Janhvi Kapoor Mehndi Highlights Shikhar Pahadiya Nickname Shikhu; Ansula Wedding Reception Updates
2 કલાક પેહલા
- કૉપી લિંક
અંશુલા કપૂરના વેડિંગ રિસેપ્શનમાં સાવકી બહેન જાહ્નવી કપૂર પોતાના લુકની સાથે-સાથે મહેંદીને લઈને પણ ચર્ચામાં રહી. તેણે ડિઝાઇનર મનીષ મલ્હોત્રાની સિલ્ક સાડીને સ્ટ્રેપલેસ બ્લાઉઝ સાથે પહેરી હતી. તેનો આ લુક સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.
જાહ્નવીએ ઇન્સ્ટાગ્રામ પર રિસેપ્શનની ઘણી તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં તેની મહેંદી પર ‘શિખુ’ નામ લખેલું જોવા મળ્યું.
‘શિખુ’ તેના બોયફ્રેન્ડ શિખર પહાડિયાનું નિકનેમ છે. આ નામ મહેંદીની ડિઝાઇનમાં ઝિણવટથી લખવામાં આવ્યું હતું.

રિસેપ્શનમાં જાહ્નવી કપૂરે લેવેન્ડર રંગની બનારસી સિલ્ક સાડી સાથે રોયલ લુક કેરી કર્યો હતો.
આ ઉપરાંત, અંશુલા કપૂરના વેડિંગ રિસેપ્શનમાં જાહ્નવી કપૂરનો એક વીડિયો પણ સામે આવ્યો, જેમાં તેણે ઢોલ વગાડ્યો હતો.

જાહ્નવી કપૂરે ઢોલ વગાડ્યો.
નાઈટસૂટની તસવીર વાયરલ થઈ
નોંધનીય છે કે, 2024માં ફિલ્મ ‘મૈદાન’ના સ્ક્રીનિંગ દરમિયાન તે ‘શિખુ’ નામનો નેકલેસ પહેરીને પહોંચી હતી.
તાજેતરમાં સોશિયલ મીડિયા પર જાહ્નવીની એક તસવીર સામે આવી હતી, જેમાં તે એક અનોખો નાઈટસૂટ પહેરેલી જોવા મળી રહી છે. આ નાઈટસૂટ પર શિખર પહાડિયાના નામનો એક મેસેજ પણ લખેલો હતો.
આ ફોટોમાં જાહ્નવીએ પિંક કલરનો નાઈટસૂટ અને ગ્રે જેકેટ પહેર્યું હતું. તેના નાઈટસૂટ પર અંગ્રેજીમાં લખેલું છે, ‘If Lost, Please Return To Shikhar Pahariya’ એટલે કે ‘જો હું ખોવાઈ જાઉં, તો કૃપા કરીને શિખર પહાડિયા પાસે પાછી આપી દેજો.’

પહેલા પણ આપી ચૂકી છે સંબંધની હિન્ટ આ પહેલા પણ તે શિખરના નામની ટી-શર્ટ પહેરેલી જોવા મળી હતી.

શિખર પહાડિયા પરિવારની ખૂબ નજીક છે શિખર અવારનવાર કપૂર પરિવારના ખાનગી કાર્યક્રમોમાં જોવા મળે છે. તે માત્ર જાહ્નવી સાથે વેકેશન પર જ નથી જતો, પરંતુ અવારનવાર મંદિરોના દર્શન માટે પણ પરિવાર સાથે જોવા મળે છે.
જાહ્નવીએ એપ્રિલ 2024માં ‘કોફી વિથ કરણ’ના એક એપિસોડમાં ઈશારામાં જણાવ્યું હતું કે, તે કોઈની સાથે રિલેશનશિપમાં છે.


જાહ્નવી કપૂર અને શિખર પહાડિયા બાળપણથી એકબીજાને ઓળખે છે. બંનેના સંબંધોના સમાચાર 2016માં સામે આવ્યા હતા. 2018માં બંનેના અલગ થવાની ચર્ચા પણ થઈ હતી, પરંતુ 2023થી તેમને ઘણા પ્રસંગોએ સાથે જોવામાં આવ્યા છે. બંને અનંત અંબાણીના લગ્ન સમારોહ, પાર્ટીઓ, વેકેશન અને તિરુપતિ મંદિરમાં પણ સાથે જોવા મળ્યા છે.
કોણ છે શિખર પહાડિયા?
શિખર પહાડિયા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી સુશીલ કુમાર શિંદેના દોહિત્ર છે. તે સ્મૃતિ શિંદે અને સંજય પહાડિયાના દીકરા છે. શિખર એક ઉદ્યોગસાહસિક અને રોકાણકાર છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


