Instagramનું નવું ફીચર, હવે કોઈ તમને જબરદસ્તી ક્લોઝ ફ્રેન્ડ નહીં બનાવી શકે, પ્રાઇવસી હવે તમારા હાથમાં

Last Updated: February 2, 2026By

મેટાની માલિકીનું પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ હંમેશા તેના યુઝર્સને કંઈક નવું આપવાનો પ્રયાસ કરે છે. આ વખતે તે એક એવા ફીચર પર કામ કરી રહ્યું છે, જેની યુઝર્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. હવે તમે નક્કી કરી શકશો કે તમારે કોઈની Close Friends’લિસ્ટમાં રહેવું છે કે નહીં.

Close Friends:પ્રાઇવસીનો નવો કંટ્રોલ

વર્ષ 2018માં ઇન્સ્ટાગ્રામે ‘Close Friends’ ફીચર લોન્ચ કર્યું હતું, જેથી યુઝર્સ તેમની ખાનગી સ્ટોરીઝ માત્ર મર્યાદિત લોકોને જ બતાવી શકે. પરંતુ અત્યાર સુધી આમાં એક મર્યાદા હતી. જો કોઈ તમને તેની લિસ્ટમાં એડ કરે, તો તમારી પાસે બહાર નીકળવાનો કોઈ રસ્તો નહોતો. હવે નવા અપડેટ સાથે, જો તમને કોઈની પ્રાઇવેટ સ્ટોરીઝ જોવામાં રસ ન હોય, તો તમે જાતે જ તે લિસ્ટમાંથી પોતાને રિમૂવ કરી શકશો. આ ફીચર હાલ ટેસ્ટિંગ હેઠળ છે અને જલ્દી જ દરેક માટે ઉપલબ્ધ થશે.

શું Instagram પણ પેઇડ બનશે?

રિવર્સ એન્જિનિયર એલેસાન્ડ્રો પાલુઝીના રિપોર્ટ મુજબ, મેટા હવે પ્રીમિયમ સબસ્ક્રિપ્શન મોડલ તરફ આગળ વધી રહ્યું છે. આ પેડ પ્લાન્સમાં યુઝર્સને કેટલાક એક્સક્લૂસિવ ફીચર્સ મળી શકે છે, જેમ કે:
હાઇડ સ્ટોરી વ્યૂ: સામેની વ્યક્તિને ખબર પડ્યા વગર તેમની સ્ટોરીઝ જોવાની સુવિધા.
અનલિમિટેડ લિસ્ટ: ઓડિયન્સ માટે મર્યાદા વગરની લિસ્ટ બનાવવાની ક્ષમતા.
ફોલો બેક ટ્રેકર: કોણ તમને ફોલો બેક નથી કરતું તે સરળતાથી જાણી શકાશે.

મજબૂત પાસવર્ડ અને ‘ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન’ (2FA) નો ઉપયોગ કરે

નવા ફીચર્સની સાથે ઇન્સ્ટાગ્રામે સુરક્ષા પર પણ ભાર મૂક્યો છે. યુઝર્સને સલાહ આપવામાં આવી છે કે તેઓ મજબૂત પાસવર્ડ અને ‘ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન’ (2FA) નો ઉપયોગ કરે. અજાણી લિંક્સથી દૂર રહેવું અને સમયાંતરે લોગિન ડિવાઇસ ચેક કરવા એ આજના સમયમાં એકાઉન્ટ બચાવવા માટે અનિવાર્ય છે. ટૂંકમાં, ઇન્સ્ટાગ્રામ હવે સ્નેપચેટ જેવા હરીફોને ટક્કર આપવા અને યુઝર્સને વધુ પર્સનલ કંટ્રોલ આપવા માટે સજ્જ થઈ રહ્યું છે.

Leave A Comment