Kriti Sanon GIVA Ad Controversy; Urvashi Rautela Statement
9 મિનિટ પેહલા
- કૉપી લિંક
અભિનેત્રી કૃતિ સેનનના રક્ષાબંધન જાહેરાત વિવાદ પર હવે ઉર્વશી રૌતેલાની પ્રતિક્રિયા સામે આવી છે. ન્યૂઝ એજન્સી IANS સાથેની વાતચીતમાં ઉર્વશીએ કહ્યું કે તેઓ કોઈપણ મહિલાને તેના કપડાં પરથી જજ કરતા નથી, પરંતુ સર્જનાત્મકતાના નામે સાંસ્કૃતિક સંવેદનશીલતા સાથે સમાધાન થવું જોઈએ નહીં.
રક્ષાબંધન ભારતનો અત્યંત પવિત્ર તહેવાર છે અને તેની મર્યાદાનું ધ્યાન રાખવું જોઈએ. જણાવી દઈએ કે જ્વેલરી બ્રાન્ડ જીવા (GIVA)ની આ જાહેરાતમાં કૃતિ સેનનના ઇન્ડો-વેસ્ટર્ન પહેરવેશને લઈને સોશિયલ મીડિયા પર ઘણો વિરોધ થયો હતો, જેના પછી બ્રાન્ડે જાહેરાતને હટાવી લીધી છે.
‘ક્રિએટિવિટી અને પરંપરાને એકસાથે ન ભેળવો’ વાતચીતમાં ઉર્વશી રૌતેલાએ કહ્યું, “આપણે આઝાદી અને સર્જનાત્મકતાની ઉજવણી કરીએ છીએ, પરંતુ આપણે એ વિચારવું પડશે કે રક્ષાબંધન એક સંવેદનશીલ અને પવિત્ર તહેવાર છે. તેને દેશના કરોડો લોકો ઉજવે છે અને આપણને આપણી પરંપરાઓ પર ગર્વ છે. આપણે એ સમજવું પડશે કે સર્જનાત્મકતાના નામે રક્ષાબંધન જેવી પવિત્ર પરંપરા સાથે ચેડાં કરી શકાય નહીં.”

ઉર્વશીએ કહ્યું કે ક્રિએટિવિટીના નામે રક્ષાબંધન સાથે ચેડાં કરી શકાય નહીં.
‘આપણે નક્કી કરવું પડશે કે ક્યાં સીમા હોવી જોઈએ’ ઉર્વશીએ વાતચીત દરમિયાન ભારતીય સંસ્કૃતિ પ્રત્યેના પોતાના સન્માનનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે રક્ષાબંધન ભાઈ-બહેનના અતૂટ સંબંધનો સુંદર તહેવાર છે. ઉર્વશીએ ભારપૂર્વક કહ્યું, “આપણે એક સીમા નક્કી કરવી પડશે કે આપણે શું કરવું જોઈએ અને શું નહીં. આખરે આપણે બધા ભારતીય છીએ અને આપણે આપણા દેશ અને સંસ્કૃતિનું સન્માન કરવું જોઈએ.”
જાણો શું છે આખો વિવાદ-
કૃતિ સેનન એડમાં રિવિલિંગ કપડાં પહેર્યા- આ આખો વિવાદ જીવા (GIVA) જ્વેલરી બ્રાન્ડની 36 સેકન્ડની રક્ષાબંધન એડવર્ટાઇઝમેન્ટથી શરૂ થયો હતો. રક્ષાબંધન સંબંધિત આ એડમાં કૃતિએ ઓફ વ્હાઇટ બ્રાલેટ સ્ટાઇલ બ્લાઉઝ, કેપ અને ડ્રેપ્ડ સ્કર્ટ પહેર્યો હતો.

