Katrina Kaif Birthday Celebration; Vicky Kaushal Shares Romantic Pic After Actress Becomes Mother

Last Updated: July 17, 2026By

2 કલાક પેહલા

  • કૉપી લિંક

એક્ટ્રેસ કેટરિના કૈફે ગુરુવારે માતા બન્યા પછી પોતાનો પહેલો જન્મદિવસ ઉજવ્યો. આ પ્રસંગે તેના પતિ અને એક્ટર વિકી કૌશલે સોશિયલ મીડિયા પર તેમના ઘરના સેલિબ્રેશનની એક તસવીર શેર કરી છે. તસવીરમાં વિકી કેટરિનાને ગળે લગાવતો જોવા મળી રહ્યો છે.

વિકીએ આ પોસ્ટ સાથે હિન્દીમાં લખ્યું, ‘જાનનો જન્મદિવસ.’ બંનેએ આ વખતે પોતાનો જન્મદિવસ ખૂબ જ સાદાઈથી ઘરે જ પરિવાર સાથે ઉજવ્યો છે.

સફેદ અને ગોલ્ડન બલૂન વચ્ચે કેક કાપી શેર કરેલી તસવીરમાં કેટરિનાના હાથમાં કેકનો એક ટુકડો છે અને તે હસી રહી છે. બેકગ્રાઉન્ડમાં સફેદ અને ગોલ્ડન કલરના બલૂન લાગેલા છે અને સાથે જ ‘હેપ્પી બર્થડે’નું બેનર પણ દેખાઈ રહ્યું છે. બંનેએ આ ખાસ દિવસે સાદા કપડાં પહેર્યા હતા. કેટરિનાએ બ્લુ ડેનિમ ડ્રેસ પહેર્યો હતો અને વિકીએ સફેદ શર્ટ સાથે ડાર્ક ટ્રાઉઝર પહેર્યો હતો.

વિકી કૌશલે બર્થ ડે સેલિબ્રેશનનો ફોટો શેર કર્યો.

વિકી કૌશલે બર્થ ડે સેલિબ્રેશનનો ફોટો શેર કર્યો.

ગયા વર્ષે નવેમ્બરમાં દીકરો વિહાનનો જન્મ થયો કેટરિના અને વિકી ગયા વર્ષે નવેમ્બરમાં એક પુત્રના માતા-પિતા બન્યા. બંનેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ચાહકોને આ જાણકારી આપી હતી. આ પછી 7 જાન્યુઆરી 2026ના રોજ તેમણે દીકરાના નામનો ખુલાસો કર્યો હતો. તેમણે પોતાના દીકરાનું નામ વિહાન કૌશલ રાખ્યું છે. માતા બન્યા પછી કેટરિનાનો આ પહેલો જન્મદિવસ હતો.

સલમાનની સામે પ્રપોઝ કર્યું હતું

વિકી અને કેટરીનાની જોડી બનાવવામાં કરણ જોહરની ભૂમિકા ઘણી મહત્વની રહી છે. જ્યારે કરણે પોતાના ચેટ શો ‘કોફી વિથ કરણ’ માં કેટરીનાને પૂછ્યું હતું કે, તે ભવિષ્યમાં કોની સાથે કામ કરવા ઈચ્છશે? ત્યારે કેટરીનાએ વિકી કૌશલનું નામ લીધું હતું. આ વાત જ્યારે કરણે વિકીને જણાવી, ત્યારે વિકી આ સાંભળીને ખુશીથી દિલ પર હાથ મૂકીને સોફા પર ‘બેભાન’ થવાની એક્ટિંગ કરવા લાગ્યો હતો.

