Local body election 2026 Weapons displayed during election campaign in Vadodara BJP candidate Ranveer Singh enters rally with sword | Gujarat News
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે વડોદરામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા કરવામાં આવેલા શક્તિ પ્રદર્શને સૌનું ધ્યાન ખેંચ્યું છે. શહેરના વોર્ડ નં. 3 ના ભાજપના ઉમેદવારોની રેલીમાં જાહેર માર્ગો પર તલવારો લહેરાવીને શક્તિ પ્રદર્શન કરવામાં આવતા ચર્ચા જાગી છે.
ફતેગંજમાં ‘શસ્ત્ર’ પ્રદર્શન
મળતી માહિતી મુજબ, વડોદરાના ફતેગંજ બ્રિજ નીચે વોર્ડ નં. 3 ના ભાજપના ઉમેદવારોની પ્રચાર રેલી પહોંચી હતી. આ દરમિયાન કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ઉમેદવારોના સ્વાગત માટે કાર્યકરો દ્વારા જાહેર રોડ પર તલવારો લહેરાવીને શસ્ત્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

