Local Body Elections 2026 I am an MLA sit down Sankheda MLA lashed out at voter who asked a question | Gujarat News

Last Updated: April 19, 2026By

ચૂંટણીના માહોલ વચ્ચે નેતાઓ જનતાના રોષનો ભોગ બની રહ્યા હોવાની ઘટનાઓ વધી રહી છે. સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ એક મતદાર સાથે ઉગ્ર દલીલો કરતા અને પિત્તો ગુમાવતા નજરે પડે છે. આયુષ્માન કાર્ડના લાભ મેળવવા બાબતે સર્જાયેલી આ માથાકૂટે રાજકીય ગરમાવો લાવી દીધો છે.

નેતાઓ જનતાના રોષનો ભોગ બની રહ્યા

મળતી માહિતી મુજબ, ધારાસભ્ય અભેસિંહ તડવી એક વિસ્તારમાં સભા યોજવા ગયા હતા. આ દરમિયાન એક જાગૃત મતદારે આયુષ્માન કાર્ડના લાભ મેળવવામાં પડતી મુશ્કેલીઓ અંગે સવાલ ઉઠાવ્યો હતો. મતદારનો આક્ષેપ હતો કે કાર્ડ માટે જરૂરી કાગળિયા માંગવામાં આવે છે અને હેરાન કરવામાં આવે છે, જેના કારણે ગરીબ લોકોને લાભ મળતો નથી.

“હું ધારાસભ્ય છું, બેસી જા”

મતદારના સવાલોથી ધારાસભ્ય ઉશ્કેરાઈ ગયા હતા અને જાહેરમાં જ પિત્તો ગુમાવ્યો હતો. તેમણે મતદારને ધમકાવતા લહેજામાં કહ્યું કે, “હું ધારાસભ્ય છું, બેસી જા!” વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, “કાગળ તો આપવા જ પડે, એના વગર લાભ ન મળે.” ધારાસભ્યનો આ અંદાજ જોઈને ત્યાં હાજર લોકોમાં પણ ગણગણાટ શરૂ થઈ ગયો હતો.

મતદારે આપ્યો જડબાતોડ જવાબ

ધારાસભ્યના આકરા વલણ સામે મતદારે પણ નમતું ન જોખ્યું અને રોકડિયો જવાબ આપતા કહ્યું કે, “જો લાભ મળશે તો જ મત મળશે, બાકી એમ ને એમ મત પણ નહીં મળે.” જનતા અને પ્રતિનિધિ વચ્ચેની આ સીધી તકરારનો વીડિયો કોઈએ મોબાઈલમાં કેદ કરી લીધો હતો જે હવે વાયરલ થયો છે.

આ પણ વાંચો: Local Body Elections 2026: લાંભામાં ભાજપ નેતાઓનો ભારે વિરોધ, ધારાસભ્ય અને ઉમેદવાર સામે સ્થાનિકોએ કર્યા સૂત્રોચ્ચાર

Leave A Comment