Liquid Tree SALT Now you can get oxygen even without trees Know how | Gujarat News

Last Updated: July 8, 2026By

દેશમાં વાયુ પ્રદૂષણ એક મોટી સમસ્યા બની ગઈ છે. ઘણા લોકો ખાસ કરીને મોટા શહેરોમાં તેના કારણે બીમાર પડી રહ્યા છે અને તેની અસર બાળકોમાં પણ જોવા મળી રહી છે. વાયુ પ્રદૂષણને કારણે ફેફસાં સંબંધિત બીમારીઓમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. જેને કારણે, વૈજ્ઞાનિકોએ એક એવી ટેકનોલોજી વિકસાવી છે જે લોકોને વધુ ઓક્સિજન પૂરી પાડવામાં મદદ કરી શકે છે. દરેક જગ્યાએ વૃક્ષો વાવવા શક્ય ન હોવાથી વૈજ્ઞાનિકોએ “મોબાઇલ લિક્વિડ ટ્રી” બનાવ્યું છે. ચાલો સમજીએ કે આ ટેકનોલોજી શું છે અને તે કેવી રીતે કાર્ય કરે છે.

દેશનું પ્રથમ લિક્વિડ ટ્રી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, CSIR-સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઇનિંગ એન્ડ ફ્યુઅલ રિસર્ચ (CSIR-CIMFR) ના વૈજ્ઞાનિકોએ ભારતનું પ્રથમ મોબાઇલ લિક્વિડ ટ્રી વિકસાવ્યું છે. આ નવી ટેકનોલોજીને સ્માર્ટ એલ્ગલ લિક્વિડ ટ્રી (SALT) નામ આપવામાં આવ્યું છે. તેનો ઉદ્દેશ્ય મોટા શહેરો અને અત્યંત પ્રદૂષિત વિસ્તારોમાં હવાની ગુણવત્તા સુધારવાનો છે.

કેવી રીતે ઘટાડે છે પ્રદુષણ?

SALT ની કામગીરી કુદરતી વૃક્ષો જેવી જ છે. આ સિસ્ટમમાં જ્યારે પ્રદૂષિત હવા એકમના સંપર્કમાં આવે છે, ત્યારે સૂક્ષ્મ શેવાળ તેમાં હાજર કાર્બન ડાયોક્સાઇડને શોષી લે છે. ત્યારબાદ પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા દ્વારા હવામાં ઓક્સિજન છોડવામાં આવે છે. વધુમાં આ સિસ્ટમની એક નોંધપાત્ર વિશેષતા એ છે કે તે મુખ્યત્વે સૂર્યપ્રકાશ પર આધાર રાખે છે; જો કે, જ્યારે જરૂર પડે ત્યારે તે કૃત્રિમ પ્રકાશનો ઉપયોગ કરીને પણ અસરકારક રીતે કાર્ય કરી શકે છે.

ટેકનોલોજી કેવી રીતે કરે છે કાર્ય 

SALT (સ્માર્ટ એલ્ગલ લિક્વિડ ટ્રી) એક કોમ્પેક્ટ, પોર્ટેબલ એર પ્યોરીફિકેશન સિસ્ટમ છે. જેમા પાણીની સાથે ઘણા નાના Microalgae નો ઉપયોગ કરવામાં આવે છે. આ ટેકનોલોજી Photosynthesisની પ્રોસેસને એક બંધ સિસ્ટમની અંદર રિપીટ કરે છે.  

આ પ્રોજેક્ટ પહેલાથી જ ઝારખંડના ધનબાદમાં CSIR-CIMFR કેમ્પસ અને મધ્યપ્રદેશના સિંગરૌલીમાં નોર્ધન કોલફિલ્ડ્સ લિમિટેડ કેમ્પસમાં અમલમાં મૂકવામાં આવ્યો છે. તેની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા તેની ગતિશીલતા છે – એટલે કે તેને એક સ્થાનથી બીજા સ્થાને સરળતાથી પરિવહન કરી શકાય છે.

શું અસલી ઝાડની જગ્યા લઈ શકે છે આ ટેકનોલોજી?

વૈજ્ઞાનિકો જણાવે છે કે આ ટેકનોલોજીનો ઉપયોગ એવા વિસ્તારોમાં કરવાનો છે જ્યાં વૃક્ષો વાવવા સંપૂર્ણપણે અશક્ય છે. જો કે, તેનો ઉપયોગ એવા સ્થળોએ કરી શકાતો નથી જ્યાં વૃક્ષો વાવવામાં આવી શકે છે અથવા જ્યાં તેઓ પહેલાથી જ અસ્તિત્વમાં છે. તેને ફક્ત એક વિકલ્પ તરીકે જોવું જોઈએ. અસલી વૃક્ષોના રિપ્લેસમેન્ટ તરીકે નહીં.

Leave A Comment