Jennifer Winget Wedding Photos; Actress Shares Unseen Pictures With Husband William Ishmael
4 કલાક પેહલા
- કૉપી લિંક
ટીવીની લોકપ્રિય એક્ટ્રેસ જેનિફર વિંગેટે તેના લગ્નની અનસીન તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેનિફરે 16 જુલાઈના રોજ વિલિયમ ઇશમેલ સાથે યુકેમાં અંગત સમારોહમાં લગ્ન કર્યાં, ત્યારબાદ તેણે એક નવો વીડિયો મોન્ટાજ અને ફોટો કેરોસેલ પોસ્ટ કર્યો છે.
તસવીરોમાં જેનિફર તેના પતિ વિલિયમ ઇશમેલ સાથે જોવા મળી રહી છે. એક તસવીરમાં તે તેના પિતાને ગળે લગાડીને ભાવુક થતી પણ દેખાઈ રહી છે. તસવીરો શેર કરતા જેનિફરે કેપ્શનમાં લખ્યું – ‘…અને આખરે અમારા સિતારા મળી ગયા.’
જુઓ લગ્નની તસવીરો …

જેનિફર વિંગેટે 16 જુલાઈ 2026ના રોજ વિલિયમ ઇશમેલ સાથે લગ્ન કર્યા.

જેનિફર અને વિલિયમે ખ્રિસ્તિ રીત-રિવાજથી લગ્ન કર્યા.

વિલયમે જેનિફરને ડાયમંડ રિંગ પહેરાવી.

જેનિફર અને વિલિયમે યુકેના વેલ્સ દેશના સેરેડિજિયન કાઉન્ટીમાં પોન્ટરીડફેન્ડિગાઇડ ગામ નજીક આવેલા ઐતિહાસિક સિસ્ટર્સિયન મોનેસ્ટ્રી- સ્ટ્રાટા ફ્લોરિડા એબીમાં ફોટોશૂટ કરાવ્યું.

જેનિફરે પરંપરાગત ખ્રિસ્તી લગ્નનો વ્હાઇટ ગાઉન પહેર્યો હતો. તેણે વેલ પણ કેરી કરી હતી.

જેનિફર લગ્ન સમયે ભાવુક જોવા મળી.

વિલિયમે બ્લુ અને આઇવરી ટક્સિડો પહેર્યો હતો.

દીકરીને લગ્નના ગાઉનમાં જોઈને પિતા ભાવુક થઈ ગયા હતા. જેનિફરે વેડિંગ ગાઉનમાં લગ્નની તારીખ એમ્બ્રોઇડર કરાવી હતી.
વીડિયોમાં પતિ સાથે લીધેલા વેડિંગ વાઉઝ જેનિફરે ઇન્સ્ટાગ્રામ પર એક ખાસ વીડિયો મોન્ટેજ પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તે અને તેના પતિ વિલિયમ ચર્ચમાં લગ્નના વચનો (વેડિંગ વાઉઝ) લેતા જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત, તેમાં તેમના વેડિંગ ફોટોશૂટની સુંદર પળો પણ દર્શાવવામાં આવી છે.
વીડિયોના અંતમાં એક મેસેજ લખેલો આવે છે – ‘ઓફિશિયલી ઇન્ટ્રોડ્યુસિંગ ટુ માય મેન, માય હસબન્ડ, વિલ!’ તસવીરોમાં જેનિફર તેના બ્રાઇડલ ગાઉન, એમ્બ્રોઇડર્ડ વેલ (ઘૂંઘટ) અને પતિ સાથે સીડીઓ પરથી નીચે ઉતરતી વખતે ખૂબ ખુશ દેખાઈ રહી છે.
યુકેમાં થઈ હતી ઇન્ટિમેટ સેરેમની જેનિફર વિંગેટ અને સિંગાપોરના બિઝનેસમેન વિલિયમ ઇશમેલે ગુરુવાર, 16 જુલાઈના રોજ યુનાઇટેડ કિંગડમ (યુકે)માં એક ખાનગી સમારોહમાં લગ્ન કર્યા હતા. આ બ્રાઇડલ સેરેમનીમાં ફક્ત પરિવારના સભ્યો અને ખૂબ જ નજીકના મિત્રો જ સામેલ થયા હતા. લગ્ન પહેલા બંનેએ પોતાના સંબંધોને લઈને સંપૂર્ણપણે મૌન જાળવી રાખ્યું હતું. જોકે લગ્ન પહેલા જ જેનિફરના વ્હાઇટ બ્રાઇડલ ગાઉનના ટ્રાયલના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા હતા, જેના પછી જ ચર્ચાઓ તેજ બની ગઈ હતી.



જેનિફરના પતિ વિલિયમ ઇશમેલ કોણ છે?
જેનિફરના પતિ વિલિયમ ઇશમેલ સિંગાપોરના એક જાણીતા ફાઇનાન્સ પ્રોફેશનલ છે. તે વર્ષ 2022થી એમએચસી ડિજિટલ ગ્રુપમાં બિઝનેસ ડેવલપમેન્ટ અને ટ્રેડિંગના ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યા છે. વિલિયમે ઇંગ્લેન્ડની યુનિવર્સિટી ઓફ યોર્કમાંથી ઇકોનોમિક્સ અને ફાઇનાન્સમાં ડિગ્રી લીધી છે.

આ પછી તેમણે યુબીએસ ઇન્વેસ્ટમેન્ટ બેંકમાં પણ કામ કર્યું છે. ગ્લેમર ઇન્ડસ્ટ્રીથી દૂર રહેનારા વિલિયમ સોશિયલ મીડિયા અને લાઇમલાઇટથી ઘણું અંતર જાળવી રાખે છે.
કરણ સિંહ ગ્રોવર સાથે થયા હતા પહેલા લગ્ન જેનિફર વિંગેટના આ બીજા લગ્ન છે. આ પહેલા તેણે વર્ષ 2012માં તેના ટીવી શો ‘દિલ મિલ ગયે’ના કો-સ્ટાર અને એક્ટર કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા હતા. જોકે, બે વર્ષ પછી નવેમ્બર 2014માં બંને અલગ થઈ ગયા હતા અને વર્ષ 2016માં તેમના સત્તાવાર રીતે છૂટાછેડા થઈ ગયા હતા.

આ પછી જેનિફરે પોતાની પર્સનલ લાઇફને મીડિયાની નજરથી દૂર રાખી. હવે વર્ષો પછી વિલિયમ સાથે તેની નવી શરૂઆત જોઈને તેના ચાહકો પણ ખૂબ ખુશ જોવા મળી રહ્યા છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


