India Billionaires Surge to 313 by 2031

Last Updated: April 25, 2026By

નવી દિલ્હી48 મિનિટ પેહલા

  • કૉપી લિંક

દુનિયાભરમાં દર 24 કલાકે 89 નવા લોકો ‘સુપર-રિચ’ ક્લબમાં સામેલ થઈ રહ્યા છે. આ સુપર-રિચ લોકો તે છે જેમની સંપત્તિ 3 કરોડ ડોલર (લગભગ 282 કરોડ રૂપિયા) થી વધુ છે. છેલ્લા પાંચ વર્ષમાં આવા સુપર રિચની સંખ્યા 162,191 વધી છે. નાઈટ ફ્રેન્કના વેલ્થ રિપોર્ટ 2026 મુજબ, આ સંખ્યા 2021માં 5,51,435 હતી, જે 2026 સુધીમાં વધીને 7,13,626 થઈ ગઈ.

ભારતમાં પણ આ તસવીર ઉત્સાહજનક છે. અહીં આવા મોટા શ્રીમંતોની સંખ્યા 2021માં લગભગ 12,000 થી વધીને 2026માં 19,877 થઈ ગઈ, જે 63% નો વધારો છે. 2031 સુધીમાં આ સંખ્યા વધુ 27% વધીને 25,217 સુધી પહોંચવાનો અંદાજ છે. 207 અબજોપતિઓ સાથે ભારત હાલમાં ત્રીજા સ્થાને છે. અંદાજ છે કે 2031 સુધીમાં દેશમાં અબજોપતિઓ 51% વધીને 313 થઈ જશે. જોકે, ગ્લોબલ અલ્ટ્રા-વેલ્થમાં ભારતનો હિસ્સો હાલમાં માત્ર 2.8% છે, પરંતુ તેની ગતિ સતત વધી રહી છે.

રિપોર્ટ મુજબ, આગામી પાંચ વર્ષમાં ઇન્ડોનેશિયામાં શ્રીમંતોની સંખ્યા સૌથી વધુ 82% વધશે. સાઉદી અરેબિયા અને પોલેન્ડમાં આ વૃદ્ધિ 63% રહેવાનો અંદાજ છે. વિયેતનામમાં પણ 59% ના વધારા સાથે નવા વેલ્થ હબ ઉભરી રહ્યા છે.

પ્રભુત્વ – 4 વર્ષમાં બનેલા નવા સુપર રિચમાંથી 41% અમેરિકામાં

દુનિયાના સુપર રિચ લોકોમાં અમેરિકાનો હિસ્સો 2021માં 33% હતો, જે છેલ્લા પાંચ વર્ષમાં વધીને 2026માં 35% થઈ ગયો છે. વર્ષ 2031 સુધીમાં તેમનો હિસ્સો 41% સુધી પહોંચવાનો અંદાજ છે. છેલ્લા 4 વર્ષમાં બનેલા તમામ નવા સુપર રિચમાંથી 41% એકલા અમેરિકામાંથી છે.

અબજોપતિ – એશિયા-પ્રશાંતમાં 1,116; અમેરિકાને પાછળ છોડ્યું

દુનિયામાં 3,110 અબજોપતિ છે. તેમાં એશિયા-પ્રશાંત 1,116 સાથે પ્રથમ સ્થાને છે. તેણે 965 અબજોપતિ ધરાવતા ઉત્તર અમેરિકાને પાછળ છોડી દીધું છે. પાંચ વર્ષમાં સાઉદી અરેબિયામાં અબજોપતિઓની સંખ્યા સૌથી ઝડપથી 183% વધશે. ત્યારબાદ પોલેન્ડમાં 123%. સ્વીડનમાં 81% વધશે.