Health News : શું પાણી પીવાથી શરીરમાં સુગર વધે છે? ડાયાબિટીસ દર્દીઓમાં ખાનપાનને લઈને મૂંઝવણ
ડાયાબિટીસ એક ગંભીર બીમારી છે. જ્યારે શરીરમાં સ્વાદુપિંડ પૂરતું ઇન્સ્યુલિન બનાવી શકતું નથી અથવા શરીર ઇન્સ્યુલિનનો યોગ્ય ઉપયોગ કરી શકતું નથી, ત્યારે લોહીમાં ગ્લુકોઝ (ખાંડ)નું પ્રમાણ વધી જાય છે. ડાયાબિટીસ અનેક પ્રકારના હોય છે. ડાયાબિટીસમાં સુગર લેવલ પર નિયંત્રણ જરૂરી છે. એટલે જ ડાયાબિટીસના દર્દીઓએ ખાનપાનને લઈને ચિંતિત હોય છે. દર્દીઓમાં ચિંતા જોવા મળી કે પાણી પીવાથી શરીરમાં સુગર લેવલ વધે છે. એક્સપર્ટે દર્દીઓની આ મૂંઝવણ પર માહિતી આપી.
શું પાણી પીવાથી શરીરમાં સુગર વધે છે?
એક્સપર્ટના મતે પીવાથી પાણી બ્લડ સુગર વધતું નથી. પાણીમાં ન તો કાર્બોહાઇડ્રેટ્સ હોય છે કે ન તો કેલરી, તેથી જો તમે દરરોજ યોગ્ય માત્રામાં પાણી પીઓ છો, તો તે તમારા શરીરને ગ્લુકોઝને વધુ સારી રીતે પ્રોસેસ કરવામાં મદદ કરે છે. એક સંશોધન મુજબ ઓછું પાણી પીવાથી ચોક્કસપણે તમારા બ્લડ સુગર લેવલ પર અસર પડી શકે છે. ઓછું પાણી પીવાથી ડિહાઇડ્રેશન થઈ શકે છે. જ્યારે શરીરમાં પાણીની ઉણપ હોય છે, ત્યારે લોહીમાં હાજર ગ્લુકોઝ કેન્દ્રિત થઈ જાય છે, જેના કારણે જ્યારે તમે તમારી ખાંડ તપાસો છો, ત્યારે લોહીમાં ખાંડનું સ્તર વધી ગયું હોય તેવું લાગી શકે છે
ડિહાઇડ્રેશનથી બચવા આટલું કરો
ડાયાબિટીસના દર્દીએ દરરોજ પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. કારણ કે શરીરને પૂરતું પાણી મળશે તો કિડની વધારાની ખાંડ બહાર કાઢે છે. પાણી ફક્ત વાળ અને ત્વચા માટે જ સારું નથી, પરંતુ તે તણાવના હોર્મોન્સને સંતુલિત કરવામાં પણ મદદ કરી શકે છે. આ ઇન્સ્યુલિન પ્રતિકારને અમુક હદ સુધી ઘટાડવામાં મદદ કરી શકે છે. દવાની જેમ પાણી લોહીમાં ગ્લુકોઝ ઓછું કરતું નથી, પરંતુ ખૂબ ઓછું પાણી પીવાથી અથવા ખોટા સમયે પાણી પીવાથી લોહીમાં ગ્લુકોઝના વર્તન પર અસર પડી શકે છે, જે ડાયાબિટીસ અથવા ઇન્સ્યુલિન પ્રતિકાર ધરાવતા લોકો માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