ત્યારબાદ વિકી કૌશલે વર્ષ 2019માં ‘સ્ટાર સ્ક્રીન એવોર્ડ્સ’ દરમિયાન સ્ટેજ પર જાહેરમાં કેટરીનાને લગ્નનો પ્રસ્તાવ આપ્યો હતો. વિકીએ મજાકમાં કહ્યું હતું- ‘હું તમારો બહુ મોટો ફેન છું. આજકાલ લગ્નની મોસમ ચાલી રહી છે, તો તમે પણ કોઈ વિકી કૌશલને શોધીને તેની સાથે લગ્ન કેમ નથી કરી લેતા?’ ત્યારબાદ વિકીએ સીધું જ પૂછી લીધું- ‘મુજસે શાદી કરોગી?’ આ સાંભળીને કેટરીનાએ હસીને જવાબ આપ્યો હતો- ‘હિંમત નથી.’

સૌથી રસપ્રદ વાત એ હતી કે, આ બધું સલમાન ખાનની હાજરીમાં થઈ રહ્યું હતું અને તે સમયે સલમાનના એક્સપ્રેશન્સ જોવા જેવા હતા. તે સમયે તો બધાએ આને એવોર્ડ નાઈટની સામાન્ય મસ્તી સમજીને અવગણી દીધું હતું, પરંતુ ટૂંક સમયમાં જ બંને ઘણી જગ્યાએ સાથે જોવા મળવા લાગ્યા.

વર્ષ 2019ના ‘આઈફા એવોર્ડ્સ’ અને ‘ઝી સિને એવોર્ડ્સ’માં પણ બંને સાથે પહોંચ્યા હતા અને બાજુ-બાજુમાં જ બેઠા હતા. ઘણી વખત વિકીને કેટરીનાના ઘરની બહાર પણ સ્પોટ કરવામાં આવ્યો હતો. ટૂંક સમયમાં જ એક સરખી હૂડી પહેરેલી અને એક જ સરખા બેકગ્રાઉન્ડ વાળી તસવીરો પોસ્ટ થવાને કારણે તેમના અફેરની અટકળો તેજ થઈ ગઈ હતી.

એક ફોટોગ્રાફથી ખુલ્યો સંબંધોનો ભેદ

કેટરીનાએ સોશિયલ મીડિયા પર એક તસવીર પોસ્ટ કરી હતી, જેમાં તે પીળી ટી-શર્ટ પહેરેલા એક વ્યક્તિને ગળે લગાવેલી જોવા મળી હતી. તસવીર એટલી ક્રોપ હતી કે માત્ર ટી-શર્ટનું ગજવું જ દેખાતું હતું. થોડા સમય પછી વિકીએ પણ તે જ પીળી ટી-શર્ટ પહેરેલો ફોટો પોસ્ટ કર્યો, જેના પછી કેટરીનાએ પોતાની તે ક્રોપ કરેલી તસવીર ડીલીટ કરી નાખી હતી.

પરંતુ ત્યાં સુધીમાં આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી અને બંનેનો સંબંધ જગજાહેર થઈ ગયો હતો. ત્યાર પછી અહેવાલો આવ્યા કે કપલે ડિરેક્ટર કબીર ખાનના ઘરે ચોરી-છૂપે રોકા (સગાઈ) વિધિ કરી લીધી છે.

જુઓ લગ્નની તસવીરો-

કેટરિના કૈફ છેલ્લે 2024ની ફિલ્મ ‘મેરી ક્રિસમસ’માં વિજય સેતુપતિ સાથે જોવા મળી હતી. આ દિવસોમાં કેટરિના માતૃત્વનો આનંદ માણી રહી છે અને પોતાની બ્યુટી બ્રાન્ડ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

‘છાવા’ની સફળતા બાદ ‘લવ એન્ડ વોર’માં જોવા મળશે વિકી વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, વિકી કૌશલની વર્ષ 2025માં આવેલી ઐતિહાસિક ફિલ્મ ‘છાવા’ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર રહી હતી. લક્ષ્મણ ઉતેકરના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મે વિશ્વભરમાં 807 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.

હવે વિકી ટૂંક સમયમાં સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘લવ એન્ડ વોર’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ મુખ્ય ભૂમિકામાં છે. જ્યારે કેટરિના કૈફ છેલ્લે ફિલ્મ ‘મેરી ક્રિસમસ’માં જોવા મળી હતી.

Leave A Comment