India Vs USA U19 World Cup 2026 Score Update; Vaibhav Suryavanshi

Last Updated: January 18, 2026By

સ્પોર્ટ્સ ડેસ્ક2 દિવસ પેહલા

  • કૉપી લિંક

અંડર-19 મેન્સ વર્લ્ડ કપમાં ભારતે જીત સાથે શરૂઆત કરી છે. ટીમે ઓપનિંગ મેચમાં અમેરિકાને 6 વિકેટે હરાવ્યું. બુલવાયોમાં ગુરુવારે ઇન્ડિયા અંડર-19એ ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી અને અમેરિકાને 107 રન પર ઓલઆઉટ કરી દીધું. ભારતે પછી 17.2 ઓવરમાં જ ટાર્ગેટ ચેઝ કરી લીધો.

અમેરિકાની શરૂઆત ખરાબ રહી અમેરિકાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી અને ટીમે 39 રનના સ્કોર પર જ 5 વિકેટ ગુમાવી દીધી. અમરિન્દર ગિલ 1, સાહિલ ગર્ગ 16, ઉત્કર્ષ શ્રીવાસ્તવ 0, અર્જુન મહેશ 16 અને અમોઘ અરેપલ્લી 3 રન બનાવીને આઉટ થયા. અદનીત ઝાંબે પછી 18 રન બનાવીને ટીમને 50 રન પાર પહોંચાડી.

આખરે નીતિશ સુદિનીએ 36 રન બનાવીને ટીમને 35.2 ઓવરમાં 107 રન સુધી પહોંચાડી દીધી. ભારત તરફથી હેનિલ પટેલે 5 વિકેટ ઝડપી. જ્યારે વૈભવ સૂર્યવંશી, દીપેશ દેવેન્દ્રન, આરએસ અંબરીશ અને ખિલન પટેલને 1-1 સફળતા મળી. એક બેટર રન આઉટ થયો હતો.

નીતિશ સુદિનીએ 36 રન બનાવ્યા.

નીતિશ સુદિનીએ 36 રન બનાવ્યા.

વૈભવ માત્ર 2 રન બનાવી શક્યો 108 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ભારતીય ટીમને શરૂઆતી ઝટકો લાગ્યો. વૈભવ સૂર્યવંશી માત્ર 2 રન બનાવીને આઉટ થઈ ગયો. તેને અમેરિકાના પેસર ઋત્વિક અપ્પીદીએ બોલ્ડ કર્યો. ભારતે 4 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 21 રન બનાવી લીધા, ત્યારે વરસાદ શરૂ થયો. રમત ફરી શરૂ થઈ ત્યારે ટીમને 96 રનનો રિવાઇઝ્ડ ટાર્ગેટ મળ્યો.

વૈભવ સૂર્યવંશી 2 રન બનાવીને જ આઉટ થયો.

વૈભવ સૂર્યવંશી 2 રન બનાવીને જ આઉટ થયો.

કેપ્ટન આયુષ મ્હાત્રે 19 રન બનાવીને આઉટ થયો. તેના પછી વેદાંત ત્રિવેદી 2 અને વિહાન મલ્હોત્રા પણ 18 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા. વિકેટકીપર અભિજ્ઞાન કુંડુએ પછી કનિષ્ક ચૌહાણ સાથે મળીને ટીમને 18મી ઓવરમાં જીત અપાવી. કુંડુ 42 અને કનિષ્ક 10 રન બનાવીને નોટઆઉટ રહ્યા.

અમેરિકા માટે ઋત્વિક અપ્પિદીએ 2 વિકેટ લીધી. રિષભ સિમ્પી અને ઉત્કર્ષ શ્રીવાસ્તવને 1-1 વિકેટ મળી. શબરીશ પ્રસાદ અને અદિત કપ્પા કોઈ વિકેટ લઈ શક્યા નહીં. ભારત તરફથી 5 વિકેટ લેનાર હેનિલ પટેલ પ્લેયર ઓફ ધ મેચ રહ્યો.

