Lifestyle : વર્કિંગ વુમન માટે બેસ્ટ રસોઈ ટીપ્સ, ફક્ત 10 મિનિટમાં બનશે આ વાનગી

Last Updated: April 3, 2026By

મહિલાઓ આજે ઘરની સાથે ઓફિસ અને અન્ય કાર્યોની જવાબદારી પણ સંભાળે છે. એટલે જ આજની મહિલાઓ માટે રસોઈ એક પડકાર બને છે. પરિવારના લોકોની જરૂરિયાત અને પોતાના કામ વચ્ચે સંતુલન કરવું સમસ્યા બને છે. સૌથી મુશ્કેલ રસોઈની જૂદી-જુદી વાનગી હોય છે. સાંજે થાકીને ઘરે ગયા બાદ ફટાફટ કઈ વાનગી બનાવી તે મોટી મૂંઝવણ હોય છે. આજે ફક્ત 10 મિનિટમાં બનતી ટેસ્ટી વાનગીની ટીપ્સ જણાવીશું. તમે સમય ઓછો હોય ત્યારે બ્રેડ ઉપમાની સ્વાદિષ્ટ વાનગી બનાવો. બાળકોથી લઈને પરિવારમાં તમામ પસંદને આવશે બ્રેડ ઉપમાનો સ્વાદ.

બ્રેડ ઉપમા બનાવવા માટેની સામગ્રી

  • બ્રેડના ટુકડા – 6-7 (ટુકડામાં કાપેલા)
  • ડુંગળી – 1 (બારીક સમારેલી)
  • ટામેટા – 1 (ઝીણું સમારેલું)
  • લીલા મરચાં – 1-2
  • કઢી પત્તા – 8-10
  • રાઈના દાણા (રાઈ) – ૧/૨ ચમચી
  • હળદર – ૧/૪ ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • તેલ – 2 ચમચી
  • લીલા ધાણા – સજાવટ માટે
  • લીંબુનો રસ – 1 ચમચી

બ્રેડ ઉપમા બનાવવાની સરળ રીત

આ વાનગી બનાવવા માટે સૌ પ્રથમ બ્રેડને નાના ટુકડામાં કાપી લો. એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં રાઈના દાણા ઉમેરો. જ્યારે રાઈના દાણા તતડવા લાગે, ત્યારે તેમાં લીમડાના પાન અને લીલા મરચાં ઉમેરો. હવે તેમાં ડુંગળી ઉમેરો અને તે આછા સોનેરી થાય ત્યાં સુધી સાંતળો. ટામેટાં ઉમેરો અને નરમ થાય ત્યાં સુધી રાંધો. હળદર અને મીઠું ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. હવે બ્રેડના ટુકડા ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. ધીમા તાપે ૨-૩ મિનિટ સુધી રાંધો જેથી મસાલા બ્રેડ સાથે સારી રીતે ભળી જાય. ગેસ બંધ કરો, લીંબુનો રસ ઉમેરો અને લીલા ધાણાથી સજાવો.