India ODI Squad, England Tour, Shreyas Iyer, Virat Kohli, Rohit Sharma, Cricket News, BCCI, Indian Cricket Team
- Gujarati News
- Sports
- Cricket
- India ODI Squad, England Tour, Shreyas Iyer, Virat Kohli, Rohit Sharma, Cricket News, BCCI, Indian Cricket Team
સ્પોર્ટ્સ ડેસ્ક23 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ રવિવારે ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય વન-ડે ટીમની જાહેરાત કરી. ટીમની કમાન શુભમન ગિલને સોંપવામાં આવી છે, જ્યારે અનુભવી બેટર વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ સ્ક્વોડનો ભાગ છે. શ્રેયસ અય્યરને વાઇસ કેપ્ટન બનાવ્યો છે. બીજી તરફ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હજુ પણ ઈજામાંથી સાજો થયો નથી. તેથી તેને પણ ટીમમાં સ્થાન મળ્યું નથી.
આગામી સિરીઝને 2027 વન-ડે વર્લ્ડ કપની તૈયારીઓની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. T20 ટીમની જાહેરાત પહેલા જ થઈ ચૂકી છે.
ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય વનડે ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર (વાઇસ-કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, નીતિશ કુમાર રેડ્ડી, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ ક્રિષ્ના, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, ગુરનૂર બરાર.

વરુણ ચક્રવર્તી આયર્લેન્ડ T20 સિરીઝમાંથી બહાર વરુણ ચક્રવર્તી ઇજાના કારણે આયર્લેન્ડ સામેની T20 સિરીઝ રમી શકશે નહીં. તેની આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ બંને સિરીઝ માટે ટીમમાં પસંદગી કરવામાં આવી હતી, પરંતુ હાલમાં તે બેંગલુરુ સ્થિત BCCIના સેન્ટર ઑફ એક્સેલન્સ (COE)માં રિહેબ કરી રહ્યો છે. ઇંગ્લેન્ડ સામે તેની ઉપલબ્ધતા તેની ફિટનેસ પર આધાર રાખશે. BCCIના જણાવ્યા અનુસાર, તેની વાપસી અંગેનો અંતિમ નિર્ણય મેડિકલ ટીમની સલાહ બાદ લેવામાં આવશે.
આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય T20 ટીમ
શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા (વાઇસ કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), શિવમ દુબે, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ અને પ્રિન્સ યાદવ.

news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


