Isha Ambani Paris Haute Couture Week; Wears Manish Malhotra Gold Gown Nita Ambani Jewelry Look

Last Updated: July 9, 2026By

2 કલાક પેહલા

  • કૉપી લિંક

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વિવિધ કંપનીની એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને અંબાણી પરિવારની લાડકવાયી દીકરી ઈશા અંબાણી બિઝનેસની સાથે સાથે ફેશનની પણ ખૂબ સારી સમજ ધરાવે છે. બુધવારે ભારતીય ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ પેરિસ હોટ ક્યુટોર વીકમાં ડેબ્યૂ કર્યું હતું. ડિઝાઈનરના કરિયર અને ભારતીય ફેશન માટેના આ એક માઇલસ્ટોન ઇવેન્ટમાં તેમને સપોર્ટ કરવા ઇશા અંબાણી પણ પહોંચી હતી. આ દરમિયાન ઈશાએ ગોલ્ડન ડ્રેસ અને માતા નીતા અંબાણીના અમૂલ્ય દાગીના પહેરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

ઈશા અંબાણી ગોલ્ડન ડ્રેસમાં ઇજિપ્તની ક્વીન 'ક્લિઓપેટ્રા' સમાન લાગી રહી હતી.

ઈશા અંબાણી ગોલ્ડન ડ્રેસમાં ઇજિપ્તની ક્વીન ‘ક્લિઓપેટ્રા’ સમાન લાગી રહી હતી.

મનીષ મલ્હોત્રાએ હાથેથી રત્નો જડિત ડ્રેસ બનાવ્યો

પેરિસ હોટ ક્યુટોર વીક 2026માં ઈશાએ મનીષ મલ્હોત્રાએ જાતે કસ્ટમ ડિઝાઈન કરેલો હેન્ડમેડ ગોલ્ડ ક્યુટોર ગાઉન પહેર્યો હતો. પગની ઘૂંટી સુધીની લંબાઈ ધરાવતા આ ડ્રેસમાં આકર્ષક કોર્સેટ સિલુએટ સાથે વિન્ટેજ સલ્લી અને તાબન સિક્વિન્સ તેમજ હાથથી જડેલા રત્નોનું ઝિણવટભર્યું ભરતકામ કરવામાં આવ્યું છે. તેની હૉલ્ટર નેકલાઇન અને બોડી-સ્કલ્પ્ટિંગ સિલુએટ આ હેન્ડ-એમ્બ્રોઇડરી પીસની સુંદરતામાં વધારો કરે છે. આ ડ્રેસની કિંમત અંદાજે ₹40થી ₹80 લાખની વચ્ચે હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

માતાની કરોડોની જ્વેલરી પહેરી

ઈશાના લુકમાં આ ડ્રેસ જ મુખ્ય હાઇલાઇટ રહે તે માટે, એન્ડ્રુ મુકામલે તેને ખૂબ જ સ્માર્ટલી સ્ટાઈલ કર્યો હતો. તેમણે આ ક્યુટોર પીસ ઝાંખો ન પડે તે રીતે એટલી જ ભવ્ય અને લક્ઝુરિયસ જ્વેલરી તથા એક્સેસરીઝની પસંદગી કરી હતી. ઈશાએ ગોલ્ડ એમ્બેલિશ્ડ ફેરાગામો હિલ્સ પહેરી હતી. સાથે જ તેણે માતા નીતા અંબાણીના પર્સનલ પ્રાઇવેટ કલેક્શન તથા લોરેન શ્વાર્ટ્ઝની હેરિટેજ જ્વેલરી કેરી કરી હતી, જેમાં મોટા ડાયમંડ ડ્રોપ ઇયરિંગ્સ અને એક આકર્ષક રિંગ સામેલ હતી. આ જ્વેલરીની કિંમત ₹3 કરોડથી ₹5 કરોડની વચ્ચે હોવાનો અંદાજ છે.

મેકઅપની વાત કરીએ તો, ઈશાએ વિંગ્ડ આઈલાઈનર, ગોલ્ડન આઈશેડો, મસ્કારા, ડાર્ક આઈબ્રો, બ્લશ, હાઈલાઈટર અને ગ્લોસી રેડિશ-બ્રાઉન લિપ શેડ સાથે ડ્યુઇ બેઝ લુક પસંદ કર્યો હતો. તેણે વચ્ચે પાથી પાડીને ખુલ્લા રાખેલા તેના સિલ્કી, સ્ટ્રેટ વાળ તેના આ લુકમાં સોફ્ટ ફેમિનિન ટચ ઉમેરતા હતા.

એના વિન્ટોર સાથે ગપાટા માર્યા

પોતાના મિત્ર મનીષ મલ્હોત્રાના ક્યુટોર કલેક્શનને સપોર્ટ કરવા પહોંચેલી ઈશા ‘વોગ’ મેગેઝિનના એડિટર-ઇન-ચીફ એના વિન્ટોર સાથે પહેલી હરોળમાં બેઠેલી જોવા મળી હતી. બંનેના ફોટો અને વીડિયો વાયરલ થયા હતા, જેમાં બંને એકબીજા સાથે હસતી અને વાતચીત કરતી જોવા મળી હતી.

એનાનો એલિગન્ટ અવતાર

એના વિન્ટોરે મનીષ મલ્હોત્રાના આ શો માટે મસ્ટર્ડ-ગોલ્ડ કલરનો એક એલિગન્ટ લોન્ગ-સ્લીવ સિલ્ક મિડી ડ્રેસ પહેર્યો હતો, જેના પર પર્પલ કલરના ફૂલો અને ટીલ-ગ્રીન પાંદડાંની બોલ્ડ ફ્લોરલ પેટર્ન હતી.

ડ્રેસનો હાઈ કોલર, કમરનો ફિટિંગ ભાગ અને ફ્લુઈડ સ્કર્ટે તેને એક આકર્ષક લુક આપ્યો હતો.

એનાએ આ હાઈ કોલર પર ગળામાં એક હેવી, કલાત્મક જ્વેલરી નેકલેસ લેયર કરીને પોતાના આઉટફિટને વધુ આકર્ષક બનાવ્યો હતો, જેમાં ડ્રેસની ફ્લોરલ પ્રિન્ટ સાથે મેચ થતા ડીપ પર્પલ અને મેટાલિક સ્ટોન્સ જડેલા હતા. પોતાની સિગ્નેચર સ્ટાઈલ જાળવી રાખતા, તેમણે બ્લન્ટ બેંગ્સ સાથે શોર્ટ હેરકટ અને ઓવરસાઈઝ્ડ બ્લેક સનગ્લાસ કેરી કર્યા હતા.

Leave A Comment