Local Body Elections 2026 : મોરબી મનપાના વોર્ડ નં.9માં પોસ્ટરનો મુદ્દો ચગ્યો, પેનલના તમામ ઉમેદવારના ફોટા દુર કરાતા રાજકીય ગરમાવો
મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ ભાજપમાં વિવાદો સપાટી પર આવ્યા છે. મોરબી મનપાના વોર્ડ નંબર 9 ના ભાજપના મધ્યસ્થ કાર્યાલય પર લાગેલા બેનરોમાંથી તમામ ઉમેદવારોના ફોટા દૂર કરી દેવામાં આવતા રાજકીય ગલિયારાઓમાં અનેક ચર્ચાઓ જાગી છે. આ વિવાદ પાછળ એક ઉમેદવારના એક મહિલા સાથેના અંગત સંબંધોનો આરોપ અને પેનલના ઉમેદવારો વચ્ચેનો વિરોધ મુખ્ય કારણ હોવાનું મનાઈ રહ્યું છે.
હિરેન કલોતરાના વિરોધથી શરૂ થયો વિવાદ
ઘટનાની વિગતો મુજબ, સૌ પ્રથમ ભાજપના મધ્યસ્થ કાર્યાલયના બેનરમાંથી માત્ર ઉમેદવાર હિરેન કલોતરાનો ફોટો દૂર કરવામાં આવ્યો હતો. આરોપ છે કે હિરેન કલોતરા એક પાટીદાર મહિલાને છૂટાછેડા આપતા ન હોવાની બાબતે વિવાદ સર્જાયો હતો. આ મામલાને લઈને પેનલના અન્ય ત્રણ ઉમેદવારોએ હિરેનનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને પક્ષમાં રજૂઆત કરી હતી કેદબાણ બાદ હિરેનનો ફોટો હટાવી દેવામાં આવ્યો હતો.
પેનલના તમામ ફોટા હટાવવાની નોબત આવી
હિરેન કલોતરાના ફોટા દૂર થયા બાદ મામલો વધુ ગરમાયો હતો અને પક્ષની આંતરિક ખેંચતાણ ચરમસીમાએ પહોંચી હતી. વિવાદ વકરતા અને જૂથબંધી વધુ ન વકરે તે હેતુથી અંતે કાર્યાલયના બેનરમાંથી પેનલના ચારેય ઉમેદવારોના ફોટા ગાયબ કરી દેવામાં આવ્યા છે. હાલમાં આ કાર્યાલય પર ઉમેદવારોના ફોટા વગરના બેનરો જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો—- Gandhinagar : ‘ખાખી’ ના નામે દિલધડક ચોરી, પોલીસની ગાડીમાં આવ્યા તસ્કરો અને સેકન્ડોમાં હાથફેરો કરી ફરાર
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

