Health Tips If your blood pressure drops frequently try these amazing Ayurvedic recipes | Gujarat News
હાઈ બ્લડ પ્રેશરની જેમ જ લો બ્લડ પ્રેશરની સમસ્યા આજકાલ ખૂબ સામાન્ય બની છે. આ તકલીફ ખાસ કરીને સ્ત્રીઓ અને યુવતીઓમાં વધુ જોવા મળે છે. લો બીપીના કારણે ચક્કર આવવા, અતિશય નબળાઈ લાગવી, આંખો સામે અંધારા આવવા (ઝાંખી દ્રષ્ટિ) અને સતત થાકનો અનુભવ થવો જેવા લક્ષણો જોવા મળે છે, જે ઉનાળાની ઋતુમાં વધુ ગંભીર બની જાય છે. ઘણીવાર લોકો આનાથી બચવા માટે જાતજાતના ઘરેલું ઉપચારો કરે છે, પરંતુ યોગ્ય માહિતીના અભાવે તે બિનઅસરકારક સાબિત થાય છે. આજે અમે આયુર્વેદિક નિષ્ણાત દ્વારા સૂચવવામાં આવેલો એક અત્યંત સરળ અને રામબાણ ઈલાજ શેર કરી રહ્યા છીએ, જે લો બીપીની સમસ્યામાં તાત્કાલિક રાહત આપી શકે છે.
આર્યુવેદિક નુસખા ઘટાડશે બ્લડ પ્રેશર
આર્યુવેદિક નિષ્ણાત કહે છે કે જો તમને લો બીપીની તકલીફ હોય તો આ દેશી આયુર્વેદિક ઉપાય ચોક્કસ અજમાવવો જોઈએ. સૌપ્રથમ ગોળનો એક નાનો ટુકડો લો. યાદ રાખો કે ગોળ દેશી અને શુદ્ધ હોવો જોઈએ, કેમિકલથી પોલિશ કરેલો સફેદ ગોળ ન વાપરવો. હવે એક ચમચી કે છરીની મદદથી ગોળના ટુકડાની વચ્ચે એક નાનું કાણું (હોલ) કરો. આ કાણામાં એક ચપટી જેટલી હિંગ ભરી દો. આ હિંગ ભરેલા ગોળના ટુકડાને મોંમાં મૂકીને ટોફી કે કેન્ડીની જેમ ધીમે-ધીમે ચૂસો. આ ઉપાય બ્લડ પ્રેશરને તરત જ સ્ટેબિલાઇઝ (સ્થિર) કરવામાં મદદ કરે છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