સોશિયલ મીડિયા યુઝર્સના એક વર્ગે આ લુકની ટીકા કરી. તેમનું કહેવું હતું કે પરિવાર અને પરંપરા સાથે જોડાયેલા તહેવાર માટે આ આધુનિક સ્ટાઇલ યોગ્ય નથી.
કંગનાએ કૃતિના લુકની નિંદા કરી- સોશિયલ મીડિયા ટ્રોલિંગ વચ્ચે કંગના રનૌતે સોશિયલ મીડિયા પર કૃતિનું નામ લીધા વિના લખ્યું, “મહિલા હોવા માટે આ શાનદાર સમય છે. આપણા કબાટ અનેક પ્રકારના કપડાંથી ભરેલા છે અને આજની મહિલા ગ્લોબલ મહિલા છે. કોકટેલ ડ્રેસથી લઈને લહેંગા ચોલી સુધી, જીન્સથી લઈને સાડી સુધી, બિકીનીથી લઈને સલવાર-કમીઝ સુધી, આજે આપણી પાસે પહેરવા માટે આટલા વિકલ્પો છે. તો પછી તમે તમારા ભાઈને બિકીની કે અન્ડરગાર્મેન્ટ્સમાં રાખડી શા માટે બાંધશો? તમારી પાસે સ્ટાઇલિંગના આટલા વિકલ્પો ક્યાં છે? હા હા, આ જાહેરાત જાણી જોઈને વિચિત્ર બનાવવામાં આવી હોય તેવું લાગે છે.”

કૃતિ સેનને કંગનાને જવાબ આપ્યો- કંગનાની ટિપ્પણી બાદ ટીકાઓ વચ્ચે કૃતિએ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું. તેણે કહ્યું, “તહેવારોનો અર્થ તમે પહેરેલા કપડાંમાં નથી, પરંતુ પરંપરાઓ પ્રત્યે તમારા મનમાં રહેલી ભાવનાઓ અને તેના અર્થમાં હોય છે.
“રક્ષાબંધન સુરક્ષાના સંબંધનો તહેવાર છે. મારી બહેન અને હું એકબીજાને રાખડી બાંધીએ છીએ. અમે જાણીએ છીએ કે અમે પણ એક ભાઈ જેટલી જ એકબીજાની રક્ષા કરી શકીએ છીએ. આપણે મહિલાઓને શું પહેરવું જોઈએ તે કહેવાનું ક્યારે બંધ કરીશું? એથનિક ફેશન સમય સાથે બદલાઈ છે, પરંતુ આજે પણ કોઈ મહિલાની સંસ્કૃતિ પ્રત્યેની ઇજ્જત ફક્ત તેના કપડાંથી માપવામાં આવે છે. સંસ્કૃતિ અને પરંપરાઓ તેના હૃદયમાં હોય છે, તેની નેકલાઇનમાં નહીં.”

રાહુલ ગાંધીએ કૃતિનો બચાવ કર્યો- વિવાદ પર રાહુલ ગાંધીએ કૃતિની પોસ્ટ રી-શેર કરીને લખ્યું કે કોઈ મહિલા શું પહેરે છે, શું કરે છે અને ક્યાં જાય છે, તે તેની પોતાની પસંદ છે. મહિલાઓના કપડાં અને જીવનશૈલીની ઓનલાઈન પોલીસિંગ એટલે કે પહેરેદારી ન કરવી જોઈએ. રાહુલે પોતાની પોસ્ટમાં ‘સ્મેશ ધ પેટ્રિયાર્કી’ હેશટેગનો ઉપયોગ કર્યો હતો.
વિવાદ બાદ બ્રાન્ડે એડવર્ટાઈઝમેન્ટ હટાવી- સોશિયલ મીડિયા પર કપડાં અને પાલતુ કૂતરાને રાખડી બાંધવાને લઈને વિવાદ વધતો જોઈને બ્રાન્ડે સત્તાવાર નિવેદન જાહેર કરીને માફી માંગી અને આ એડવર્ટાઈઝમેન્ટને પોતાના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પરથી હટાવી લીધી છે.

news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


