Landmark Verdict: Deceased Person’s iCloud Data is Legal Property, Rules Gujarat Court | Gujarat News
આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન, સોશિયલ મીડિયા અને ક્લાઉડ સ્ટોરેજ આપણી જિંદગીનો અહમ હિસ્સો બની ગયા છે. પરંતુ વ્યક્તિના મૃત્યુ પછી તેના ઓનલાઈન ડેટા, ફોટોઝ અને ચેટ્સનું શું થાય? આ મૂંઝવતા પ્રશ્ન પર ગુજરાતની એક સિવિલ કોર્ટે સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે મૃત વ્યક્તિનો iCloud ડેટા પણ તેમની કાનૂની સંપત્તિનો જ એક ભાગ છે અને ડિજિટલ વારસા પર કાનૂની વારસદારોનો જ હક્ક રહેશે. આ ચુકાદો ભવિષ્યમાં ડિજિટલ દુનિયાના નિયમોને બદલી નાખશે.
કંપનીએ ડેટા આપવાનો ઇનકાર કર્યો
આ સમગ્ર કેસ પાટનગર ગાંધીનગરથી શરૂ થયો હતો, જ્યાં એક વ્યક્તિના અચાનક અવસાન બાદ પરિવાર ભાવનાત્મક રીતે તૂટી પડ્યો હતો. મૃતકના iPhone અને iCloud એકાઉન્ટમાં કૌટુંબિક તસવીરો, વીડિયો અને મહત્વપૂર્ણ દસ્તાવેજો લૉક હતા. પરિવારે જ્યારે આ ડેટા મેળવવા માટે એપલ (Apple) કંપનીનો સંપર્ક કર્યો, ત્યારે કંપનીએ ગોપનીયતા નીતિઓ નો હવાલો આપીને ડેટા આપવાનો ઇનકાર કર્યો અને કોર્ટનો સત્તાવાર આદેશ લાવવા જણાવ્યું હતું. આથી મૃતકની પત્ની અને પુત્રીએ ન્યાય માટે કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

