Kitchen Tips : સ્વાદના શોખીનો સાવધાન! જાણો અથાણું ખાવાના ફાયદા અને ગેરફાયદા

Last Updated: January 26, 2026By

અથાણું ભોજનનો સ્વાદ વધારે છે. સ્વાદના શોખીનોને ભોજન સાથે અથાણું ખાવાની આદત હોય છે. કોઈપણ ખોરાક હોય અથાણું ખાધા વગર ભોજન સ્વાદિષ્ટ લાગતું નથી. કેરીનું અથાણું, લીબુંનું અથાણું, ગાજરનું અથાણું, મૂળા-ગાજર-હળદરનું અથાણું બજારમાં આવા વિવિધ પ્રકારના અથાણાં ઉપલબ્ધ છે. શિયાળામાં શાકભાજીનું અથાણું તો ઉનાળામાં કેરીનું અથાણું ખાવાનું લોકો પસંદ કરે છે. પરંતુ દરરોજ અથાણું ખાવાની આદત સ્વાસ્થ્યમાં નુકસાન કરી શકે છે. શું દરરોજ ભોજનમાં અથાણું ખાવું જોઈએ, જાણો અથાણું ખાવાના ફાયદા અને ગેરફાયદા.

અથાણું ખાવાના ફાયદા

મોટાભાગના લોકો બજારમાં મળતા અથાણાં ખરીદે છે અને ખાય છે. આવી સ્થિતિમાં શું ખરેખર અથાણું ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કે નુકસાનકારક. એક્સપર્ટના જણાવ્યા મુજબ સામાન્ય રીતે શાકભાજી અથવા ફળોમાંથી બનતા અથાણાં સ્વાસ્થ્યમાં ફાયદો કરે છે. તેમાં વિટામિન, ખનિજો અને એન્ટીઑકિસડન્ટ હોય છે. યોગ્ય રીતે તૈયાર કરેલા અથાણાં પાચનતંત્રને સુધારવામાં મદદ કરી શકે છે. ખાસ કરીને આથો આપેલા અથાણાંમાં ફાયદાકારક બેક્ટેરિયા હોય છે જે આંતરડાના સ્વાસ્થ્યને સુધારે છે. ભૂખ ઓછી લાગતી હોય અથવા હળવી પાચન સમસ્યાઓ હોય તેવા લોકો માટે અથાણું ફાયદાકારક હોઈ શકે છે.

અથાણું ખાવાના આ છે ગેરફાયદા

આપણે અથાણું શબ્દ સાંભળતા જ મોંમા પાણી આવી જાય છે. પરંતુ વધુ પડતું અથાણું ખાવાની આદત સ્વાસ્થ્યને નુકસાન પણ કરી શકે છે. અથાણામાં મીઠું અને તેલ વધુ માત્રામાં હોય છે, જે હાઈ બ્લડ પ્રેશર અને હૃદય રોગનું કારણ બની શકે છે. વધુ પડતું મીઠું કિડની પર પણ દબાણ લાવે છે અને ડિહાઇડ્રેશન અથવા સોજો લાવી શકે છે. સગર્ભા સ્ત્રીઓ અને વૃદ્ધોએ અથાણાનું સેવન ટાળવું. આ ઉપરાંત હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કિડનીની સમસ્યાઓ અથવા પેટની બીમારીઓથી પીડાતા લોકોએ ખૂબ જ મર્યાદિત માત્રામાં અથાણું ખાવું જોઈએ. સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખવા ઘરે બનાવેલા અથાણાં જ ખાવા જોઈએ, કારણ કે તેમાં રસાયણો હોતા નથી.

આ પણ વાંચો : Lifestyle: ઊંઘ પૂર્ણ થયા બાદ પણ માથુ કેમ લાગે છે ભારે, જાણો શું કહે છે નિષ્ણાંતો?

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )