IND-ENG મેચમાં અધધધ…રેકોર્ડ્સ તૂટ્યા:સંજુએ કોહલીની બરાબરી કરી, ટીમ ઈન્ડિયાએ છગ્ગાઓનો વરસાદ વરસાવ્યો, રેકોર્ડ્સ

Last Updated: March 6, 2026By

ભારતે ઇંગ્લેન્ડને હરાવીને ચોથી વખત T20 વર્લ્ડ કપની ફાઈનલમાં સ્થાન મેળવી લીધું. ટીમ ઈન્ડિયા 4 વર્લ્ડ T20 ફાઈનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી બીજી સેમિફાઈનલમાં ભારતે ઇંગ્લેન્ડને 7 રનથી હરાવ્યું. ભારતીય ટીમે આ વખતે ટુર્નામેન્ટમાં 88 છગ્ગા પણ પૂરા કર્યા. ટીમે એક એડિશનમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ પણ બનાવ્યો. જ્યારે સંજુ સેમસને 89 રનની ઇનિંગ્સ રમતા T20 વર્લ્ડ કપમાં કોઈ ભારતીય દ્વારા સૌથી મોટી ઇનિંગ્સ રમવાના મામલે વિરાટ કોહલીની બરાબરી કરી લીધી. વાંચો IND vs ENG મેચના ટૉપ રેકોર્ડ્સ… 1. ભારત ચોથી વખત ફાઈનલમાં પહોંચનારી પહેલી ટીમ ભારત ચોથી વખત T20 વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી ગયું છે, જે કોઈપણ ટીમ દ્વારા સૌથી વધુ છે. આ પહેલા ભારતીય ટીમ 2007, 2014 અને 2024માં ફાઈનલ રમી ચૂકી હતી. પાકિસ્તાન, શ્રીલંકા અને ઇંગ્લેન્ડે 3-3 ફાઈનલ રમ્યા છે. 2026માં ફાઈનલમાં પહોંચીને ભારતે વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો. ટીમ સતત બે T20 વર્લ્ડ કપ (2024 અને 2026) ફાઈનલમાં સ્થાન મેળવનારી ત્રીજી ટીમ પણ બની ગઈ. આ પહેલા પાકિસ્તાન (2007, 2009) અને શ્રીલંકા (2012, 2014) જ આ સિદ્ધિ હાંસલ કરી શક્યા હતા. ભારત ICC વ્હાઇટ બોલ ટુર્નામેન્ટમાં સતત ચોથી ફાઈનલ રમશે. ટીમ 2023માં વન-ડે વર્લ્ડ કપ અને 2025માં ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલ પણ રમી ચૂકી છે. 2. એક T20 વર્લ્ડ કપ મેચમાં સૌથી વધુ સિક્સર લાગી ભારત અને ઇંગ્લેન્ડે મળીને 34 છગ્ગા ફટકાર્યા, બંનેએ T20 વર્લ્ડ કપની એક મેચમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો. આ રેકોર્ડમાં બીજા નંબરે વેસ્ટ ઇન્ડીઝ-ઝિમ્બાબ્વેની મેચ છે. બંને ટીમે મળીને ત્યારે 31 સિક્સર ફટકારી હતી. મુંબઈમાં રમાયેલી સેમિફાઈનલમાં ભારત અને ઇંગ્લેન્ડની મેચમાં ચોગ્ગાનો પણ વરસાદ થયો. મેચમાં કુલ 73 બાઉન્ડરી (39 ચોગ્ગા અને 34 છગ્ગા) લાગી, જે T20 વર્લ્ડ કપની કોઈ એક મેચમાં સૌથી વધુ છે. આ પહેલાં આ જ મેદાન પર 2016માં ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકાની મેચમાં 61 બાઉન્ડરી લાગી હતી. 3. ભારત-ઇંગ્લેન્ડ મેચમાં 499 રન બન્યા મુંબઈમાં રમાયેલી ભારત અને ઇંગ્લેન્ડની મેચમાં બંને ટીમે મળીને 499 રન બનાવ્યા, જે T20 ઇન્ટરનેશનલ ઇતિહાસનો બીજો સૌથી મોટો મેચ ટોટલ છે. આ રેકોર્ડમાં પ્રથમ સ્થાન 2023માં સેન્ચુરિયનમાં રમાયેલી સાઉથ આફ્રિકા-વેસ્ટ ઇન્ડીઝ મેચ (517 રન)નું છે. 