપિયાની વેલ્યુ સાથે દેશની નંબર-1 કંપની બની રહી છે.

બજારમાં તેજીના 2 મોટા કારણો

માર્કેટ એક્સપર્ટ્સ અનુસાર, ગયા અઠવાડિયે તેજી પાછળ મુખ્યત્વે બે કારણો હતા:

  1. ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા: આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ 100 ડોલરથી નીચે આવતા સ્થાનિક બજારને રાહત મળી. ભારત તેની તેલની જરૂરિયાતોનો મોટો હિસ્સો આયાત કરે છે, તેથી તેલ સસ્તું થવાની સીધી અસર બજારના સેન્ટિમેન્ટ પર પડી.
  2. ભૌગોલિક રાજકીય સુધારા: અમેરિકા અને ઈરાન વચ્ચે અસ્થાયી યુદ્ધવિરામના સમાચારોથી રોકાણકારોનો વિશ્વાસ વધ્યો. જોકે, જાણકારોનું કહેવું છે કે હજુ પણ અનિશ્ચિતતા યથાવત છે, જેના કારણે આગળની વૃદ્ધિની ગતિ મર્યાદિત રહી શકે છે.