Isha Ambani Wears 26 Indian Handicrafts Dress Vogue Pre-Party Photos Videos

Last Updated: May 3, 2026By

8 મિનિટ પેહલા

  • કૉપી લિંક

ભારતીય સંસ્કૃતિ અને કળાને વૈશ્વિક ફલક પર રજૂ કરવામાં અંબાણી પરિવાર જરાય પાછળ હટતો નથી. તાજેતરમાં જ ઈશા અંબાણીએ તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ફેશન મેગેઝિન વોગની પ્રી-પાર્ટી ઇવેન્ટમાં ઈશા અંબાણી ‘ભારત’નું પ્રતિનિધિત્વ કરતી ખાસ કસ્ટમ મેડ ડ્રેસ પહેરીને પહોંચી હતી. તેના સ્ટ્રેપલેસ ડ્રેસ અને હીરા જડીત ઘરેણાંઓએ ભારતની વિવિધ 26 ભાગોની કળાને એકસાથે રજૂ કરી હતી.

ઈશા અંબાણીની સ્પેશિયલ બેન્ડેજ ડ્રેસ 26 અલગ અલગ બોર્ડર્સથી તૈયાર કરવામાં આવી છે.

ઈશા અંબાણીની સ્પેશિયલ બેન્ડેજ ડ્રેસ 26 અલગ અલગ બોર્ડર્સથી તૈયાર કરવામાં આવી છે.

સ્વદેશ સાથે મળીને મનીષ મલ્હોત્રાએ ડિઝાઈન કરી સ્પેશિયલ બેન્ડેજ ડ્રેસ

વોગની પ્રી-પાર્ટી ઇવેન્ટની થીમ ‘કોસ્ચ્યુમ આર્ટ’ને ધ્યાને રાખીને ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ અંબાણી પરિવારના સ્વદેશ બ્રાન્ડ સાથે મળીને ઈશા અંબાણી માટે એક ખાસ ડ્રેસ તૈયાર કરી હતી. આ રીઈમેજિન્ડ બેન્ડેજ ડ્રેસ બોડી-હગિંગ સિલ્વેટમાં છે, જે શરીરના કુદરતી આકારને વધુ ઉભારે છે. આ ખાસ ડ્રેસને 26 અલગ અલગ બોર્ડર્સથી તૈયાર કરવામાં આવી છે, જે ભારતના 26 ભાગોનું પ્રતિનિધિત્વ કરે છે.

ઈશાના ડ્રેસમાં ગુજરાતના આરીભરત અને આશાવલી વર્કને ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું છે.

ઈશાના ડ્રેસમાં ગુજરાતના આરીભરત અને આશાવલી વર્કને ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું છે.

26 ભાગોને આવરી લેવાયા, ગુજરાતનું ખાસ મહત્ત્વ દર્શાવાયું

ડ્રેસમાં ગુજરાતના હાથવણાટ અને ભરતકામને ખાસ સ્થાન આપવામાં આવ્યું છે. ઈશાની ડ્રેસમાં ગુજરાતનું આરી ભરત અને આશાવલી વર્કના કુલ 3 બેન્ડેજ લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશનું ઝરીકામ અને બનારસી બ્રોકેડ, પારસી ગારા, મધ્યપ્રદેશનું મહેશ્વરી વર્ક, રાજસ્થાનનું કર્ચોબીકામ, પુડ્ડુચેરીનું પેટીટ પોઈન્ટ, જમ્મુ અને કશ્મીરનું ટીલા વર્ક, પશ્ચિમ બંગાળનું કાથા વર્ક અને બલુચારી, કર્ણાટક અને તમિલનાડુનું ગંદાભેરુંદા (કાંજીવરમ), મહારાષ્ટ્રની પૈઠણી, આંધ્રપ્રદેશની મંગલાગીરી અને ઓડીશાના સંબલપુરી વર્કનો સમાવેશ થાય છે.

ઈશાનો ડ્રેસ બનાવવામાં 450 કલાકની મહેનત લાગી છે.

ઈશાનો ડ્રેસ બનાવવામાં 450 કલાકની મહેનત લાગી છે.

ડ્રેસ તૈયાર થવામાં 450 કલાક લાગ્યા

ઈશા અંબાણીનો આ ઝિણવટભરેલો અને ટેક્સ્ચર્ડ ડ્રેસ બનાવવામાં 450 કલાકની મહેનત લાગી છે. ડ્રેસ માટે કાળો, મરૂન, ગોલ્ડ, કેસરી, લીલા જેવા ડાર્ક ક્લાસી શેડ્સ પર પસંદગી ઢોળવામાં આવી છે, જે તેને વધુ ભવ્ય બનાવે છે. આ ડ્રેસ ભારતના ખૂણે ખૂણે વસેલી વિવિધ સંસ્કૃતિઓ અને કારીગરોની કળાને એક ખાસ સન્માન છે, જેણે વૈશ્વિક સ્તરે ભારતીય ક્રાફ્ટ્સને સુંદર રીતે રજૂ કરી છે.

