Health Tips : કેમ યુવાનો સાંધાના દુખાવાની સમસ્યાના શિકાર થઈ રહ્યા છે, જાણો કારણો અને કરો ઉપાય
આજકાલ 20 અને 30ની ઉંમરના યુવાનોમાં પણ ઘૂંટણ, પીઠ, ગરદન અને ખભાનો દુખાવાની સમસ્યા જોવા મળે છે. યુવાનોમાં આ દુખાવો સામાન્ય બની ગયો છે. આજે ઘણા યુવાનો થોડીવાર બેઠા પછી ઉભા થવામાં મુશ્કેલી અનુભવે છે, અથવા હળવી કસરત કર્યા પછી પણ સાંધાનો દુખાવો અનુભવે છે. યુવાનોમાં વયસ્કની જેમ સાંધામાં દુખાવાની સમસ્યા જોવા મળે છે તે એ એક ચિંતાનો વિષય છે. યુવાનોમાં દેખાતા આ સાંધાના દુખાવાના કારણો અને તેને કેવી રીતે અટકાવી શકાય તેના ઉપાય જાણીએ.
સાંધાના દુખાવના આ છે કારણ
આજની કાર્યશીલ જીવનશૈલીએ મોબાઇલ ફોન અને લેપટોપનો ઉપયોગ નોંધપાત્ર રીતે વધાર્યો છે. લાંબા સમય સુધી બેસી રહેવાથી અને હલનચલન મર્યાદિત રાખવાથી સ્નાયુઓ નબળા પડે છે. જ્યારે સ્નાયુઓ નબળા પડે છે, ત્યારે તેઓ સાંધા પર વધુ દબાણ લાવે છે. વાળીને બેસવું, ગરદન નીચે રાખીને મોબાઈલ જોવો અથવા લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં રહેવું ગરદન, ખભા અને પીઠ માટે હાનિકારક છે. ખોટી કે વધુ પડતી કસરતના કારણે પણ યુવાનોમાં આ દુખાવો જોવા મળે છે. અથવા ભારે વજન ઉપાડવાથી અથવા ટ્રેનર વિના ભારે કસરત કરવાથી સાંધામાં દુખાવાની સમસ્યા થાય છે.
યુવાનોએ સાંધાના દુખાવાથી બચવાના ઉપાય
યુવાનોમાં સાંધાનો દુખાવાનું કારણ બદલાતી જીવનશૈલી છે. ખોરાકની આદતોને કારણે ૨૦ થી ૩૦ વર્ષના યુવાનો પણ તેનો શિકાર બની રહ્યા છે. આ દુખાવાથી બચવા યુવાનોએ આ ઉપચાર જરૂર અજમાવવા જોઈએ. સ્મોકિંગ હાડકાંને નબળા પાડે છે એટલે તેમણે ધ્રુમપાનની આદત બદલવી પડશે. વધારે પડતું વજન ઘૂંટણ અને કમરના સાંધા પર દબાણ લાવે છે. જો તમે માત્ર ૫ કિલો વજન ઘટાડો છો, તો પણ સાંધાના દુખાવામાં મોટી રાહત અનુભવી શકાય છે. બેઠાડુ જીવન છોડીને શરીરને ગતિશીલ રાખો એટલે કે હળવી કસરત કરો. કેલ્શિયમ અને વિટામિન Dથી ભરપૂર ખોરાક લો. હળદર, અખરોટ, અળસીને રોંજિદા આહારમાં સ્થાન આપો.
આ પણ વાંચો : Lifestyle: માત્ર ₹10માં પાર્લર જેવો નિખાર,ફટકડીના આ 5 જાદુઈ ફાયદા તમને કરી દેશે હેરાન!
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )
આ પણ વાંચો : Best Fruits For Glowing Skin: આ 5 ફળો ખાવાથી ત્વચા ચમકશે અને વધશે રોગપ્રતિકારક શક્તિ
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