વિકેટની ખુશી મનાવતા અમેરિકાના ખેલાડીઓ.

વિકેટની ખુશી મનાવતા અમેરિકાના ખેલાડીઓ.

વેસ્ટ ઈન્ડિઝે તાન્ઝાનિયાને હરાવ્યું ગ્રુપ-Dમાં વેસ્ટ ઈન્ડિઝ અને તાન્ઝાનિયા વચ્ચે વિન્ડહોકમાં મેચ રમાઈ હતી. પહેલા બેટિંગ કરતા તાન્ઝાનિયા 122 રન પર ઓલઆઉટ થઈ ગયું. ટીમમાંથી દયાલન ઠકરારે 26 અને દર્પણ જોબનપુત્રએ 19 રન બનાવ્યા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી વિટેલ લાવ્સે 3 વિકેટ લીધી. બેટિંગમાં તાનેજ ફ્રાન્સિસે 52 અને વિકેટકીપર જુલ એન્ડ્રુએ 44 રન બનાવી ટીમને 5 વિકેટે જીત અપાવી. ઝિમ્બાબ્વે અને સ્કોટલેન્ડ વચ્ચે ગ્રુપ-Cનો મુકાબલો અનિર્ણિત રહ્યો.

વોર્મ-અપ મેચમાં ઇંગ્લેન્ડે ભારતને હરાવ્યું હતું ભારત અને અમેરિકા ઉપરાંત ગ્રુપ Bમાં બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ પણ છે. આયુષ મ્હાત્રેની આગેવાની હેઠળની ટીમમાં વૈભવ સૂર્યવંશી અને વિહાન મલ્હોત્રા જેવા ઉભરતા ખેલાડીઓ છે. ભારતીય ટીમ અંડર-19 વર્લ્ડ કપ રમવા સાઉથ આફ્રિકાનો 3-0થી ક્લીન સ્વીપ કરીને પહોંચી છે. જોકે, તેને ઇંગ્લેન્ડ સામે વોર્મ-અપ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત: આયુષ મ્હાત્રે (કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, વેદાંત ત્રિવેદી, વિહાન મલ્હોત્રા, અભિજ્ઞાન કુંડુ (વિકેટકીપર), હરવંશ પંગાલિયા, આરએસ અંબરીશ, કનિષ્ક ચૌહાણ, હેનિલ પટેલ, દીપેશ દેવેન્દ્રન, ખિલન પટેલ.

અમેરિકા: ઉત્કર્ષ શ્રીવાસ્તવ (કેપ્ટન), અમરિન્દર ગિલ, સાહિલ ગર્ગ, અર્જુન મહેશ (વિકેટકીપર), ઋત્વિક અપ્પીદી, અદનીત ઝામ્બ, અમોઘ અરેપલ્લી, નીતિશ સુદિની, સબરીશ પ્રસાદ, શિવ શનિ, અદિત કપ્પા, ઋષભ શિમ્પી.

ભારતના નામે 5 U-19 વર્લ્ડ કપ ખિતાબ ભારત અંડર-19 વર્લ્ડ કપના ઇતિહાસની સૌથી સફળ ટીમ રહી છે. ટીમ અત્યાર સુધી પાંચ વખત (2000, 2008, 2012, 2018 અને 2022) આ ખિતાબ જીતી ચૂકી છે, જ્યારે 2006, 2016, 2020 અને 2024માં ટીમ ઉપવિજેતા પણ રહી.

વર્તમાન ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા છે, જેણે 2024ની ફાઇનલમાં ભારતને હરાવીને ટ્રોફી પોતાના નામે કરી હતી. ઓસ્ટ્રેલિયા અત્યાર સુધીમાં કુલ ચાર વખત ચેમ્પિયન બની ચૂક્યું છે. આ ઉપરાંત પાકિસ્તાને બે વખત, જ્યારે વેસ્ટ ઇન્ડિઝ, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ અને ઇંગ્લેન્ડ એક-એક વખત અંડર-19 વર્લ્ડ કપનો ખિતાબ જીતી ચૂક્યા છે.