4. ભારતનો T20 વર્લ્ડ કપમાં બીજો બેસ્ટ સ્કોર ભારતે T20 વર્લ્ડ કપમાં પોતાનો બીજો સૌથી મોટો સ્કોર બનાવ્યો. ટીમ ઈન્ડિયાનો સૌથી મોટો સ્કોર રેકોર્ડ 256 રન છે, જે ટીમે આ જ વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વે સામે સુપર-8 મેચમાં બનાવ્યો હતો. ઓવરઓલ T20 વર્લ્ડ કપમાં આ ચોથો સૌથી મોટો સ્કોર રહ્યો. શ્રીલંકાના નામે T20 વર્લ્ડ કપમાં હાઈએસ્ટ ટોટલનો રેકોર્ડ છે, ટીમે કેન્યા સામે 2007માં 260 રન બનાવ્યા હતા. 5. ભારત એક T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ સિક્સર ફટકારનારી ટીમ T20 વર્લ્ડ કપ 2026માં ભારતે સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો. ટીમે આખી ટુર્નામેન્ટમાં 88 સિક્સર ફટકારી, જે કોઈપણ એક એડિશનમાં કોઈપણ ટીમ દ્વારા સૌથી વધુ છે. આ રેકોર્ડમાં બીજા નંબરે વેસ્ટ ઇન્ડીઝ છે, જેણે આ જ વર્ષે 76 છગ્ગા ફટકાર્યા. ત્રીજા સ્થાને સાઉથ આફ્રિકા (72 સિક્સર) રહ્યું. આ પહેલા 2024માં વેસ્ટ ઇન્ડીઝે 62 અને ભારતે 61 છગ્ગા ફટકાર્યા હતા. 6. ભારતે એક ઇનિંગમાં સૌથી વધુ સિક્સર ફટકારવાની બરાબરી કરી ભારતે ઇંગ્લેન્ડ સામે મુંબઈમાં રમાયેલી મેચની એક ઇનિંગમાં 19 છગ્ગા ફટકારીને T20 વર્લ્ડ કપના રેકોર્ડની બરાબરી કરી લીધી. આ પહેલા 2014માં નેધરલેન્ડ્સે આયર્લેન્ડ સામે સિલહટમાં 19 છગ્ગા ફટકાર્યા હતા. 2026માં જ વેસ્ટ ઇન્ડીઝે ઝિમ્બાબ્વે સામે મુંબઈમાં 19 છગ્ગા ફટકાર્યા હતા. આ રેકોર્ડમાં ભારતનો ઝિમ્બાબ્વે સામે ચેન્નઈમાં બનાવેલો 17 સિક્સર પણ સામેલ છે. 7. ભારતે છઠ્ઠી વખત 250+નો સ્કોર બનાવ્યો ભારત T20 ક્રિકેટમાં સૌથી વધુ 250 કે તેથી વધુ રન બનાવનારી ટીમ બની ગઈ છે. ટીમે અત્યાર સુધીમાં 6 વખત 250+નો સ્કોર બનાવ્યો છે. આ મામલે બીજા નંબર પર IPL ફ્રેન્ચાઇઝી સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) છે, જેણે 5 વખત આ આંકડો પાર કર્યો છે. વેસ્ટ ઇન્ડીઝ, ઝિમ્બાબ્વે અને ઇંગ્લિશ કાઉન્ટી ટીમ સરેએ 3-3 વખત 250+નો સ્કોર બનાવ્યો છે. 8. સંજુએ ભારત માટે એક વર્લ્ડ કપમાં સૌથી વધુ સિક્સર ફટકારી સંજુ સેમસને T20 વર્લ્ડ કપ 2026માં 16 છગ્ગા ફટકારીને એક એડિશનમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર ભારતીય બનવાનો રેકોર્ડ બનાવ્યો. તેણે રોહિત શર્માના 2024ના રેકોર્ડને પાછળ છોડ્યો. ત્યારે રોહિતે 15 છગ્ગા ફટકાર્યા હતા. 2026માં જ શિવમ દુબે પણ 15 સિક્સર ફટકારી ચૂક્યો છે. જ્યારે ઈશાન કિશન અને હાર્દિક પંડ્યાએ 14-14 છગ્ગા ફટકાર્યા છે. યુવરાજ સિંહે 2007 વર્લ્ડ કપમાં 12 સિક્સર ફટકારી હતી. 9. સંજુએ કોહલીની બરાબરી કરી સંજુ સેમસન T20 વર્લ્ડ કપ નૉકઆઉટમાં સૌથી મોટી ઇનિંગ્સ રમનારા ભારતીયોમાં વિરાટ કોહલીની બરાબરી પર પહોંચી ગયો. સંજુએ ઇંગ્લેન્ડ સામે 89 રન બનાવ્યા. કોહલીએ 2016ની સેમિફાઈનલમાં વેસ્ટ ઇન્ડીઝ સામે 89 રન બનાવ્યા હતા. આ રેકોર્ડમાં વિરાટ કોહલીનું પ્રભુત્વ જોવા મળે છે. તેણે 2014 અને 2024ના નૉકઆઉટ મુકાબલાઓમાં પણ મોટી ઇનિંગ્સ રમી હતી, જ્યારે 2007ની ફાઈનલમાં પાકિસ્તાન સામે ગૌતમ ગંભીરની 75 રનની ઇનિંગ્સ પણ ભારતની સૌથી મહત્ત્વપૂર્ણ નૉકઆઉટ ઇનિંગ્સમાં સામેલ છે. 