Health Tips : આયુર્વેદનું 'અમૃત' છે હરડે, શરીરના તમામ રોગો માટે રામબાણ ઈલાજ

Last Updated: January 27, 2026By

હરડેને આર્યુવેદમાં અમૃત કહેવામાં આવે છે. શરીરમાં સામાન્ય સમસ્યાથી લઈને ગંભીર રોગોમાં હરડે રામબાણ ઇલાજ માનવામાં આવે છે. આયુર્વેદમાં હરડેને માત્ર એક ઔષધિ નહીં, પણ ‘માતા’ સમાન ગણવામાં આવી છે. જેમ માતા બાળકની સંભાળ રાખે છે, તેમ હરડે શરીરના તમામ અંગોનું રક્ષણ કરે છે. ચરક સંહિતામાં તેને ‘ત્રિદોષ વિનાશક’ કહેવામાં આવી છે, જે વાત, પિત્ત અને કફને સંતુલિત કરી શરીરને નિરોગી રાખે છે. હરડે ને કેમ અમૃત કહેવામાં આવે છે જાણો તેના ફાયદા.

હરડે એક અદ્ભુત જડીબુટ્ટી 

આજકાલ લોકોમાં રોગોનું પ્રમાણ વધ્યું છે. આયુર્વેદ મુજબ, રોગનું મૂળ શરીરમાં અમા (અસ્વસ્થ, અપચિત, ઝેરી પદાર્થો) નું સંચય છે. હરડે એક અદ્ભુત જડીબુટ્ટી છે જે શરીરની જરૂરિયાત મુજબ કામ કરે છે. તેના નિયમિત અને યોગ્ય ઉપયોગથી રંગ સુધારવો, મોઢાના ચાંદા મટાડવું અને વાળ ખરવાનું ઓછું કરવું શક્ય છે. તેનું સેવન શરીરને અંદરથી તાજગી આપે છે.

હરડે ખાવાના જાણો ફાયદા

યોગ્ય રીતે પાચન કરે છે : આયુર્વેદ મુજબ મોટાભાગના રોગોનું મૂળ ‘આમ’ એટલે કે અપચિત ઝેરી પદાર્થ છે. હરડે લોહી અને પાચનતંત્રમાંથી આ કચરાને દૂર કરી શરીરને શુદ્ધ કરે છે. જ્યારે શરીર અંદરથી સાફ થાય છે, ત્યારે તેની ચમક ત્વચા અને આંખો પર સ્પષ્ટ દેખાય છે.

ત્વચા અને વાળ માટે વરદાન : હરડેને ‘રસાયણ’ શ્રેણીમાં રાખવામાં આવી છે, જેનો અર્થ છે કે તે વૃદ્ધત્વને રોકે છે. લોહી શુદ્ધ થવાથી રંગ સુધરે છે અને ખીલ-ચાંદા મટે છે. ત્વચાની સમસ્યા દૂર થાય છે. ચહેરા પર નિખાર લાવે છે. તેના નિયમિત સેવનથી વાળ ખરતા અટકે છે અને કુદરતી મજબૂતી મળે છે.

રોગપ્રતિકાર શક્તિ વધારે છે: બદલાતી ઋતુમાં વારંવાર થતી શરદી, ઉધરસ, ગળાની સમસ્યા કે થાક સામે હરડે રક્ષણાત્મક કવચ પૂરું પાડે છે. તે લિવરને મજબૂત બનાવે છે અને શરીરમાં ઉર્જાનું સ્તર જાળવી રાખે છે.

આ લોકોએ હરડેનું સેવન ટાળવું

આ ઔષધિમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાની ક્ષમતા છે. રડે માત્ર પેટ સાફ કરવાની દવા નથી, પણ તે આખા શરીરને રિપેર અને રિચાર્જ કરતું કુદરતી ટોનિક છે. હરડે ભલે અમૃત સમાન હોય, પણ તેના અતિરેકથી નબળાઈ અથવા ઝાડા થઈ શકે છે. સગર્ભા સ્ત્રીઓ, અત્યંત નબળાઈ ધરાવતી વ્યક્તિઓ અથવા ઉપવાસ કરનારા લોકોએ ડોક્ટરની સલાહ વગર તેનો ઉપયોગ કરવો જોઈએ નહીં.

આ પણ વાંચો : Heart Attck : સાવધાન! ભારતીયોમાં કેમ વધી રહ્યું છે હાર્ટ એટેકનું જોખમ, જાણો તેના કારણો અને બચવાના ઉપાયો

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )