Katrina Kaif Birthday Celebration With Vicky Kaushal & Son Vihan
29 મિનિટ પેહલા
- કૉપી લિંક
કેટરીના કૈફે પતિ વિક્કી કૌશલ અને પુત્ર વિહાન સાથે પોતાનો 43મો બર્થ-ડે સેલિબ્રેટ કર્યો, જેની ઝલક સોશિયલ મીડિયા પર શેર કરી. પોસ્ટમાં વિક્કી સાથેની તેની તસવીરો અને પુત્ર વિહાન સાથે વિતાવેલી કેટલીક ખાસ પળો જોવા મળી.
તસવીરો સાથે કેટરીનાએ એક ભાવુક નોંધ પણ લખી. તેણે લખ્યું, “હું હંમેશા ભગવાનનો આભાર માનું છું કે તેણે મને તારા જેવો અમૂલ્ય સાથી આપ્યો. આ મારો સૌથી સુંદર જન્મદિવસ છે. અને હા, તું પણ કંઈ ઓછો સારો નથી.” પુત્ર વિહાનના જન્મ પછી કેટરીનાનો આ પહેલો જન્મદિવસ હતો.

તસવીરોમાં તે પોતાના પુત્ર સાથે રમતી પણ જોવા મળી.
જન્મદિવસના અવસરે કેટરીનાએ પીચ રંગનો ડ્રેસ પહેર્યો હતો. તેણે ખુલ્લા વાળ અને ઓછી એક્સેસરીઝ સાથે પોતાનો લુક સિમ્પલ રાખ્યો હતો. પોસ્ટમાં વિક્કી કૌશલ સાથેની એક તસવીર પણ સામેલ હતી, જેને સેલિબ્રેશન પછીની જણાવવામાં આવી હતી. તેમાં બંને કેઝ્યુઅલ આઉટફિટમાં સાથે જોવા મળ્યા.
કેટરિનાને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવતા વિક્કીએ પોસ્ટમાં લખ્યું હતું, “જાનનો જન્મદિવસ.”

ગયા વર્ષે નવેમ્બરમાં પુત્ર વિહાનનો જન્મ થયો
કેટરિના અને વિક્કી ગયા વર્ષે નવેમ્બરમાં એક પુત્રના માતા-પિતા બન્યા છે. બંનેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ચાહકોને આ જાણકારી આપી હતી. ત્યારબાદ 7 જાન્યુઆરી 2026ના રોજ તેમણે પોતાના પુત્રના નામનો ખુલાસો કર્યો હતો. તેમણે પોતાના પુત્રનું નામ વિહાન કૌશલ રાખ્યું છે. માતા બન્યા પછી કેટરિનાનો આ પહેલો જન્મદિવસ હતો.

સલમાન સામે પ્રપોઝ કર્યું હતું
વિક્કી અને કેટરિનાની જોડી બનાવવામાં કરણ જોહરની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા છે. જ્યારે કરણે તેના ટોક શો ‘કોફી વિથ કરણ’ પર કેટરિનાને પૂછ્યું હતું કે તે આગળ કોની સાથે કામ કરવાનું પસંદ કરશે, ત્યારે તેના જવાબમાં કેટરિનાએ વિક્કીનું નામ લીધું હતું. જ્યારે કરણે આ વાત વિક્કીને કહી, ત્યારે તે સાંભળીને દિલ પર હાથ રાખીને ‘બેહોશ’ થવા લાગ્યો.
પછી વિક્કીએ કટરીનાને વર્ષ 2019માં સ્ટાર સ્ક્રીન એવોર્ડ દરમિયાન જાહેરમાં લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. વિક્કીએ કહ્યું હતું કે હું તમારો બહુ મોટો ફેન છું, લગ્નની મોસમ ચાલી રહી છે, તમે પણ એક વિક્કી કૌશલને શોધીને તેની સાથે લગ્ન કેમ નથી કરી લેતા. ત્યારબાદ વિક્કીએ કટરીનાને સીધું જ પૂછી લીધું કે મારી સાથે લગ્ન કરીશ? આના પર અભિનેત્રીએ કહ્યું – હિંમત નથી.