10. બેથેલની બીજી સૌથી ઝડપી સદી ઇંગ્લેન્ડના જેકબ બેથેલે T20 વર્લ્ડ કપ 2026ની સેમિફાઈનલમાં ભારત સામે 45 બોલમાં સદી ફટકારી હતી. આ વર્લ્ડ કપની બીજી સૌથી ઝડપી સદી હતી. આ રેકોર્ડમાં પ્રથમ સ્થાન ન્યૂઝીલેન્ડના ફિન એલનનું છે, જેણે આ જ ટુર્નામેન્ટની પહેલી સેમિફાઈનલમાં સાઉથ આફ્રિકા સામે કોલકાતામાં માત્ર 33 બોલમાં સદી ફટકારી હતી. ત્રીજા નંબરે વેસ્ટ ઇન્ડીઝનો ક્રિસ ગેલ છે, જેમણે 2016માં ઇંગ્લેન્ડ સામે 47 બોલમાં સદી ફટકારી હતી. ગેલે 2007માં સાઉથ આફ્રિકા સામે 50 બોલમાં પણ સદી બનાવી હતી. જ્યારે ઇંગ્લેન્ડના હેરી બ્રુકે 2026માં પાકિસ્તાન સામે પલ્લેકેલેમાં 50 બોલમાં સદી ફટકારી હતી. 11. બેથેલે નોકઆઉટમાં સૌથી મોટી ઇનિંગ રમી ઇંગ્લેન્ડના જેકબ બેથેલે ભારત સામે મુંબઈમાં 105 રન બનાવીને T20 વર્લ્ડ કપ નોકઆઉટ ઇતિહાસની સૌથી મોટી વ્યક્તિગત ઇનિંગ રમી. આ પહેલા ન્યૂઝીલેન્ડના ફિન એલને સાઉથ આફ્રિકા સામે કોલકાતામાં જ 100 રન બનાવ્યા હતા. ત્રીજા નંબર પર શ્રીલંકાના તિલકરત્ને દિલશાન છે, જેણે 2009માં વેસ્ટ ઇન્ડીઝ સામે 96* રન બનાવ્યા હતા. ભારતના વિરાટ કોહલી (89* રન) અને સંજુ સેમસન (89 રન) પણ આ રેકોર્ડમાં સામેલ છે. 12. વરુણ નોકઆઉટમાં સૌથી મોંઘો બોલર ભારતના વરુણ ચક્રવર્તી T20 વર્લ્ડ કપ નોકઆઉટ ઇતિહાસના સૌથી મોંઘો બોલર બની ગયો છે. તેણે ઇંગ્લેન્ડ સામે 4 ઓવરમાં 64 રન ખર્ચ કર્યા. આ રેકોર્ડમાં બીજા નંબર પર ઇંગ્લેન્ડના જોફ્રા આર્ચર છે, જેણે આ જ મેચમાં ભારત સામે 61 રન આપ્યા. 13. જેક્સના નંબર-6 કે તેથી નીચે એક T20 વર્લ્ડ કપ એડિશનમાં સૌથી વધુ રન ઇંગ્લેન્ડના વિલ જેક્સ નંબર-6 કે તેથી નીચે બેટિંગ કરતા એક T20 વર્લ્ડ કપ એડિશનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. તેણે 2026 વર્લ્ડ કપમાં 226 રન બનાવ્યા અને 2007માં પાકિસ્તાનના મિસ્બાહ-ઉલ-હકના 218 રનના રેકોર્ડને પાછળ છોડી દીધો. ——————————————————- T20 વર્લ્ડ કપમાં IND-ENG મેચ સંબંધિત આ સમાચાર પણ વાંચો.. 1. ભારત ચોથી વખત T20 વર્લ્ડકપ ફાઈનલમાં; ઇંગ્લેન્ડને 7 રનથી હરાવ્યું ભારતે ચોથી વખત T20 વર્લ્ડકપની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ટીમે ગુરુવારે બીજી સેમિફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડને 7 રનથી હરાવ્યું. ભારતીય ટીમ તરફથી સંજુ સેમસને 89 રનની ઇનિંગ રમી. તે પ્લેયર ઓફ ધ મેચ રહ્યો. સંપૂર્ણ સમાચાર વાંચો… 2. મેચમાં માહિકાની સાથે જોવા મળ્યો હાર્દિકનો દીકરો, VIDEO:રોહિત-ધોની સહિત સેલિબ્રિટિઝનો સ્ટેડિયમમાં જમાવડો, સાક્ષી-માહીનો વીડિયો વાઇરલ; મેચ મોમેન્ટ્સ ભારતે ચોથી વખત T20 વર્લ્ડ કપની ફાઇનલમાં સ્થાન મેળવી લીધું. ટીમે ગુરુવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી બીજી સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડને 7 રનથી હરાવી દીધું. મેચમાં ઘણી મહત્વપૂર્ણ મોમેન્ટ્સ જોવા મળી. કેપ્ટન હેરી બ્રુકે સંજુ સેમસનનો કેચ 15 રન પર છોડી દીધો, જે પાછળથી ઇંગ્લેન્ડ પર ભારે પડ્યો. સંપૂર્ણ સમાચાર વાંચો…