Indian Boxing Team Luggage Left Behind; Belfast To Glasgow Travel Mishap
55 મિનિટ પેહલા
- કૉપી લિંક
બોક્સિંગ ઈન્ડિયાએ 12 જુલાઈએ આયર્લેન્ડની રાજધાની બેલફાસ્ટમાં ભારતીય બોક્સિંગ ટીમ બેલફાસ્ટ (આયર્લેન્ડ) રવાના થાય તે પહેલાં પોસ્ટ કરી હતી. (ફોટો- બોક્સિંગ ઈન્ડિયા)
ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવા જઈ રહેલી ભારતીય બોક્સિંગ ટીમનો અડધો સામાન રસ્તામાં જ છૂટી ગયો. ટીમ મંગળવારે આયર્લેન્ડની રાજધાની બેલફાસ્ટથી ગ્લાસગો માટે રવાના થઈ. પરંતુ, ખેલાડીઓનો સામાન એરલાઇન્સની બેદરકારીના કારણે ત્યાં જ રહી ગયો. તેમાં બોક્સિંગ ગિયર, કિટ અને ઓપનિંગ સેરેમનીના ડ્રેસનો સમાવેશ થાય છે.
સમાચાર એજન્સી PTI અનુસાર, ટીમના સભ્યોએ જણાવ્યું કે બેલફાસ્ટથી ગ્લાસગો જતું વિમાન ઘણું નાનું હતું. આ કારણે ઘણો સામાન ત્યાં જ છોડવો પડ્યો. કોમનવેલ્થ ગેમ્સની શરૂઆત 23 જુલાઈથી થઈ રહી છે. 24 જુલાઈથી ભારતીય બોક્સિંગ ટીમના મુકાબલા શરૂ થવાના છે.
ભારતના 22 મુક્કાબાજો બેલફાસ્ટમાં સ્પેશિયલ ટ્રેનિંગ કરી રહ્યા હતા. આ બધા 12 જુલાઈએ ટ્રેનિંગ કેમ્પ માટે રવાના થયા હતા. ફોટોઝ જુઓ…


વર્લ્ડ ચેમ્પિયન જાસ્મિન લંબોરિયા અને હેડ કોચનો સામાન ગુમ
વર્લ્ડ ચેમ્પિયન જાસ્મિન લંબોરિયા (57 કિગ્રા), સાક્ષી ચૌધરી (51 કિગ્રા), પરવીન હુડ્ડા (65 કિગ્રા), જાદુમણી સિંહ (55 કિગ્રા) અને કપિલ પોખરિયા (90 કિગ્રા)નો સામાન ગુમ છે. ખેલાડીઓ ઉપરાંત, મેન્સ ટીમના હેડ કોચ સી. કુટપ્પાનો બેગ પણ ગ્લાસગો પહોંચ્યો નથી. આ જ મહિને જ્યારે ટીમ દોહાથી બેલફાસ્ટ જઈ રહી હતી, ત્યારે પણ સામાનને લઈને આવી જ સમસ્યા આવી હતી.
મહિલા કોચને અલગ હોટલમાં રોક્યાં, તૈયારીઓ પર અસર
સામાન છૂટી જવા ઉપરાંત ટીમને રહેવાની વ્યવસ્થામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મહિલા બોક્સરના કોચને તે હોટલમાં રૂમ મળ્યો નથી, જ્યાં ખેલાડીઓ રોકાયેલી છે. કોચને ખેલાડીઓથી દૂર બીજી હોટલમાં રાખ્યાં છે, જેના કારણે ટુર્નામેન્ટની તૈયારીઓ અને ટીમની તાલમેલમાં મુશ્કેલી આવી રહી છે.
—————————-
કોમનવેલ્થ ગેમ્સ સંબંધિત આ સમાચાર પણ વાંચો…
મીરાબાઈ ચાનુ અને લવલીના હશે ભારતના ધ્વજવાહક, IOAએ જાહેરાત કરી

ઓલિમ્પિક મેડલિસ્ટ મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેન ગ્લાસગોમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમનીમાં ભારતની ધ્વજવાહક હશે. ભારતીય ઓલિમ્પિક એસોસિયેશને શનિવારે તેની જાહેરાત કરી છે. આ મલ્ટી-સ્પોર્ટ ઇવેન્ટનો ઓપનિંગ સેરેમની 23 જુલાઈએ યોજાશે. સંપૂર્ણ સમાચાર વાંચો…
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


