India Gold Import Duty Cut; Prices Expected To Fall

Last Updated: September 3, 2026By

4 દિવસ પેહલા

  • કૉપી લિંક

ભારતીય બુલિયન બજાર અને સોનું ખરીદનારાઓ માટે મોટા સમાચાર છે. સરકાર સોના પર લાગતી કસ્ટમ ઇમ્પોર્ટ ડ્યુટીને 15% થી ઘટાડીને 6% કરવા પર વિચાર કરી રહી છે. જો આ નિર્ણય લાગુ થાય છે, તો દેશમાં સોનાની કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે.

મે 2026 માં સરકારે વિદેશી મુદ્રા ભંડાર પર વધતા દબાણને ધ્યાનમાં રાખીને સોના પરની આયાત શુલ્ક વધારીને 15% કરી દીધી હતી. વિશ્લેષકો અનુસાર, આ ડ્યુટીમાં ઘટાડાની સીધી અસર સ્થાનિક બજારમાં સોનાના ભાવ અને આગામી તહેવારો-લગ્નની સિઝનમાં જ્વેલરીની માગ પર પડશે.

જો ડ્યુટી 15% થી 6% થાય તો ભાવ કેટલાં ઘટશે?

ભારત તેની સોનાની જરૂરિયાતો પૂરી કરવા માટે વાર્ષિક 700 થી 800 ટન સોનું વિદેશોમાંથી આયાત કરે છે. જ્યારે ઇમ્પોર્ટ ડ્યુટી 15% હોય છે, ત્યારે તે સ્થાનિક બજારમાં સોના માટે લઘુત્તમ ભાવ નક્કી કરે છે. જો ડ્યુટી 9% ઘટીને 6% પર આવે છે, તો આંતરરાષ્ટ્રીય બજાર અને ભારતીય બજાર વચ્ચેનો તફાવત ઘણો ઓછો થઈ જશે. તેનાથી સ્થાનિક બુલિયન બજારોમાં સોનાના લેન્ડેડ કોસ્ટમાં સીધો ઘટાડો થશે, જેનો ફાયદો સીધો રિટેલ ખરીદદારોને મળશે.

ધારો કે દિલ્હીમાં 24 કેરેટ સોનાનાં ભાવ ₹1,63,890 પ્રતિ 10 ગ્રામ પર જો ઇમ્પોર્ટ ડ્યુટી 15% થી ઘટીને 6% એટલે કે 9% નો સીધો ઘટાડો થાય છે, તો તેના ભાવમાં સીધો ₹14,750 નો મોટો ઘટાડો આવશે અને તે ઘટીને લગભગ ₹1,49,140 પ્રતિ 10 ગ્રામ પર આવી જશે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ ₹1,50,240 પ્રતિ 10 ગ્રામ થી ₹13,522 સસ્તો થઈને લગભગ ₹1,36,718 પ્રતિ 10 ગ્રામ થઈ જશે.

(નોંધ: આ ઘટાડો ફક્ત સોનાની મૂળ કિંમત પર આધારિત છે, જ્વેલરીના કુલ બિલમાં 3% GST અને મેકિંગ ચાર્જિસ મુજબ વધારાની રાહત પણ મળશે.)

દાણચોરી પર લાગશે લગામ, બજારને પ્રોત્સાહન

રિપોર્ટ અનુસાર, વધારે ઇમ્પોર્ટ ડ્યુટી (15%) નું સૌથી મોટું નુકસાન એ છે કે તેનાથી સોનાની દાણચોરી અને ગેરકાયદેસર માર્ગોથી આવતા સોનાને પ્રોત્સાહન મળે છે. ડ્યુટી 6% થવાથી કાયદેસર રીતે આયાત કરાયેલા સોના અને ગેરકાયદેસર સોના વચ્ચેનો ભાવ તફાવત સમાપ્ત થઈ જશે. તેનાથી બુલિયન ટ્રેડર્સ અને જ્વેલર્સ ઔપચારિક ચેનલો દ્વારા સોનું ખરીદવા માટે પ્રોત્સાહિત થશે, જેનાથી સરકારના મહેસૂલ સંગ્રહમાં પણ સુધારો થશે.

લગ્નની સિઝનમાં જ્વેલરીની માંગમાં ઉછાળો આવશે

ભારતીય સંસ્કૃતિમાં લગ્ન-પ્રસંગો અને તહેવારો દરમિયાન સોનાની ખરીદી સૌથી વધુ થાય છે. સોનાના ભાવ ઘટવાથી મધ્યમ વર્ગના પરિવારો અને રિટેલ ખરીદદારોનું બજેટ સુધરશે, જેનાથી જ્વેલરીની માગમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે.

