IND Vs NZ વચ્ચે ચોથી T20 આજે:ભારતે વાઇઝેગમાં 4માંથી 3 મેચ જીતી, બુમરાહને આરામ મળી શકે છે

Last Updated: January 27, 2026By

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચોથી T20 આજે વિશાખાપટ્ટનમના ડો. વાય.એસ. રાજશેખર રેડ્ડી ACA-VDCA સ્ટેડિયમમાં રમાશે. આ મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે, જેનો ટૉસ સાંજે 6.30 વાગ્યે થવાનો છે. ત્રીજી T20 મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 8 વિકેટે હરાવીને સિરીઝ પોતાના નામે કરી લીધી હતી. પાંચ મેચની સિરીઝમાં ન્યૂઝીલેન્ડ 0-3 થી પાછળ છે. ભારતે વાઈઝેગમાં રમાયેલા ચાર મેચમાંથી ત્રણમાં જીત મેળવી છે, જ્યારે ઓસ્ટ્રેલિયા સામે એક મેચ હારી છે. અર્શદીપની વાપસી થઈ શકે છે
જસપ્રિત બુમરાહને આ મેચમાં આરામ આપવામાં આવી શકે છે. તેના વર્કલોડ અને T20 વર્લ્ડ કપ 2026ને ધ્યાનમાં લેતા બુમરાહની જગ્યાએ અર્શદીપ સિંહને તક મળવાની શક્યતા છે. અર્શદીપને ત્રીજી મેચમાં આરામ આપવામાં આવ્યો હતો. T20Iમાં ભારતનું પલડું ભારે
ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે અત્યાર સુધી કુલ 30 T20 ઇન્ટરનેશનલ મેચ રમાઈ છે, જેમાં ભારતે 17 મેચમાં જીત મેળવી છે. જ્યારે ન્યૂઝીલેન્ડને 10 મેચમાં સફળતા મળી છે. 3 મેચનું પરિણામ આવ્યું નથી. ભારતીય ધરતી પર બંને ટીમ વચ્ચે 14 T20 મેચ રમાઈ છે, જ્યાં હોમ ટીમ ભારતે 10 મેચ જીતી છે, જ્યારે ન્યૂઝીલેન્ડને માત્ર 4 મુકાબલામાં જીત નસીબ થઈ છે. સૂર્યકુમાર યાદવ સિરીઝનો ટૉપ સ્કોરર
ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવે બીજી T20માં 82 અને ત્રીજીમાં અણનમ 57 રન બનાવ્યા હતા. હાલમાં તે સિરીઝ અને ટીમ બંનેનો ટૉપ સ્કોરર છે. તેના સિવાય અભિષેક શર્મા 2 અને ઈશાન કિશન 1 ફિફ્ટી ફટકારી ચૂક્યા છે. બોલિંગમાં હાર્દિક પંડ્યા ટોચ પર છે. જેકબ ડફી ન્યૂઝીલેન્ડનો ટૉપ બોલર ન્યૂઝીલેન્ડ માટે ઓલરાઉન્ડર ગ્લેન ફિલિપ્સે સૌથી વધુ 145 રન બનાવ્યા છે. તેણે પ્રથમ T20 મેચમાં 78 અને ત્રીજીમાં 48 રન બનાવ્યા હતા. બોલિંગમાં ફાસ્ટ બોલર જેકબ ડફી 3 વિકેટ ઝડપી ચૂક્યો છે. હાઈ સ્કોરિંગ છે પીચ વિશાખાપટ્ટનમના સ્ટેડિયમની પીચ બેટર્સ માટે મદદરૂપ માનવામાં આવે છે. અહીં સારો બાઉન્સ અને રફ્તાર મળે છે, જેનાથી બોલ સીધો બેટ પર આવે છે અને મોટા સ્કોર બને છે. જેમ-જેમ મેચ આગળ વધે છે, તેમ સ્પિન બોલરોને પણ મદદ મળવા લાગે છે. વળી, ઝાકળ પડવાને કારણે ટાર્ગેટને ચેઝ કરવો સરળ બની જાય છે. આ સ્ટેડિયમમાં અત્યાર સુધી 4 T20 રમાઈ છે. 3માં ચેઝ કરનારી અને એકમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમને જીત મળી છે. અહીંનો શ્રેષ્ઠ સ્કોર 209 રન છે, જે ભારતે 2023માં ઓસ્ટ્રેલિયા સામે બનાવ્યો હતો. વરસાદની શક્યતા નથી વિશાખાપટ્ટનમમાં બુધવારે તાપમાન 19 થી 27 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે. મેચના દિવસે વરસાદની કોઈ શક્યતા નથી. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11 ભારત (IND): સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રિંકુ સિંહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, જસપ્રીત બુમરાહ/અર્શદીપ સિંહ અને વરુણ ચક્રવર્તી. ન્યૂઝીલેન્ડ (NZ): મિચેલ સેન્ટનર (કેપ્ટન), ડેવોન કોનવે/ફિન એલન, ટિમ સેફર્ટ (વિકેટકીપર), રચિન રવીન્દ્ર, ગ્લેન ફિલિપ્સ, ડેરીલ મિચેલ, માર્ક ચેપમેન/જીમી નીશમ, કાઇલ જેમીસન, જેકબ ડફી, ઈશ સોઢી અને મેટ હેનરી.