Kitchen Tips : લીંબુનો રસ લાંબા સમય સુધી તાજો રાખવા માટેની બેસ્ટ ટીપ્સ
શિયાળો વિદાય લઈ રહ્યો છે પરંતુ હજુ સુધી ઉનાળા જેવી ગરમી પડતી નથી. ગરમીમાં લોકો ખાવા કરતાં પીણાં વધુ લે છે. ઉનાળામાં ડીહાઈડ્રેશનથી બચવા લોકો લીંબુનો રસ પીવે છે. આ દિવસોમાં લીબુંના ભાવ આસમાને પહોંચે છે. લીબું મોંઘા થાય તે પહેલા જ તમે તેનો રસ સ્ટોર કરી લો. લીંબુનો રસ સ્ટોર કરી તમે ગરમીના દિવસોમાં સરળતાથી ઉપયોગ કરી શકો છો. લીંબુનો રસ લાંબા સમય સુધી તાજો રાખવા માટે અહીં કેટલીક અસરકારક રીતો તમને જણાવીશું.
લીંબુનો રસ તાજો રાખવાની સરળ ટીપ્સ
આઈસ ક્યુબ ટ્રેમાં ફ્રીઝ કરવું : જો તમારે લીંબુનો રસ મહિનાઓ સુધી સાચવવો હોય, તો આ શ્રેષ્ઠ પદ્ધતિ છે. તાજા લીંબુનો રસ કાઢી લો. તેને આઈસ ક્યુબ ટ્રેમાં ભરી દો. એકવાર બરફ જામી જાય એટલે તે ક્યુબ્સને કાઢીને એક ઝિપલોક બેગ અથવા એરટાઈટ ડબ્બામાં ભરીને ફ્રીઝરમાં રાખી દો. જ્યારે પણ જરૂર હોય, ત્યારે એક ક્યુબ કાઢીને રસોઈમાં કે શરબતમાં વાપરો.
રેફ્રિજરેટમાં રીતે સ્ટોર કરો : જો તમારે રસને 10 થી 15 દિવસ સુધી વાપરવો હોય તો રસને ગાળીને એક સ્વચ્છ કાચની બોટલમાં ભરો. બોટલને ચુસ્તપણે બંધ કરીને ફ્રીજમાં રાખો. આમાં પ્લાસ્ટિકની બોટલ કરતા કાચની બોટલ વધુ સારી છે કારણ કે તે રસનો સ્વાદ બદલાવા દેતી નથી.
મીઠું ઉમેરીને સંગ્રહ : જો તમે રસોઈમાં (દાળ, શાક) લીંબુનો ઉપયોગ કરતા હોવ, તો આ રીત કામ લાગશે. લીંબુના રસમાં થોડું મીઠું ભેળવી દો. તેને કાચની બોટલમાં ભરી ફ્રીજમાં રાખો. મીઠું કુદરતી પ્રિઝર્વેટિવ તરીકે કામ કરે છે અને રસને લાંબો સમય બગડવા દેતું નથી.
તેલનો ઉપયોગ કરી સ્ટોર કરો : કાચની બોટલમાં રસ ભર્યા પછી, તેની ઉપર એક નાની ચમચી ખાદ્ય તેલ (જેમ કે સીંગતેલ) નાખો. તેલ રસની ઉપર એક પડ બનાવશે, જે હવાને અંદર જતી અટકાવશે અને રસ જલ્દી બગડશે નહીં.
લીંબુનો રસ સ્ટોર કરવામાં ધ્યાન રાખો આ બાબત:
લીંબુનો રસ સ્ટોર કરતા પહેલા આ બાબત ધ્યાન રાખવી જરૂરી છે. લીંબુનો રસ કાઢવા માટે હંમેશા સ્ટીલ કે કાચના વાસણનો ઉપયોગ કરો. જયારે સ્ટોર કરવા લીંબુ રસ કાઢતા હોય ત્યારે તેનો રંગ બદલાઈ જાય કે તેમાંથી ખરાબ વાસ આવે, તો તેનો ઉપયોગ કરશો નહીં. આ લીબું ખરાબ હોઈ શકે છે. એક ખરાબ લીંબુ બીજા રસને પણ બગાડશે. લીબું જેમાં સ્ટોર કરે તે બોટલને સીધા સૂર્યપ્રકાશથી દૂર રાખો. તેને ગરમીના સંપર્કમાં આવવાથી વસ્તુની અંદર રહેલ ઠંડક દૂર થશે અને રસ ખરાબ થવા લાગશે.
આ પણ વાંચો : Lifestyle: વાળની તમામ સમસ્યાઓનો રામબાણ ઈલાજ, સરસિયાનું ઓઇલ અને મેથી
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી. )
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

