Local body election: સુરતમાં હવાલા કૌભાંડ વચ્ચે AAPના ઉમેદવારે લોકો પાસે આર્થિક મદદ માંગી, સોશિયલ મીડિયામાં QR કોડ મુક્યો

Last Updated: April 21, 2026By

આમ આદમી પાર્ટીના ફંડિંગ અને હવાલા કૌભાંડમાં પોલીસ બાદ ઈન્કમટેક્ષ વિભાગે પણ તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો.પ્રાથમિક તબક્કે આપ દ્વારા સુરતના રૂરલ વિસ્તારોમાં મતદારોને નાણાં વહેંચી પ્રભાવિત કરવાનો અને બાદમાં બબાલ કરવાનો પણ બદઇરાદો હોવાનો ખુલાસો થયો છે.આકાશ મિશ્રા આમ આદમી પાર્ટીના નેતાઓના સંપર્કમાં હતો. પનીરના વેપારના નામે આખું કૌભાંડ ચાલતુ હતું. પોલીસે આકાશના મોબાઈલની તપાસ શરૂ કરી છે. જેમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ છે. બીજી તરફ AAP ઉમેદવાર ભાવેશ ધામેલીયાએ સોશિયલ મીડિયા પર QR કોડ મૂકી આર્થિક મદદ માંગી છે.

ચૂંટણી પ્રચાર માટે જનતા પાસે માંગ્યું યોગદાન

સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. આ દરમિયાન આમ આદમી પાર્ટી સામે સવા કરોડના હવાલા કૌભાંડનો આક્ષેપ કરવામાં આવ્યો છે. દિલ્હીથી હવાલા મારફતે નાણાં સુરત આવતા હતાં. 5 મહિનામાં સવા કરોડનું ફંડિંગ થયાની આશંકા સેવાઈ રહી છે. હિમાંશુ પાહુજા દ્વારા પૈસા મોકલાયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. સમગ્ર કેસમાં આકાશ મિશ્રા અને અજય તિવારીની સંડોવણી ખુલી છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભાવેશ ધામેલીયાએ ચૂંટણીના પ્રચાર માટે જનતા પાસે યોગદાન માંગ્યું છે. સોશિયલ મીડિયામાં QR કોડ મૂકી આર્થિક મદદ માંગી છે. ભાવેશ ધામેલીયાના ફેસબૂક પર 337K ફોલોવર્સ છે.

ચૂંટણીમાં મારે સાથ સહકાર અને સહયોગની જરૂર છે

સુરતના વોર્ડ નંબર 6ના ઉમેદવાર ભાવેશ ધામેલીયાએ આ બાબતે એક વિડીયો સોશિયલ મીડિયામાં પણ અપલોડ કર્યો છે. ચૂંટણીમાં મારે સાથ સહકાર અને સહયોગની જરૂર છે. તમે મને કંઈ આપી શકતા હોય તો મારે થોડા યોગદાનની જરૂર છે. મેં ક્યુઆર કોડ આપેલો છે તમે મને જે યોગદાન કરી શકતા હોય તે યોગદાન આપો અને મારી હિંમત અને હોંસલો વધારો. સુરતમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો પોતાના પ્રચાર માટે લોકો પાસે હાથ ફેલાવી રહ્યા છે

આ પણ વાંચોઃ Amit Shah Today: દીદીને ટાટા બાય બાય કહેવાનો સમય આવી ગયો..દાર્જિલિંગમાં બોલ્યા અમિત શાહ