આશ્ચર્યની વાત તો એ હતી કે આ બધું સલમાન ખાનની હાજરીમાં થઈ રહ્યું હતું, જ્યાં તેમના હાવભાવ જોવા જેવા હતા. આ સમયે તો બધાએ તેને એવોર્ડ નાઈટમાં અભિનેતા અને હોસ્ટ વચ્ચેની મજાક સમજીને અવગણી દીધું, પરંતુ પછી જલ્દી જ બંને ઘણા પ્રસંગોએ સાથે જોવા મળ્યા.
વર્ષ 2019ના IIFA એવોર્ડ, ઝી સિને એવોર્ડ ફંક્શનમાં પણ બંને સાથે જ પહોંચ્યા હતા અને સાથે બેઠા હતા. ઘણીવાર વિક્કીને કેટરિનાના ઘરે પણ સ્પોટ કરવામાં આવ્યો હતો. જલ્દી જ એક જ હુડી પહેરવા અને એક જ બેકગ્રાઉન્ડના ફોટા પોસ્ટ કરતા બંનેના અફેરની ચર્ચાઓ વધવા લાગી.
એક ફોટોથી ખુલ્યો રિલેશનશિપનો રાજ
કેટરિનાએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક તસવીર પોસ્ટ કરી હતી, જેમાં તે પીળી ટી-શર્ટ પહેરેલા એક વ્યક્તિને ગળે લગાવેલી દેખાઈ. તસવીર એટલી ક્રોપ હતી કે માત્ર ટી-શર્ટનું ખિસ્સું જ દેખાઈ રહ્યું હતું. થોડા સમય પછી વિક્કીએ તે જ પીળી ટી-શર્ટ પહેરેલો ફોટો પોસ્ટ કર્યો, પરંતુ ત્યારે કેટરિનાએ પોતાનો ફોટો ડિલીટ કરી દીધો.

તસવીરો ઝડપથી વાઈરલ થઈ ગઈ અને બંનેનો સંબંધ ઓફિશિયલ થઈ ગયો.
ઘણી અટકળો વચ્ચે વિક્કી-કેટરિનાએ 9 ડિસેમ્બર 2021ના રોજ સવાઈ માધોપુરના સિક્સ સેન્સ રિસોર્ટમાં ડેસ્ટિનેશન વેડિંગ કરી, જેમાં ફક્ત નજીકના લોકો જ સામેલ થયા.
જુઓ લગ્નની તસવીરો-





લગ્નના 3 વર્ષ પછી 7 નવેમ્બર 2025 ના રોજ કેટરિનાએ પુત્રને જન્મ આપ્યો, જેનું નામ વિહાન રાખવામાં આવ્યું છે. હાલમાં કેટરિના અને વિક્કીએ પુત્રની તસવીરો સાર્વજનિક કરી નથી.

કેટરિના કૈફ છેલ્લે 2024ની ફિલ્મ મેરી ક્રિસમસમાં વિજય સેતુપતિ સાથે જોવા મળી હતી. આ દિવસોમાં કેટરિના માતૃત્વનો આનંદ માણી રહી છે અને પોતાની બ્યુટી બ્રાન્ડ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
‘છાવા’ની સફળતા પછી ‘લવ એન્ડ વોર’માં જોવા મળશે વિક્કી
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, વિક્કી કૌશલની વર્ષ 2025માં આવેલી ઐતિહાસિક ફિલ્મ ‘છાવા’ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર રહી હતી. લક્ષ્મણ ઉતેકરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મે વિશ્વભરમાં 807 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. હવે વિક્કી ટૂંક સમયમાં સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘લવ એન્ડ વોર’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ મુખ્ય ભૂમિકાઓમાં છે. જ્યારે કેટરિના કૈફ છેલ્લે ફિલ્મ ‘મેરી ક્રિસમસ’માં જોવા મળી હતી.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


