Kangana Ranaut Parliament Wardrobe; Hermes Birkin Bag Rolex Datejust Watch Photos VIDEOS |₹56 Lakh Outfit Detail
- Gujarati News
- Entertainment
- Kangana Ranaut Parliament Wardrobe; Hermes Birkin Bag Rolex Datejust Watch Photos VIDEOS |₹56 Lakh Outfit Detail
9 કલાક પેહલા
- કૉપી લિંક
ભાજપ સાંસદ અને બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત તેના વિવાદિત નિવેદનો ઉપરાંત તેના સાંસદવાળા લુકના કારણે પણ ચર્ચામાં રહે છે. કંગનાના સિમ્પલ દેખાતા સંસદ સત્ર લુકની કિંમત જાણીને આશ્ચર્યમાં મૂકાઈ જશો. તાજેતરમાં કંગનાએ ચોમાસુ સત્ર દરમિયાન પહેરેલી સિમ્પલ વાદળી રંગની સાડી સહિતનો લુક ₹56 લાખનો છે.
નોર્થ ઇસ્ટની સાડીમાં ચાર ચાંદ લગાવ્યા
સંસદના ચોમાસુ સત્ર દરમિયાન કંગના રનૌત વિવિધ પ્રકારની સાડી પહેરીને લાઇમલાઇટ લૂંટી હતી. તાજેતરમાં એક્ટ્રેસ મણિપુરી બ્રાન્ડની વાદળી રંગની એરી સિલ્ક સાડીમાં સિમ્પલ અને એલિગન્ટ લાગી રહી હતી. કંગનાએ આ બેબી બ્લુ કલરની સાડી સાથે સિમ્પલ શોર્ટ-સ્લીવ્ઝ સફેદ રંગનું બ્લાઉઝ પહેર્યું હતું. તેણે સાડીની સાથે ખૂબ ઓછી જ્વેલરી પહેરી હતી. જોકે, તેના લુકમાં સૌથી વધુ ચર્ચા તેને ‘હર્મિસ બર્કિન’ બેગની થઈ રહી છે.

₹35 લાખનું ‘હર્મિસ બર્કિન’ બેગ
કંગના રનૌતે વાદળી સાડી સાથે કાળા રંગનું ‘હર્મિસ બર્કિન’ બેગ કેરી કર્યું હતું. રિપોર્ટ્સ અનુસાર આ બેગની વર્તમાન બજાર કિંમત લગભગ ₹35 લાખ છે. બેગમાં સિગ્નેચર ટોપ હેન્ડલ અને ગોલ્ડ હાર્ડવેર લાગેલા છે, જે તેના સિમ્પલ લુકને વૈભવી બનાવે છે.
₹21 લાખની ઘડિયાળે શોભામાં અભિવૃદ્ધિ કરી
કંગનાની સાડી અને બેગ ઉપરાંત તેના કાંડા પર રહેલી ચોકલેટ બ્રાઉન ડાયલવાળી ‘Rolex Lady-Datejust’ ઘડિયાળ પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી. ઘડિયાળ નિર્માણના ઇતિહાસમાં આ એક માઇલસ્ટોન માનવામાં આવે છે, કારણ કે તે 3 વાગ્યાના સ્થાને તારીખ દર્શાવતી વિન્ડો સાથેની પ્રથમ સેલ્ફ-વાઇન્ડિંગ વોટરપ્રૂફ ક્રોનોમીટર કાંડા ઘડિયાળ હતી.

રોલેક્સની સત્તાવાર વેબસાઇટ અનુસાર, 1945માં તેના સર્જન પછી, 1953માં ડિસ્પ્લે પર ‘સાયક્લોપ્સ લેન્સ’ની મેગ્નિફાઇંગ ઇફેક્ટ ઉમેરીને તેને વધુ બહેતર બનાવવામાં આવી હતી. ત્યારથી, ડેટજસ્ટ રોલેક્સની ક્લાસિક સુંદરતાની ઓળખ બનીને સતત પોતાને અપડેટ કરી રહી છે.
મેટલ લિંક્સની પાંચ હરોળ ધરાવતી આ ઘડિયાળ તેના ફ્લુઇડ શેપ અને એલિગન્ટ ક્લાસ્પ માટે જાણીતી છે. 1957માં તેની 25 mm (હાલમાં 28 mm) ડાયામીટર ધરાવતી મહિલા વર્ઝન ‘ઓઇસ્ટર પરપેચ્યુઅલ લેડી-ડેટજસ્ટ’ લોન્ચ કરવામાં આવી હતી, જે કંગનાએ પહેરી હતી. તેની વર્તમાન બજાર કિંમત અંદાજે ₹21 લાખ છે.
6 હજાર રૂપિયાની છત્રી પર પસંદગી ઢોળી
દિલ્હીના વરસાદથી બચવા માટે કંગનાએ ગુડ અર્થ બ્રાન્ડની પ્રિન્ટેડ છત્રી પર પસંદગી ઢોળી હતી. આ છત્રીની વર્તમાન બજાર કિંમત અંદાજીત ₹6,100 છે. છત્રીના આઉટર હૂડ પર બ્રાન્ડની સિગ્નેચર ‘ઇન્ડિયન ઓશન પ્રિન્ટ’ હતી, જ્યારે ઇનર હૂડ પર શેવરોન પેટર્નની ડિઝાઈન હતી. તેમાં લાકડાનું હેન્ડલ પણ લાગેલું હતું. છત્રી તેની સાડીના રંગો સાથે ખૂબ સરસ રીતે મેચ થઈ રહી હતી.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


