Kawasaki EC-2 SOJ Jet: ઘુસણખોરી કર્યા વિના દુશ્મનના વિસ્તારમાં તબાહી મચાવી શકે છે જાપાનનું નવુ વિમાન

Last Updated: March 17, 2026By

EC-2 SOJ નામનુ આ જેટ દુશ્મન દેશના એરસ્પેસમાં દાખલ થયા વિના તબાહી મચાવી શકે છે.

દુશ્મનને નિષ્ક્રીય કરશે

EC-2 SOJ નામનુ આ જેટ રડાર અને કોમ્યુનિકેશનને અવરોધી શકે છે. C-2 ટ્રાન્સપોર્ટ વિમાન પર આધારિત આ જેટ મોર્ડન ટેક્નોલોજી અને જેમિંગ ડિવાઇસથી સજ્જ છે. જાપાનના નવા EC-2 ઇલેક્ટ્રોનિક વારફેયર એરક્રાફ્ટે પ્રથમ વખત ઉડાન ભરી હતી. આ કોઇ સામાન્ય ફાઇટર જેટ નથી. તેનું કામ સીધુ હુમલો કરવાનુ નથી. તેનું અસલી હથિયાર દુશ્મનનું રડાર અને કોમ્યુનિકેશન અવરોધવાનું છે. આ વિમાન દુરથી દુશ્મનને નિષ્ક્રીય બનાવી શકે છે.

સૌથી અલગ ડિઝાઇન

જાપાન એર સેલ્ફ-ડિફેન્સ ફોર્સે આ વિમાનના ખાસ ફોટો શેર કર્યા છે. આ જેટે પોતાની બનાવટથી વિશ્વનું ધ્યાન ખેંચ્યુ છે. તેને Kawasaki C-2 ટ્રાન્સપોર્ટ એરફ્રાફ્ટથી બદલવામાં આવ્યુ છે. તેની ડિઝાઇન સૌથી અલગ છે. તેનું નોઝ સેક્શન સૌનું ધ્યાન ખેંચે છે. આ ભાગ તેની ખતરનાક સિસ્ટમને છુપાવવા માટે પુરતો છે. જાપાન હવે આવા ચાર એરક્રાફ્ટ સામેલ કરવાની યોજના બનાવી રહ્યુ છે.

કેમ ખાસ છે EC-2 જેટની ડિઝાઇન ?

કાવાસાકી EC-2ને કાવાસાકી C-2 મિલિટ્રી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટના બેઝ પર તૈયાર કરાયુ છે. પરંતુ તેનો દેખાવ સામાન્ય વિમાન કરતા બિલકુલ અલગ છે. વિમાનના આગળના ભાગમાં નોઝ સેક્શન સૌથી મોટું રાખવામાં આવ્યુ છે. જે તેને અલગ ઓળખ આપે છે. આ ભાગની પાછળ તોશિબા દ્વારા બનાવવામાં આવેલા J/ALQ-5 રેડિયો જૈમિંગ ડિવાઇસ છુપાવવામાં આવ્યુ છે. આ સિસ્ટમ દુશ્મનના રડાર સિસ્ટમને નિષ્ક્રિય કરે છે.

EC-1થી કેટલું અલગ છે આ નવુ જેટ ?

આ વિમાન પોતાના જુના વર્ઝન કાવાસાકી EC-1નો આધુનિક અવતાર છે. EC-1ને વર્ષ 1986માં બનાવાયુ હતુ. પરંતુ EC-2માં કેટલીયે વસ્તુઓ જોડવામાં આવી છે. જે અગાઉ કયારેય જોવા નથી મળી. વિમાનના ઉપરના ભાગમાં કોકપિટની પાછળ ફેયરિંગ આપવામાં આવી છે. જે સામેની બાજુ દેખાનાર સેંસરને કવર કરે છે. વિમાનના પાછળના ભાગમાં ત્રણ ફેયરિંગ લગાવ્યા છે.

ફિચરની માહિતીઃ-

બેઝ મોડલઃ Kawasaki C-2

ભમિકાઃ ઇલેક્ટ્રોનિક વારફેયર

મુખ્ય સિસ્ટમઃ J-ALQ-5 જામિંગ સિસ્ટમ

વિશેષતાઃ સ્ટેન્ડ ઓફ જામિંગ

તબક્કોઃ ટેસ્ટિંગ ફેઝ

રડારને નિષ્ક્રિય કરવાની ક્ષમતા

EC-2ની સૌથી મોટી શક્તિ તેની સ્ટેન્ડ ઓફ જામિંગ છે. જેનો અર્થ એ થાય છે કે, સુરક્ષિત અંતરે રહીને દુશ્મનની રડાર સિસ્ટમ નાશ કરવી. તેમા લાગેલા વધુ પડતા એર ઇનટેક્સ જણાવે છે કે, તેની અંદર ઉપસ્થિત ઇલેક્ટ્રોનિક ડિવાઇસેઝને ચલાવવા માટે મોટી માત્રામાં કૂલિંગ અને વીજળીની જરુર પડે છે. તો સાથે જ ફ્યુઝલેઝ પર કેટલાક ઓપ્ટિકલ સેન્સર લગાવાયા છે. આ સેન્સર દુશ્મન મિસાઇલને ચેતાવણી આપે છે. અને વિમાનને પોતાનું સંરક્ષણ કરવા માટે સમય અને મદદ મળે છે.

આ પણ વાંચોઃ અમેરિકા અને ઇઝરાયલ સ્વીકારે શરણાગતિ અને ચુકવે વળતર, મોજતબા ખામેનેઇ એક્શન મોડમાં