IPL 2027 Early Start | Heat & Monsoon Impact; BCCI Official Statement

Last Updated: June 18, 2026By

નવી દિલ્હી6 કલાક પેહલા

  • કૉપી લિંક

IPLની આગામી સિઝન એક અઠવાડિયા વહેલા શરૂ થશે. આ BCCIના સેક્રેટરી દેવજીત સૈકિયાનું કહેવું છે.

સૈકિયાએ ગુરુવારે PTIને જણાવ્યું- ‘વધતી ગરમી અને પ્રી-મોન્સૂનના કારણે IPL વહેલી શરૂ થશે. તેની તારીખો 10 માર્ચથી 15 મે 2027 સુધીની હોઈ શકે છે.’

તેમણે એમ પણ કહ્યું- ‘વ્યસ્ત આંતરરાષ્ટ્રીય કેલેન્ડરના કારણે લીગમાં મેચોની સંખ્યા વધશે નહીં.’ પહેલા લીગની મેચોની સંખ્યા 74થી વધારીને 94 કરવાની તૈયારી હતી.

સૈકિયાએ કહ્યું- ‘IPL માર્ચના છેલ્લા અઠવાડિયામાં શરૂ થઈને મેના છેલ્લા અઠવાડિયા સુધી ચાલે છે. પરંતુ, મેના બીજા પખવાડિયામાં ઘણા સ્થળોએ ખૂબ ગરમી અને વરસાદની સંભાવના રહે છે. આનાથી ખેલાડીઓ અને ચાહકોને મુશ્કેલી પડે છે.

IPLની છેલ્લી સિઝન 28 માર્ચથી 31 મે સુધી રમાઈ હતી. તેનું ટાઇટલ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ જીત્યું હતું. (ફોટો BCCI)

IPLની છેલ્લી સિઝન 28 માર્ચથી 31 મે સુધી રમાઈ હતી. તેનું ટાઇટલ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ જીત્યું હતું. (ફોટો BCCI)

કુરુવિલાને સંભવિત વિન્ડો શોધવા કહ્યું છે: સાઇકિયા

સાઇકિયાએ જણાવ્યું કે BCCI અને IPL ગવર્નિંગ કાઉન્સિલ આ અંગે ચર્ચા કરી રહ્યા છે. બોર્ડે ગેમ્સ ડેવલપમેન્ટના મહાપ્રબંધક એબી કુરુવિલાને પણ સંભવિત વિન્ડો શોધવા નિર્દેશ આપ્યા છે.

ઘરેલું ક્રિકેટના કેલેન્ડરમાં ફેરફાર શક્ય

સાઇકિયાએ એમ પણ કહ્યું કે IPLને માર્ચમાં શરૂ કરવા માટે ઘરેલું ક્રિકેટ કેલેન્ડરમાં કેટલાક ફેરફારો કરવા પડી શકે છે. તેમનો પ્રયાસ રહેશે કે ઘરેલું ક્રિકેટ સત્ર 10 માર્ચ સુધીમાં સમાપ્ત થઈ જાય, જેથી તેના તરત બાદ IPLનું આયોજન શરૂ કરી શકાય.

ગયા સિઝનમાં વરસાદથી પ્રભાવિત મેચો IPL 2026માં વરસાદ ઘણી ટીમો માટે મુશ્કેલીનું કારણ બન્યો હતો. ટુર્નામેન્ટ દરમિયાન એક મેચ સંપૂર્ણપણે રદ કરવી પડી હતી, જ્યારે બે મેચોના ઓવર ઘટાડવા પડ્યા હતા. આ ઉપરાંત, 4-5 અન્ય મેચોમાં પણ વરસાદે રમતમાં વિક્ષેપ પાડ્યો હતો, જોકે તે મેચોમાં પાછળથી પૂરા ઓવરની રમત રમાડવામાં આવી હતી.

  • 6 એપ્રિલે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચેની મેચ વરસાદ અને ભીના મેદાનને કારણે રદ કરવી પડી હતી. KKRએ 3.4 ઓવરમાં 25 રન પર 2 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ તે પછી રમત ફરી શરૂ થઈ શકી ન હતી. બંને ટીમોને એક-એક પોઈન્ટથી સંતોષ માનવો પડ્યો હતો.
  • 7 એપ્રિલે ગુવાહાટીમાં રાજસ્થાન રોયલ્સ (RR) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચેની મેચ વરસાદને કારણે લગભગ અઢી કલાક મોડી શરૂ થઈ હતી. મેચને ઘટાડીને 11-11 ઓવરની કરવામાં આવી હતી. રાજસ્થાને આ મેચ 27 રનથી જીતી હતી.
  • જ્યારે, 7 મેના રોજ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચેની મેચ પણ વરસાદથી પ્રભાવિત રહી હતી. આ મેચને 19-19 ઓવરની કરવામાં આવી હતી, જેમાં લખનૌએ 9 રનથી જીત મેળવી હતી.