Kiren Rijiju on Rahul Gandhi News: સંસદ નિયમોથી ચાલે તે જરુરી, રાહુલ ગાંધીની રાજનીતિ શરમજનકઃ કિરેન રિજીજૂ
ડોકલામ મુદ્દે લોકસભામાં હોબાળો થયો હતો. આ હોબાળા બાદ સદનની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી.
રાહુલ ગાંધી નિયમોથી ઉપર નથીઃ કિરેન રિજીજૂ
સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજીજૂએ પત્રકાર પરિષદ યોજીને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા છે. અને જણાવ્યુ છે કે, રાહુલ ગાંધી દેશની માફી માંગે. તેઓ પોતાના તર્ક-વિતર્કથી સદન ગુમરાહ કરી રહ્યા હોવાનો આરોપ પણ કિરેન રિજીજૂએ લગાવ્યો હતો. કિરેન રિજિજુએ વધુમાં કહ્યું કે સંસદ કોઈ વ્યક્તિગત જાગીર નથી. પરંતુ નિયમો અને પરંપરાઓ દ્વારા સંચાલિત છે. વિપક્ષના નેતા તરીકે, રાહુલ ગાંધીએ એક ઉદાહરણ રજૂ કરવું જોઈતું હતું.
ગૃહના શિષ્ટાચારનું ઉલ્લંઘનઃ કિરેન રિજીજૂ
ચીન અંગે વિપક્ષના નેતા રાહુલ ગાંધીની ટિપ્પણીને લઈને સંસદમાં વાતાવરણ વધુ ગરમાયું છે. ભાજપે રાહુલ ગાંધી પર ગૃહના શિષ્ટાચારનું ઉલ્લંઘન કરવાનો અને લોકસભાના અધ્યક્ષનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કોંગ્રેસ પાસેથી જાહેરમાં માફી માંગવાની માંગ કરી છે.
અધ્યક્ષ ઓમ બિરલાની પ્રતિક્રિયા
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ રાહુલ ગાંધીને ગૃહના નિયમોમાં બોલવાની કડક સૂચના આપી હતી. અધ્યક્ષે સ્પષ્ટપણે કહ્યું હતું કે જો કોઈ સભ્ય તથ્યો અને સંસદીય નિયમોના દાયરામાં નહીં બોલે, તો તેને અન્ય વક્તાઓને તક આપવાની ફરજ પાડવામાં આવશે. આ ચેતવણી ત્યારે આવી જ્યારે રાહુલ ગાંધીએ ચીન સંબંધિત બિન-સૂચિબદ્ધ મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો.
આ પણ વાંચોઃ રોમના ચર્ચમાં દેવદૂતના સ્થાને લગાવાઇ પીએમ Giorgia Meloniની તસ્વીર, Italyમાં થયો હોબાળો
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