ડ્રેસમાં ઉત્તરથી લઈ દક્ષીણ અને પૂર્વથી લઈ પશ્ચિમ સુધીના દેશના તમામ ભાગોને આવરી લેવામાં આવ્યા છે.

ડ્રેસમાં ઉત્તરથી લઈ દક્ષીણ અને પૂર્વથી લઈ પશ્ચિમ સુધીના દેશના તમામ ભાગોને આવરી લેવામાં આવ્યા છે.

ઈશાનો ડ્રેસ ભારતીય હસ્તકળાનો એક ઉત્તમ નમૂનો છે.

ઈશાનો ડ્રેસ ભારતીય હસ્તકળાનો એક ઉત્તમ નમૂનો છે.

હાથવણાટથી બનેલા ડ્રેસે વૈશ્વિક સ્તરે ભારતીય કારીગરોને નવી ઓળખ અપાવી છે.

હાથવણાટથી બનેલા ડ્રેસે વૈશ્વિક સ્તરે ભારતીય કારીગરોને નવી ઓળખ અપાવી છે.

300 કલાકે તૈયાર થયેલી હેર જ્વેલરી આકર્ષણનું કેન્દ્ર

બેન્ડેજ ડ્રેસની શોભામાં અભિવૃદ્ધિ માટે ઈશા અંબાણીએ ખાસ ‘મેજેસ્ટિક લેપર્ડ કૌચર હેર ઓર્નામેન્ટ’ પહેર્યું હતું. આધુનિક શાહી ઠાઠના પ્રતીક સમાન આ હેર એક્સેસરી બે ફૂટ લાંબી છે અને ઝવેરાતથી જડેલા બો જેવી દેખાય છે. તેના વચ્ચેના ભાગમાં બે ‘મેજેસ્ટિક લેપર્ડ’ એટલે કે સુંદર દીપડાઓની ડિઝાઈન છે, જે એક ચમકતા રત્નની આજુબાજુ ગોઠવાયેલા છે.

'મેજેસ્ટિક લેપર્ડ કૌચર હેર ઓર્નામેન્ટ' બે ફૂટ લાંબું છે.

‘મેજેસ્ટિક લેપર્ડ કૌચર હેર ઓર્નામેન્ટ’ બે ફૂટ લાંબું છે.

આ હાથથી બનાવેલા આભુષણને તૈયાર કરવામાં 300 કલાકથી વધુનો સમય લાગ્યો છે. ઈશાએ ફ્રન્ટથી વાળને સ્લીક રાખીને ચોટલામાં બેશકિંમતી માસ્ટરપીસને ગુંથ્યો છે.

લેપર્ડ ડિઝાઈનના આ માસ્ટરપીસને તૈયાર કરતા 300 કલાક લાગ્યા છે.

લેપર્ડ ડિઝાઈનના આ માસ્ટરપીસને તૈયાર કરતા 300 કલાક લાગ્યા છે.

‘સ્વીટ વાયોલેટ’ ઇયરિંગ્સે શોભા વધારી

હેર પીસ ઉપરાંત ઈશાએ સિન્ડી ચાઓ (CINDY CHAO) બ્રાન્ડના ટેંગો ગાર્ડન કલેક્શનની ‘સ્વીટ વાયોલેટ’ ઇયરિંગ્સ પહેરી હતી, જેનો ફ્લોરલ આકાર અદ્ભુત લાગતો હતો. ઈશાએ ઇયરિંગ્સને મેચિંગ રિંગ પણ પહેરી હતી.

અર્ધી અને રસ્ટી કલરના કોસ્ચ્યુમ સાથે ઈશાએ પેસ્ટલ શેડ્સના ઇયરિંગ અને રિંગને પેર કરી.

અર્ધી અને રસ્ટી કલરના કોસ્ચ્યુમ સાથે ઈશાએ પેસ્ટલ શેડ્સના ઇયરિંગ અને રિંગને પેર કરી.

તેણે કપડાંની કલર થીમને ધ્યાને રાખીને બ્રાઉન નેઇલ પોલીશ કરી હતી. આ ઉપરાંત તેણે અમીના મુઆદ્દીની હીલ્સ પહેરી હતી, જેની ઇન્ટરનેટ પર કિંમત ₹94,000 જણાવવામાં આવી છે.

ઈશાના ઓલઓવર સ્ટાઇલિંગમાં ભારતીય અને વિદેશી સંસ્કૃતિનો અનોખો મેળ જોવા મળ્યો.

ઈશાના ઓલઓવર સ્ટાઇલિંગમાં ભારતીય અને વિદેશી સંસ્કૃતિનો અનોખો મેળ જોવા મળ્યો.

Leave A Comment