Health Tips : શું તમે પણ એનિમિયાના શિકાર છો? જાણો શરીરમાં લોહી વધારવાની સૌથી સરળ અને અસરકારક રીતો
ભારતીય મહિલાઓમાં એનિમિયાની સૌથી મોટી સમસ્યા જોવા મળે છે. તેનું એક કારણ પોષણનો અભાવ અને બિનઆરોગ્યપ્રદ ખાવાની આદતો છે. શરીરમાં લોહીની ઉણપના કારણે મહિલાઓ કેટલીક ગંભીર બીમારીની શિકાર થાય છે. હેલ્થ એક્સપર્ટે શરીરમાં લોહીની ઉણપ કેવી રીતે વધારવી તેને લઈને સૂચન કર્યું. જેથી હિમોગ્લોબીન વધશે અને મહિલાઓનું સ્વાસ્થ્ય પણ સુધરશે.
એનિમિયાની સામાન્ય સમસ્યા શરીર પર ગંભીર અસર
શરીરમાં એનિમિયાની સમસ્યા છે કે નહીં તેની ઓળખ કરવી જરૂરી છે. એક્સપર્ટે કહ્યું કે જો તમને સતત નબળાઈ, થાક, વાળ ખરવા, ધ્યાન અને એકાગ્રતાનો અભાવ હોવો અથવા તમારા નખ બરડ થવાની સમસ્યા વારંવાર થતી હોય તો જરૂરથી તમારા શરીરમાં લોહીની ઉણપ છે. શરીરમાં આ સમસ્યા દેખાય તો તમે એનિમિયાથી પીડિત હોઈ શકો છો. એનિમિયાની સમસ્યા ભલે સામાન્ય લાગે પરંતુ સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરે છે. આ માટે તમારા આહારમાં કેટલીક સરળ વસ્તુઓનો સમાવેશ કરીને એનિમિયાને દૂર કરી શકો છો.
લોહીની ઉણપ દૂર કરવા માટે શ્રેષ્ઠ છે બીટ
બીટ મૂળ શાકભાજી છે. બીટ હિમોગ્લોબિન વધારવા માટે સૌથી અસરકારક અને વિશ્વસનીય ઘરેલું ઉપાય છે. તે આયર્ન, ફોલેટ અને વિટામિન સીથી ભરપૂર છે, જે લાલ રક્તકણોના નિર્માણમાં મદદ કરે છે. તેથી, જો તમે એનિમિયાથી પીડિત છો, તો બીટને ચોક્કસપણે તમારા આહારમાં શામેલ કરવું જોઈએ. બીટરૂટનો ઉપયોગ તમારા આહારમાં ઘણી રીતે કરી શકાય છે. બીટરૂટનો રસ પીવો એ શ્રેષ્ઠ રસ્તો છે. તમે તેને સલાડ અથવા શાકભાજી તરીકે પણ ખાઈ શકો છો. વધુ ફાયદા મેળવવા માટે, તમે સવારે ખાલી પેટે જ્યુસનું સેવન કરી શકો છો. આ ઉપરાંત લોહી વધારવા તમે બીટ સિવાય પાલક, ગોળ-ચણા અને ખજૂર જેવા ખોરાકને દિનચર્યામાં સામેલ કરી શકો છો.
આ પણ વાંચો : Lifestyle: સવારે ખાલી પેટ કયા ફળો ન ખાવા જોઈએ, શું કહે છે ડાયેટિશિયન?, જાણો
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

