India-A Comeback Against Sri Lanka-A; Sai Sudharsan Ton

Last Updated: July 3, 2026By

ગૉલ2 કલાક પેહલા

  • કૉપી લિંક

સાઈ સુદર્શન અને દેવદત્ત પડિકલે 181 રનની ભાગીદારી કરી.

ઈન્ડિયા-A એ શ્રીલંકા-A સામેની બીજી અનઓફિશિયલ ટેસ્ટમાં કમબેક કર્યું છે. બીજા દિવસની રમત સમાપ્ત થઈ ત્યાં સુધીમાં ઈન્ડિયા-Aએ પહેલી ઇનિંગમાં 1 વિકેટે 247 રન બનાવ્યા છે. સાઈ સુદર્શન 104 અને દેવદત્ત પડિકલ 94 રન બનાવીને અણનમ છે. બંને વચ્ચે બીજી વિકેટ માટે 181 રનની ભાગીદારી થઈ ચૂકી છે. ઈન્ડિયા-A હજુ શ્રીલંકા-Aના પ્રથમ દાવના સ્કોરથી 119 રન પાછળ છે.

આ પહેલા ગૉલમાં શ્રીલંકા-Aએ પોતાની પહેલી ઇનિંગ્સમાં 366 રન બનાવ્યા. કેપ્ટન સહાન અરાચિગેએ શાનદાર 127 રનની ઇનિંગ્સ રમી. ઈન્ડિયા-A તરફથી ગુરનૂર બરાર અને સારાંશ જૈને 4-4 વિકેટ લીધી, જ્યારે યશ ઠાકુરને 2 સફળતા મળી.

સુદર્શનના બેટિંગની તસવીરો…

ઓન ડ્રાઇવ રમતો સાઈ સુદર્શન.

ઓન ડ્રાઇવ રમતો સાઈ સુદર્શન.

ઓફ સાઇડમાં કટ શોટ રમતો સુદર્શન.

ઓફ સાઇડમાં કટ શોટ રમતો સુદર્શન.

સદી ફટકાર્યા બાદ સુદર્શન.

સદી ફટકાર્યા બાદ સુદર્શન.

સુદર્શન-પડિકલે મેચનું પાસું પલટ્યું

ઈન્ડિયા-Aની શરૂઆત સારી રહી. અમન મોખાડે અને સાઈ સુદર્શને પ્રથમ વિકેટ માટે 66 રન જોડ્યા. મોખાડે 48 બોલમાં 38 રન બનાવીને કેશરા નુવાંથાનો શિકાર બન્યો. આ પછી સુદર્શને દેવદત્ત પડિકલ સાથે ઇનિંગ્સ સંભાળી.

બંને બેટર્સે બીજી વિકેટ માટે 181 રનની અણનમ ભાગીદારી કરી. સાઈ સુદર્શને 13 ચોગ્ગાની મદદથી અણનમ 104 રન બનાવ્યા. દેવદત્ત પડિક્કકલ 11 ચોગ્ગાના સહારે 94 રન બનાવીને ક્રિઝ પર હાજર છે.

દેવદત્ત પડિકલ 94 રન બનાવીને અણનમ રહ્યો.

દેવદત્ત પડિકલ 94 રન બનાવીને અણનમ રહ્યો.

કેપ્ટન સહાનની સદીથી શ્રીલંકા-Aએ 366 રન બનાવ્યા

આ પહેલા શ્રીલંકા-Aએ પોતાની પ્રથમ ઇનિંગમાં 110 ઓવરમાં 366 રન બનાવ્યા. કેપ્ટન સહાન અરાચિગેએ 127 રનની ઇનિંગ રમી. તેણે 13 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. વિકેટકીપર અંજલા બંડારાએ 42 રન, નુવાનિડુ ફર્નાન્ડોએ 44 રન, પવંથા વીરાસિંઘેએ 39 અને અશેન બંડારાએ 34 રનનું યોગદાન આપ્યું.

સહાન અરાચિગેએ 127 રન બનાવ્યા.

સહાન અરાચિગેએ 127 રન બનાવ્યા.

બરાર-જૈને 4-4 વિકેટ ઝડપી

ઈન્ડિયા-A તરફથી ફાસ્ટ બોલર ગુરનૂર બરાર અને સારાંશ જૈન સૌથી સફળ બોલર રહ્યા. બંનેએ 4-4 વિકેટ લીધી. બરારે 77 રન આપીને ચાર વિકેટ લીધી. સારાંશે 92 રન આપીને ચાર બેટર્સને આઉટ કર્યા. યશ ઠાકુરે કરકસરભરી બોલિંગ કરતા 20 ઓવરમાં માત્ર 46 રન આપીને 2 વિકેટ લીધી.

ગુરનૂર બરારે 4 વિકેટ લીધી.

ગુરનૂર બરારે 4 વિકેટ લીધી.