IPL 2026માં ધોની આખી સીઝન રમશે:CSK CEOએ કહ્યું- તેની ભૂમિકા પર નિર્ણય કોચિંગ સ્ટાફ કરશે, ટ્રેનિંગ શરૂ કરી

Last Updated: March 13, 2026By

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની IPL 2026માં આખી સીઝન રમશે. ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના CEO કાશી વિશ્વનાથને બુધવારે તેની પુષ્ટિ કરી. જોકે, તેમણે કહ્યું કે ટીમમાં ધોનીની ભૂમિકા શું હશે, તેનો નિર્ણય કોચિંગ સ્ટાફ કરશે. માર્ચની શરૂઆતથી કરી રહ્યો છે ટ્રેનિંગ 44 વર્ષીય ધોની માર્ચની શરૂઆતમાં જ ચેન્નઈ પહોંચી ગયા હતા અને ટીમ સાથે પ્રેક્ટિસ કરી રહ્યો છે. કેપ્ટન ઋતુરાજ ગાયકવાડની આગેવાની હેઠળ ટીમે નવી સીઝનની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ધોનીએ ગયા મહિને રાંચીમાં હળવા નેટ સેશન સાથે પોતાની તૈયારી શરૂ કરી હતી. ભૂમિકા પર નિર્ણય ક્રિકેટિંગ સ્ટાફ કરશે CSK CEO કાશી વિશ્વનાથને કહ્યું કે ધોની આ સીઝનની તમામ મેચ રમશે. જોકે, તેને બેટર, વિકેટકીપર-બેટર કે ઇમ્પેક્ટ પ્લેયર તરીકે ઉપયોગમાં લેવાશે કે નહીં, તેનો નિર્ણય ટીમનો ક્રિકેટિંગ સ્ટાફ કરશે. સંજુ સેમસનના આગમનથી અટકળો તેજ બની હતી રાજસ્થાન રોયલ્સમાંથી સંજુ સેમસનના CSKમાં આવ્યા બાદ એવી ચર્ચા તેજ બની હતી કે ધોની આ વખતે ઓછી મેચ રમી શકે છે અથવા મર્યાદિત ભૂમિકા ભજવી શકે છે. જોકે, ટીમ મેનેજમેન્ટે સ્પષ્ટ કરી દીધું છે કે ધોની આખી સીઝન માટે ઉપલબ્ધ રહેશે. છેલ્લી સીઝનમાં વચ્ચેથી કેપ્ટનશીપ સંભાળી હતી IPL 2025માં ઋતુરાજ ગાયકવાડના ઈજાગ્રસ્ત થયા બાદ ધોનીએ ટુર્નામેન્ટની વચ્ચેથી ટીમની કેપ્ટનશીપ સંભાળી હતી. આમ છતાં, CSK પહેલીવાર IPL ઇતિહાસમાં પોઇન્ટ્સ ટેબલમાં છેલ્લા સ્થાને રહી હતી. ચેન્નઈમાં જ રમાશે CSKની તમામ મેચ વિશ્વનાથને કહ્યું કે ટીમ તેની તમામ હોમ મેચ ચેન્નઈમાં જ રમશે. તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી હોવા છતાં તેમને આયોજનને લઈને કોઈ મોટી મુશ્કેલી દેખાતી નથી. વર્લ્ડ કપ જીતથી CSKને મળ્યો આત્મવિશ્વાસ વિશ્વનાથને ભારત દ્વારા સતત બીજી વખત T20 વર્લ્ડ કપ જીતવા પર ખુશી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે CSKના ખેલાડીઓ સંજુ સેમસન અને શિવમ દુબેએ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું, જેનાથી ટીમનો આત્મવિશ્વાસ પણ વધશે. IPLમાં સૌથી વધુ મેચ ધોનીના નામે IPLમાં સૌથી વધુ મેચ રમનારાઓમાં મહેન્દ્ર સિંહ ધોની પ્રથમ સ્થાને છે. તે અત્યાર સુધી 278 મેચ રમી ચૂક્યો છે. ચેન્નઈ સુપર કિંગ્સને પાંચ વખત ખિતાબ જીતાડ્યો છે. 38.30ની સરેરાશથી 5439 રન બનાવ્યા છે. આ દરમિયાન ધોનીએ 24 અડધી સદી પણ ફટકારી છે. તેણે વિકેટકીપિંગમાં 47 સ્ટમ્પિંગ અને 154 કેચ પણ ઝડપ્યા છે.