Health Tips : ડાયાબિટીસમાં ખાંડને બદલે ગોળ ખાવો જોઈએ? સુગર કંટ્રોલ કરશે આ વાનગીઓ

Last Updated: March 10, 2026By

ડાયાબિટીસ એક ગંભીર બીમારી છે. આ બીમારીનું નિદાન થયા પછી બ્લડ સુગર નિયંત્રણમાં રાખવું જરૂરી છે. ડાયાબિટીસમાં દૈનિક આહારમાં ખાનપાનમાં ધ્યાન રાખવું પડે છે. ખાસ કરીને રોજિંદા આહારમાંથી ખાંડવાળી વાનગીને દૂર કરવી પડે છે. ખાંડનું નિયમિત સેવન શરીરમાં સુગર લેવલ વધારે છે. જે આગળ જતા ગંભીર સમસ્યા પેદા કરી શકે છે. ડાયાબિટીસની જેમ મેદસ્વિતાની સમસ્યામાં ખાંડનું સેવન ટાળવાનું ડોક્ટર સલાહ આપે છે. પરંતુ જો તમને ગળપણવાળી વસ્તુ ખાવાનું મન થયા તો તમે આ વાનગીઓમાં ખાંડના બદલે ગોળનો ઉપયોગ કરી શકો છો.

આહારમાં ગોળની આ વાનગીનો કરો ઉપયોગ

ગોળની ખીર : ગોળની ખીર બનાવવા માટે, એક કડાઈમાં થોડું ઘી ગરમ કરો. તેમાં લોટ ઉમેરો અને સુગંધ આવે ત્યાં સુધી ધીમા તાપે શેકો. ગોળનું પાણી (પાણીમાં ઓગળેલું ગોળ) ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. ખીર ઘટ્ટ થઈ જાય પછી, ઉપર સૂકા ફળો છાંટીને પીરસો.

ગોળની પુરી  : ગોળની પુરીઓ બનાવવા માટે, ગોળને હુંફાળા પાણીમાં ઓગાળી લો. તેમાં લોટ, થોડી વરિયાળી અને ચપટી મીઠું નાખીને લોટ ભેળવો. લોટમાંથી નાની પુરીઓ કાઢો અને ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. તમારી સ્વાદિષ્ટ ગોળની પુરીઓ તૈયાર છે.

ગોળની ચા : ચા બનાવતી વખતે, તમે ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરી શકો છો. સૌપ્રથમ, ચાના પાન, આદુ અને એલચી સાથે પાણી ઉકાળો. પછી, દૂધ ઉમેરો, અને છેલ્લે, ગોળ ઉમેરો, સારી રીતે હલાવતા રહો. ગાળી લો અને પીરસો. આ ચા પીવામાં સ્વાદિષ્ટ છે.

ખાંડના સેવન પર કરો નિયંત્રણ

મોટાભાગના લોકો મીઠાઈઓ બનાવવા માટે ખાંડનો ઉપયોગ કરે છે. તમે આ ઉપર જણાવેલ કોઈપણ મીઠાઈમાં ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરી શકો છો. આ સિવાય ફાડા લાપસી પણ લોકો ગોળમાં  બનાવે છે. ખાંડ ફક્ત ડાયાબિટીસના દર્દી જ નહીં લોકો માટે પણ નુકસાનકારક છે. વધુ પડતી ખાંડનું સેવન હાડકાં નબળા બનાવે છે.  રોજિંદા આહારમાં લોકોએ ખાંડના સેવન પર નિયંત્રણ રાખવું જોઈએ. 

આ પણ વાંચો : Health Tips : એસિડિટીની સમસ્યામાંથી મળશે છુટકારો, અજમાવો આ ઘરેલુ ઉપાય

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )