Local Body Elections 2026 : રાજકોટ ભાજપમાં મોટો ઉલટફેર, વોર્ડ નં.7માં શૈલશ જાનીનું પત્તુ કપાયું, ડો.નેહલ શુકલએ બાજી મારી

Last Updated: April 11, 2026By

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર થતાની સાથે જ રાજકીય ગરમાવો આવી ગયો છે. આજે મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ખાસ કરીને વોર્ડ નંબર 7 માં ઉમેદવારની જાહેરાત બાદ આંતરિક વિખવાદ સામે આવ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારો નામની જાહેરાત થતા અનેક સ્થાનો પર કાર્યકરોમાં નારાજગી જોવા મળીત. તો કેટલાકે સગાવાદ અને માનિતા ને ઘી..કેળા..નો આક્ષેપ લગાવ્યો. ભાજપમાં થતા આંતરિક ડખાએ પક્ષની શિસ્ત પર સવાલો ઉભા કર્યા છે.

વોર્ડ નં.7માં મોટો ઉલટફેર શૈલશ જાનીનું પત્તુ કપાયું

રાજકોટમાં પક્ષ દ્વારા વોર્ડ-7 માટે સત્તાવાર રીતે શૈલેષ જાનીના નામની જાહેરાત કરવામાં આવી છે અને તેમને મેન્ડેટ પણ આપી દેવામાં આવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, જ્યારે શૈલેષ જાની ઉમેદવારી માટે સ્ટેજ પર હાજર હતા, ત્યારે જ બીજી તરફ તેમનું પત્તું કાપવા માટેના પ્રયાસો તેજ બન્યા હતા. જાણવા મળતી વિગતો મુજબ, નેહલ શુક્લ અને તેમના પરિવાર દ્વારા છેલ્લી ઘડીએ જોરદાર લોબિંગ શરૂ કરવામાં આવ્યું છે. આખરે નેહલ શુકલના લોબિંગનો લાભ મળ્યો અને શૈલેષ જાનીનું પત્તુ કાપી સંગઠન દ્વારા ડોક્ટરને ટિકિટ આપવામાં આવી.

નેહલ શુકલને લોબિંગના લાભથી ટિકિટ મળ્યાની પક્ષમાં ચર્ચા

વોર્ડ નં.7માં શૈલેષ જાનીની જગ્યાએ નેહલ શુક્લને ટિકિટ મળી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વોર્ડ નં.7માં છેલ્લી ઘડીએ મોટો ઉલટફેર થયો. શૈલેષ જાનીની જગ્યાએ નેહલ શુક્લને ટિકિટ મળી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શૈલેષ જાનીને મેન્ડેટ મળી ગયું હોવા છતાં, ઉચ્ચ સ્તરેથી દબાણ આવતા હવે ડો.નેહલ શુકલને ટીકીટ આપવામાં આવી છે. પક્ષના જૂના કાર્યકરોમાં એવી ચર્ચા ઉઠવા લાગી શિસ્તબદ્ધ ગણાતી પાર્ટીમાં પાયાના કાર્યકરોને અવગણવામાં આવી રહી છે. પક્ષપલટો કરેલાના માથે બેસાડવામાં આવે છે.

સ્થાનિક સ્વરાજ ચૂંટણી પહેલા ભાજપમાં ડખા

નેહલ શુક્લના જૂથ દ્વારા કરવામાં આવી રહેલા ‘શક્તિ પ્રદર્શન’ અને લોબિંગને કારણે વોર્ડ-7 માં અંતિમ ઘડીએ ભાજપે મેન્ડેન્ટ બદલ્યો. શું ભાજપ હાઈકમાન્ડ હવે દબાણ અને લોબિંગને પ્રાથમિકતા આપવા લાગી છે. ફક્ત કાર્યકરોના કામ અને પ્રદર્શન પર ધ્યાન આપનાર ભાજપ પાર્ટીમાં ટિકિટને લઈને આંતરિક વિખવાદ વધવા લાગ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી આગામી દિવસોમાં ભાજપમાં કેવો રંગ લાવશે તે સમય કહેશે.

આ પણ વાંચો :