Lifestyle : ફળોનો રસ કે આખા ફળો, સ્વાસ્થ્ય માટે શું છે વધુ ફાયદાકારક? જાણો ડોક્ટરોની સલાહ

Last Updated: March 13, 2026By

લોકોમાં વધતી બીમારીને લઈને હવે તો હેલ્થ પ્રત્યે જાગૃક બન્યા છે. ફિટનેસ કોન્સિયસ લોકો ફ્કત કસરત નહી પોતાના ખોરાક પર પણ ધ્યાન આપવા લાગ્યા છે. બીમારીથી બચવા અને સ્વસ્થ રહેવા જયારે તેઓ દૈનિક આહારમાં કેવા પ્રકારનો ખોરાક ખાવો તેની સલાહ લે છે. ડોક્ટરો અને આહાર નિષ્ણાતો જ્યુસ પીવા કરતાં આખા ફળો ખાવાનું સૂચન કરે છે. કેમ જયુસ કરતા ફળ વધુ શ્રેષ્ઠ છે તેના આ કારણો છે.

સ્વસ્થાય માટે જયુસ કરતા ફળ ખાવાનું વધુ શ્રેષ્ઠ

ફાઈબર (રેસા) નું પ્રમાણ :જ્યારે આપણે ફળનું જ્યુસ કાઢીએ છીએ, ત્યારે તેમાં રહેલા મહત્વના ફાઈબર દૂર થઈ જાય છે. આખા ફળમાં રહેલા ફાઈબર પાચનક્રિયાને સુધારે છે અને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખવામાં મદદ કરે છે, જે વજન નિયંત્રણમાં પણ ઉપયોગી છે.

બ્લડ સુગર પર અસર : જ્યુસમાં ફાઈબર ન હોવાને કારણે તે લોહીમાં શર્કરા (sugar) નું પ્રમાણ ખૂબ જ ઝડપથી વધારે છે. આનાથી શરીરમાં ઇન્સ્યુલિનનું સ્તર એકાએક વધી શકે છે. તેના બદલે, આખા ફળ ખાવાથી તેમાં રહેલા ફાઈબર ખાંડના શોષણને ધીમું પાડે છે, જેથી સુગર લેવલ સ્થિર રહે છે.

વધારાની કેલરી : એક ગ્લાસ જ્યુસ બનાવવા માટે સામાન્ય રીતે ૨ થી ૩ આખા ફળોનો ઉપયોગ કરવો પડે છે. આ રીતે તમે અજાણતા જ વધુ કેલરી અને કુદરતી ખાંડ (Fructose) શરીરમાં પધરાવો છો. તેની સામે એક આખું ફળ ખાવાથી સંતોષ વહેલો થાય છે અને કેલરી ઓછી મળે છે.

પોષક તત્વોની જાળવણી : ફળોના છાલ અને તેના પલ્પ (ગર્ભ) માં વિટામિન અને એન્ટી-ઓક્સિડન્ટ્સ ભરપૂર હોય છે. જ્યુસ બનાવવાની પ્રક્રિયામાં અને ખાસ કરીને ગાળતી વખતે આ પોષક તત્વો નષ્ટ થઈ શકે છે.

દાંત અને પેઢાની કસરત: આખા ફળ ચાવીને ખાવાથી લાળ (Saliva) ઉત્પન્ન થાય છે, જે મોઢાના સ્વાસ્થ્ય માટે સારી છે. તે દાંત અને પેઢાને મજબૂત રાખવામાં પણ મદદરૂપ થાય છે.

ફળ કેમ ખાવા જોઈએ, આરોગ્ય નિષ્ણાતે આપ્યું કારણ

આરોગ્ય નિષ્ણાતો કહે છે કે જ્યુસ પીવાથી બ્લડ સુગર ઝડપથી વધી શકે છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દરરોજ ફળોના જ્યુસનો એક ભાગ પીવાથી ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ લગભગ 21% વધી શકે છે. ઘણા પોષણ અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે જ્યુસમાં પ્રમાણમાં ઊંચો ગ્લાયકેમિક ઇન્ડેક્સ હોય છે. ફાઇબરના અભાવને કારણે, ખાંડ ઝડપથી લોહીના પ્રવાહમાં પહોંચે છે, જેના કારણે બ્લડ સુગર ઝડપથી વધી શકે છે અને પછી અચાનક ઘટી શકે છે. સંશોધનમાં સામે આવ્યું કે ફળોની છાલ અને પલ્પમાં ઘણા જરૂરી પોષક તત્વો છુપાયેલા હોય છે. અનેક ફળની છાલમાં ફાઇબર, વિટામિન્સ અને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોય છે.એટલે જ સ્વસ્થ રહેવા શકય બને ત્યાં સુધી ફળના જયુસના બદલે ફળનું સેવન કરવું જોઈએ.

આ પણ વાંચો : Hair Care Tips : ઉનાળામાં વાળની રાખો સંભાળ, હેર ગ્રોથ વધારવા આ તેલની કરો નિયમિત માલિશ

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )