Local Body Election 2026 : આણંદ ખાતે દીવડા પ્રગટાવી ‘આણંદ કરશે મતદાન’નો અપાયો સંદેશ | Gujarat News
સ્થાનિક સ્વરાજ્યની વર્ષ 2026ની ચૂંટણીઓ જાહેર થતાની સાથે જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકશાહીના આ પર્વમાં નાગરિકોની સહભાગીદારી વધારવા માટેના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. આ અંતર્ગત કરમસદ આણંદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ચૂંટણી અધિકારી દ્વારા ‘મતદાર જાગૃતિ અભિયાન’ (SVEEP) હેઠળ વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. આ અભિયાનના ભાગરૂપે સ્વીપ કાર્યક્રમના નોડલ ઓફિસર અને જિલ્લા શિક્ષણ અધિકારી કામિનીબેન ત્રિવેદી દ્વારા કરમસદ આણંદ મહાનગરપાલિકા ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
લોકશાહીના મજબૂત પાયા માટે દરેક મત કિંમતી
આ પ્રસંગે આણંદના પ્રાંત અધિકારી ડો. મયુર પરમારની વિશેષ ઉપસ્થિતિમાં મહાનગરપાલિકાના પ્રાંગણમાં દીવડા પ્રગટાવીને અનોખી રીતે મતદાન જાગૃતિનો પ્રસાર કરવામાં આવ્યો હતો. આ તકે ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓએ દીવડાઓના માધ્યમથી “આણંદ કરશે મતદાન”નો સંદેશ આપી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વધુમાં વધુ મતદારો મતદાન કરવા પ્રેરાય તે માટે નાગરિકોને પ્રેરિત કર્યા હતા.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

