Local Body Elections 2026 If you dont vote we wont set foot in Gandhinagar BJP leaders open threat to voters in Dhanera | Gujarat News
બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે, ત્યારે ભાજપના એક વરિષ્ઠ નેતાના વિવાદિત નિવેદને સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. ભાજપ નેતા ભગવાન પટેલે એક જાહેર સંબોધન દરમિયાન મતદારોને આડકતરી ચીમકી આપતા કહ્યું કે, જો ભાજપને મત નહીં આપો તો પાણીની પાઇપલાઇનોમાં પાણી નહીં આવે.
‘હાલ તો માત્ર ભૂંગળા જ નાખ્યા છે’
ભગવાન પટેલે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, “ભાજપને વોટ આપજો, હાલ તો અમે માત્ર ભૂંગળા (પાઇપલાઇન) નાખ્યા છે, હજુ તેમાં પાણી આવવાનું બાકી છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, 150 કરોડના ખર્ચે પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે, પરંતુ જો મત નહીં મળે તો પાણી લાવવા માટેની પ્રક્રિયા અટકી શકે છે તેવો આડકતરો ઈશારો તેમણે કર્યો હતો.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