બુલિયન વેપારીઓ અને રિટેલ જ્વેલર્સ નવી આયાત ખર્ચ મુજબ તેમના મેકિંગ ચાર્જિસ અને રિટેલ ભાવમાં ઝડપથી ફેરફાર કરશે. ખાસ કરીને ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં તેની અસર સૌથી ઝડપી દેખાશે.

રોકાણકારો માટે શું સલાહ છે?

સોનામાં રોકાણ કરનારા રિટેલ રોકાણકારો અને ટ્રેડર્સને આ નીતિગત ફેરફાર પર નજર રાખવી જોઈએ…

  • ફિઝિકલ ગોલ્ડ Vs ગોલ્ડ ETF: ડ્યુટી ઘટવાથી ફિઝિકલ ગોલ્ડના પ્રીમિયમમાં ઘટાડો થશે, જેનાથી ગોલ્ડ ETF અને ગોલ્ડ ફંડ્સમાં રોકાણ કરવું વધુ ફાયદાકારક અને સુરક્ષિત વિકલ્પ બની શકે છે.
  • જ્વેલરી અને માઇનિંગ સ્ટોક્સ: સોનાના ભાવ ઘટવાથી અને વેચાણ વધવાથી મુખ્ય જ્વેલરી કંપનીઓ અને ગોલ્ડ-લિંક્ડ શેરોના માર્જિન અને પ્રદર્શનમાં સુધારો થઈ શકે છે.

સરકાર તરફથી સત્તાવાર જાહેરાત થતા જ બુલિયન માર્કેટમાં સોનાના નવા દર લાગુ થઈ જશે. જો તમે તહેવારોની સિઝન અથવા લગ્ન માટે સોનાની ખરીદી અથવા ગોલ્ડ ETF માં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો ડ્યુટીમાં સંભવિત ઘટાડાના આ નિર્ણય પર નજીકથી નજર રાખવી સમજદારીભર્યું રહેશે.

સોનું ખરીદતી વખતે આ 2 બાબતોનું ધ્યાન રાખો

1. સર્ટિફાઇડ ગોલ્ડ જ ખરીદો: હંમેશાં બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS)નો હોલમાર્ક ધરાવતું સર્ટિફાઇડ ગોલ્ડ જ ખરીદો. આ નંબર આલ્ફાન્યુમેરિક એટલે કે આ રીતે હોઈ શકે છે- AZ4524. હોલમાર્કિંગથી ખબર પડે છે કે સોનું કેટલા કેરેટનું છે.

2. કિંમત ક્રોસ ચેક કરો: સોનાનું સાચું વજન અને ખરીદીના દિવસે એની કિંમત ઘણા સ્રોતો (જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનની વેબસાઇટ) પરથી ક્રોસ ચેક કરો. સોનાનો ભાવ 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ પ્રમાણે અલગ-અલગ હોય છે.

અસલી ચાંદી ઓળખવાની ચાર રીત

  • મેગ્નેટ ટેસ્ટ: અસલી ચાંદી ચુંબક સાથે ચોંટતી નથી. જો ચોંટી જાય તો નકલી છે.
  • આઇસ ટેસ્ટ: ચાંદી પર બરફ મૂકો. અસલી ચાંદી પર બરફ ઝડપથી પીગળે છે.
  • સ્મેલ ટેસ્ટ: અસલી ચાંદીમાં ગંધ હોતી નથી. નકલીમાં કોપર જેવી ગંધ આવે છે.
  • ક્લોથ ટેસ્ટ: ચાંદીને સફેદ કપડાથી ઘસો. જો કાળો નિશાન આવે તો અસલી છે.

નોંધ: આ રોકાણની સલાહ નથી, કોઈ પણ રોકાણ કરતાં પહેલાં નિષ્ણાંતની સલાહ લો.

———————————————-

આ સમાચાર પણ વાંચો:

ફ્લેક્સી-કેપ ફંડ્સે 1 વર્ષમાં 20%નું રિટર્ન આપ્યું:એમાં રોકાણ કરવું ઓછું જોખમી, અહીં જાણો તેનાથી સંબંધિત ખાસ વાતો

ઘણા લોકો ફિક્સ્ડ ડિપોઝિટ કરતાં વધુ વળતર માટે શેરબજારમાં રોકાણ કરી રહ્યા છે. પરંતુ જો તમને શેરબજાર વિશે ઓછી જાણકારી હોય તો તમે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા તેમાં રોકાણ કરી શકો છો. તમે મ્યુચ્યુઅલ ફંડના ફ્લેક્સી-કેપ ફંડમાં રોકાણ કરીને સારો નફો કમાઈ શકો છો.

આ કેટેગરીએ છેલ્લા 1 વર્ષમાં 20% સુધીનું વળતર આપ્યું છે. અમે તમને આજે ફ્લેક્સી કેપ ફંડ્સ વિશે જણાવી રહ્યા છીએ. વાંચો સંપૂર્ણ સમાચાર…

Leave A Comment