Kidney Stone Problem : કિડનીમાં પથરી હોય ત્યારે સર્જરી કરાવવાની ડોક્ટર કયારે સલાહ આપે છે, જાણો
આજકાલ લોકોમાં બીમારીનું પ્રમાણ વધ્યું છે. કિડનીમાં પથરી (Kidney Stones) હોવી એ ખૂબ જ સામાન્ય સમસ્યા છે, પરંતુ દરેક કિસ્સામાં સર્જરીની જરૂર હોતી નથી. મોટાભાગની નાની પથરી પુષ્કળ પાણી પીવાથી અને દવાઓથી નીકળી જાય છે. પરંતુ કેટલીક પરિસ્થિતિઓમાં ડોક્ટર સર્જરી (ઓપરેશન) કરવાની સલાહ આપતા હોય છે. જાણો કયારે ડોક્ટર સર્જરીની સલાહ આપે છે અને કઈ સર્જરી વધુ યોગ્ય છે.
કયા સંજોગોમાં થાય છે પથરી માટે સર્જરી
કિડનીમાં પથરીનું કદ 6 મીમી (6mm) થી મોટું હોય, આવી સ્થિતિમાં સર્જરી અનિવાર્ય બને છે. દવાઓ લીધા બાદ પણ કમર કે પેટના નીચેના ભાગમાં અસહ્ય દુખાવો થતો હોય, આ ભયંકર દુખાવો બંધ ન થાય અને દર્દીને રોજિંદા કામમાં તકલીફ પડતી હોય. પથરીને કારણે પેશાબ અટકી જતો હોય. પથરીને કારણે વારંવાર ઈન્ફેક્શન થતું હોય અને તાવ આવતો હોય તેમજ કિડનીમાં સોજો આવી જાય, પથરી કિડની કે નળીની અંદરની દીવાલોને નુકસાન કરે અને પેશાબમાં વારંવાર લોહી દેખાવા લાગે. આ તમામ સ્થિતિમાં ડોક્ટર સર્જરીની સલાહ આપે છે.
પથરી દૂર કરવા માટેની ટ્રીટમેન્ટ
પથરી લાંબા સમય સુધી એક જ જગ્યાએ અટવાયેલી રહે, તો તે કિડનીને કાયમી નુકસાન પહોંચાડી શકે છે. આ નુકસાન અટકાવવા ડોક્ટર તાત્કાલિક સર્જરી સૂચવે છે. પથરી દૂર કરવા આજકાલ જૂની પદ્ધતિની જેમ મોટા ચીરા મૂકવાની જરૂર પડતી નથી. આ સર્જરીમાં પણ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. આજકાલ પથરી દૂર કરવા Lithotripsy ટ્રીટમેન્ટ, લેસર ટ્રીટમેન્ટ તેમજ PCNLટ્રીટમેન્ટ જેમાં પીઠના ભાગે નાનું કાણું પાડી પથરી કાઢવવામાં આવે છે. જો કે દર્દી માટે કઈ ટ્રીટમેન્ટ વધુ યોગ્ય છે તેનો નિર્ણય ડોક્ટર જ નક્કી કરે છે.
આ પણ વાંચો : Beauty Tips : ગ્લોઇંગ સ્કીન માટે બેસ્ટ છે આ ટીપ્સ, ટ્રાય કરો મુલતાની માટી, જાણો ફાયદા
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

